હવે JNU કેમ્પસમાં ધરણા-વિરોધ પ્રદર્શન કરવા પર રૂ. 20 હજારનો દંડ થશે

JNUમાં કોઈપણ શૈક્ષણિક અથવા વહીવટી બિલ્ડિંગના 100 મીટરના વિસ્તામાં વિરોધ કરવા, ભૂખ હડતાળ કરવા અથવા ભીડ ભેગી કરીને કોઈ માંગ કરવા બદલ રૂ. 20 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

હવે JNU કેમ્પસમાં ધરણા-વિરોધ પ્રદર્શન કરવા પર રૂ. 20 હજારનો દંડ થશે

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(JNU) તેની સ્ટુડન્ટ એક્ટિવિટી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને કારણે જાણીતી છે. કોઈ મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શનની વાત હોય ત્યારે પણ અહીંના વિદ્યાર્થીઓ સૌથી પહેલા હોય છે. પણ હવે લાગે છે આ વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ લદાશે. કેમ કે, જેએનયુ મેનેજમેન્ટે અહીં પ્રદર્શન અથવા ભૂખ હડતાલને લઈને નવા નિયમો બનાવવામાં આવ્યા છે. JNUમાં કોઈપણ શૈક્ષણિક અથવા વહીવટી બિલ્ડિંગના 100 મીટરના વિસ્તામાં વિરોધ કરવા, ભૂખ હડતાળ કરવા અથવા ભીડ ભેગી કરીને કોઈ માંગ કરવા બદલ રૂ. 20 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. આ સિવાય આદેશમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આ 100 મીટરની ત્રિજ્યામાં અન્ય કોઈપણ સ્વરૂપે વિરોધ કરવા પર દંડ ભરવો પડશે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે JNU ની કોઈપણ શૈક્ષણિક અથવા વહીવટી ઈમારતના એન્ટ્રી કે એક્ઝિટ ગેટને બ્લોક કરવા પર 20 હજાર રૂપિયાનો દંડ થશે. આ સિવાય આગામી બે સેમેસ્ટર માટે હોસ્ટેલમાંથી અથવા સમગ્ર જેએનયુ કેમ્પસમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે. આ સિવાય કેમ્પસમાં કોઈપણ 'રાષ્ટ્ર વિરોધી' પ્રવૃત્તિમાં સામેલ થવા પર 10,000 રૂપિયાનો દંડ છે. આદેશ અનુસાર શાંતિભંગ કરતી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ થવા પર આ દંડ ચૂકવવો પડશે.

ધ હિંદુએ JNUના વિદ્યાર્થીઓને ટાંકીને લખ્યું હતું કે, આ અભિવ્યક્તિની સ્વતંત્રતાની વિરુદ્ધ છે અને આ આદેશ પાછો ખેંચવો જોઈએ. તેમણે કહ્યું કે વિદ્યાર્થી નેતાઓ સામે પ્રોક્ટર ઓફિસનો ઉપયોગ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જેએનયુમાં આ નિયમ આ વર્ષે માર્ચ મહિનામાં પણ લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં કેમ્પસમાં વિરોધ કરવા પર વિદ્યાર્થીઓ પર રૂ. 20,000નો દંડ અને હિંસા કરવા બદલ તેમનો પ્રવેશ રદ થઈ શકે અથવા રૂ. 30,000 રૂપિયાનો દંડ નક્કી કરાયો હતો. પરંતુ આ મુદ્દે વિદ્યાર્થી સંગઠનોએ ઉગ્ર દેખાવો કરતા તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. હવે નવો આદેશ જારી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ઉનસે અલગ રાય રખતા હું, ઈસલિયે મેરા કરિયર બરબાદ કર દિયા ગયા – પ્રો. લક્ષ્મણ યાદવ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.