Viral BABA અભિનવ અરોરા અને તેના પરિવારની પોલ ખૂલી ગઈ!

ભારતના સૌથી નાની ઉંમરના આધ્યાત્મિક વક્તા તરીકે જેને પ્રમોટ કરવામાં આવે છે તે Abhinav Arora અને તેના પરિવારની પોલ ખૂલી ગઈ છે.

Viral BABA અભિનવ અરોરા અને તેના પરિવારની પોલ ખૂલી ગઈ!
image credit - Google images

Viral Baba Abhinav Arora Exposes: ધર્મ લોકોનું અફીણ છે - કાર્લ માર્ક્સે વર્ષો પહેલા કહેલું આ વાક્ય આઝાદ ભારતની એકવીસમી સદીમાં જાણે દરરોજ દિવસ ઉગે અને નવી ઉંચાઈ હાંસલ કરે છે. ધર્મના નામે સતત આ દેશના લોકોને મૂર્ખ બનાવી રાખવા માટે સમયાંતરે કોઈને કોઈ નવી ટ્રીક માર્કેટમાં આવતી રહે છે. સોશિયલ મીડિયાના આજના જમાનામાં આ તૂત કરવું વધારે સરળ બન્યું છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ વાયરલ બાબા (Viral Baba) તરીકે જાણીતો બની ગયેલો 10 વર્ષનો ટેણિયો અભિનવ અરોરા (Abhinav Arora) છે.

જો તમે યુટ્યુબ (YouTube) કે અન્ય સોશિયલ મીડિયા (Social Media) પર રિલ્સ (Reel) જોવાના શોખીન હશો તો એક હ્યુષ્ટપુષ્ટ બાળકની રાધા-કૃષ્ણ, ગોપીઓ, રાસલીલાની આધ્યાત્મિક વાતો કરતી રીલ ચોક્કસ તમારા ધ્યાનમાં આવી હશે. એ બાળકનું નામ અભિનવ અરોરા (Abhinav Arora) છે અને તે પોતે ભારતનો સૌથી યુવા આધ્યાત્મિક વક્તા (India's Youngest Spiritual Speaker) હોવાનો દાવો કરે છે. જો કે આ દાવાઓની પોલ ખૂલી (Expose) ગઈ છે અને આખો મામલો ધર્મ અને આધ્યાત્મિકતાનું માર્કેટિંગ કરીને રૂપિયા રળી લેવાનો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ ગાંધીજી સાવરકરને મળવા પહોંચ્યાં ત્યારે તેઓ ઝીંગા તળી રહ્યા હતા

થયું છે એવું કે, એક યુટ્યુબરે આ મામલે એક વીડિયો બનાવ્યો છે અને તેમાં તેણે અભિનવને પ્રસિદ્ધ કરીને તેના નામે રૂપિયા રળી લેવાની તેના પરિવારની પોલ ખોલ નાખી છે. યુટ્યુબરે વીડિયોમાં દાવો કર્યો છે કે, અભિનવ અરોરા, જેને તેનો પરિવાર ભારતનો સૌથી યુવા આધ્યાત્મિક વક્તા તરીકે પ્રોજેક્ટ કરે છે, તે ખરેખર મોટું જૂઠ (lie) છે અને એવું કશું નથી. અભિનવનો પરિવાર લોકોને મૂર્ખ બનાવી રહ્યો છે અને આ બધું તેઓ પૈસા અને પ્રસિદ્ધિ માટે કરી રહ્યા છે.

યુટ્યુબરે દાવો કર્યો છે કે, અભિનવમાં કોઈ દૈવી શક્તિ નથી અને જ્ઞાન પણ નથી. તે માત્ર ગોખેલી સ્ક્રિપ્ટ બોલે છે. જ્યારે તેને ગોખાવવામાં આવેલી સ્ક્રીપ્ટ સિવાય અન્ય પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે તે જવાબ આપી શકતો નથી.

યુટ્યુબરે એવો પણ આરોપ લગાવ્યો છે કે અભિનવ અરોરા 10 વર્ષના એક સામાન્ય બાળક જેવો જ બાળક છે, તેનામાં કોઈ એવી દૈવી શક્તિ નથી અને તે ઈશ્વરનું બાળક નથી. હકીકતે ધંધામાં ખોટ જતાં તેના પરિવારના સભ્યોએ પ્લાન મુજબ આ આખો ભ્રમ ઉભો કર્યો છે.

આ પણ વાંચોઃ ગરબા તો મને પણ બહુ ગમતા પણ...

અભિનવને લગતો રિયાલિટી ચેક વીડિયો Only Desi Youtube ચેનલ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે અભિનવના પિતા (Abhinav's father) તરુણ રાજ અરોરા (Tarun Raj Arora) એ અગાઉ 'ફાલુદા એક્સપ્રેસ' (Faluda Express) ના નામથી આઈસ્ક્રીમનો બિઝનેસ (Ice cream business) શરૂ કર્યો હતો અને તેની ફ્રેન્ચાઈઝી વહેંચી હતી. આ બિઝનેસના પ્રમોશન માટે એક વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો, જેમાં અભિનવ પણ હતો. વીડિયોમાં તે સાવ સામાન્ય બાળક જેવો દેખાઈ રહ્યો છે.

યુટ્યુબરનો આરોપ છે કે બિઝનેસમાં નુકસાન અને રોકાણકારોને પૈસા પરત ન કરી શકવાની સ્થિતિમાં અભિનવના પિતા તરુણ રાજ અરોરાએ પત્ની સાથે મળીને અભિનયના બાળપણને દાવ પર લગાડી દીધું હતું અને એક દૈવી બાળક તરીકે તેનો પ્રચાર-પ્રસાર કરવાનું શરૂ કરી દીધું હતું.

તેના પરિવારજનોએ દાવો કર્યો છે કે 10 વર્ષના અભિનયનો કોઈ મિત્ર નથી અને ન તો તેને કોઈને મિત્ર બનાવવાની ઈચ્છા છે. તેને રમકડાં કે સ્માર્ટફોનમાં કોઈ રસ નથી અને તેણે કદી રમકડાં કે સ્માર્ટફોનનો ઉપયોગ પણ કર્યો નથી.

આ પણ વાંચોઃ એ 11 દિવસમાં ડૉ. આંબેડકરે 'સંસ્કારી નગરી'નું અસલી ચરિત્ર જોયું...

પરિવારના સભ્યોના જણાવે છે કે, અભિનવ ટીવીને એક ધ્યાન ભટકાવનારી ચીજ માને છે એટલે તે ટીવી જોતો નથી. તે માત્ર રાધા અને કૃષ્ણ સાથે વાત કરવા માંગે છે. તેને વાર્તાઓ સાંભળવી ગમે છે, તે ધાર્મિક ગ્રંથોનું વાંચન કરીને તેનું મહત્વ સમજાવે છે. તે ધોતી અને કુર્તો પહેરે છે. તેને ભગવદ ગીતા વાંચવી, કૃષ્ણના જન્મસ્થળ વૃંદાવનની મુલાકાત લેવી અને ઘરમાં વિશાળ પૂજા રૂમમાં મૂર્તિઓની સંભાળ લેવી ગમે છે. અભિનવ પણ કહે છે કે તે ખુશ છે કે રાધા રાણીએ તેને પોતાના ભક્ત તરીકે પસંદ કર્યો છે. 

આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અભિનવ એક જ વાત વારંવાર રિપીટ કરતો જોવા મળ્યો. તેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં તે એક સામાન્ય બાળકની જેમ વિસર્જન દરમિયાન ગણપતિને અલવિદા કહેતો જોવા મળે છે. હાલમાં આ સમગ્ર મામલે અભિનવ કે તેના પરિવારજનો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. તો સામે યુટ્યુબરના દાવાઓની પણ પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ અનામતને સામાજિકને બદલે આર્થિક આધાર પર કરવાનો ખેલ ચાલી રહ્યો છે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.