એન્જિનિયરિંગના પ્રોફેસરો ડિલિવરી બોયનું કામ કરી રહ્યા છે...

એઆઈના આગમન બાદ સૌથી મોટી અસર એન્જિનિયરીંગના શિક્ષણ પર પડી છે. એક સમયે દોઢ લાખ પગાર મેળવતા પ્રોફેસરો આજે રૂ. 20 હજારમાં કામ કરવા મજબૂર છે.

એન્જિનિયરિંગના પ્રોફેસરો ડિલિવરી બોયનું કામ કરી રહ્યા છે...
પ્રતિકાત્મક તસવીર Image credit - google Images

તેલંગાણામાં એન્જિનિયરિંગની બેઠકોમાં 70 ટકાના ઘટાડા પછી કૉલેજના પ્રોફેસરો રસ્તા પર આવી ગયા છે અને ઘર ચલાવવા માટે ડિલિવરી બોયનું કામ કરી રહ્યાં છે. પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિગ્રી અને દાયકાઓનો અનુભવ ધરાવતા ઘણા વરિષ્ઠ પ્રોફેસરો હાલમાં ડિલિવરી બોય તરીકે કામ કરી રહ્યાં છે અને લોકોના ઘરે કરિયાણું અને અન્ય ખાદ્યસામગ્રી પહોંચાડી રહ્યાં છે. 

આમાંના ઘણા પ્રોફેસરો તો એવા છે કે જેઓ ઘર ખર્ચ પુરો કરવા માટે રસ્તાની બાજુમાં બેસીને શાકભાજી વેચી રહ્યાં છે. તેઓ દરરોજ 500 થી 1000 રૂપિયાની કમાણી કરે છે, જે તેની પ્રોફેસરશિપ દરમિયાન કમાણી કરેલ 40 હજારથી 1.5 લાખ રૂપિયા કરતા ઘણી ઓછી છે. જો કે, આમાંના કેટલાક લોકો કે જેઓ ફ્રીલાન્સ શિક્ષકો અથવા આઉટસોર્સ કર્મચારી તરીકે કામ કરી રહ્યા છે તેમની સ્થિતિ વધુ સારી છે. પરંતુ હજુ પણ ઘણા લોકો બેરોજગાર છે. જ્યારે તેમને નોકરી ગુમાવ્યાને લગભગ બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે. તેમને અચાનક તેમના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા હતા.

હાલમાં તેલંગાણામાં એન્જિનિયરિંગની 86943 બેઠકો છે. જે EAP અને CET દ્વારા ભરવામાં આવે છે. તેમાંથી 61587 બેઠકો કોમ્પ્યુટર સાયન્સ અને તેની સંબંધિત શાખાઓની છે. જ્યારે સિવિલ, મિકેનિકલ અને તેની સાથે જોડાયેલી બ્રાન્ચ માટે માત્ર 7458 બેઠકો છે. જ્યારે વર્ષ 2020 પહેલા તેમાં પણ 18 હજાર સીટો હતી. એટલું જ નહીં, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સની પણ મહત્તમ સીટો 4751 છે.

આ પણ વાંચોઃ આમાં કેવી રીતે 'ભણશે ગુજરાત'?

મુખ્ય એન્જિનિયરિંગ સેક્ટરમાં આટલી મર્યાદિત સીટો હોવા છતાં દર વર્ષે 25 ટકા સીટો ખાલી જઈ રહી છે. અપેક્ષા મુજબ મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રીકલના મુખ્ય ક્ષેત્રો AI, ડેટા સાયન્સ, LOT અને સાયબર સિક્યોરિટી તરફ વળ્યા પછી તેલંગાણાની 175 થી વધુ એન્જિનિયરિંગ કોલેજો તેમની સીટોમાં 50-75 ટકા ઘટાડો કરશે.આનું પરિણામ શું આવશે? આ કોર્સના ફેકલ્ટી મેમ્બર્સને છુટા કરવામાં આવશે અથવા ખૂબ જ ઓછા પગારમાં તેમની પોતાની શરતો પર કામ કરવાની ફરજ પાડવામાં આવશે. 

અચ્યુત વીએ નામના એક પ્રોફેસરે કહ્યું કે, મેં પ્રોફેસર તરીકે નોકરી કરવાનું છોડી દીધું છે, કારણ કે મને મારા પહેલાથી ઓછા પગારમાં પણ 50 ટકા કાપની ઓફર કરવામાં આવી હતી. અચ્યુત શહેરની એક કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો કોર્સ ભણાવતા હતા. હવે તે ડિલિવરી બોય તરીકે કામ કરી રહ્યા છે જેના માટે તેને રોજના 600 રૂપિયા મળે છે. જ્યારે પણ તેમને સમય મળે છે ત્યારે તેઓ ટુ-વ્હીલર ટેક્સી ડ્રાઈવર તરીકે પણ કામ કરે છે.

આ પણ વાંચોઃ જિલ્લા શિક્ષણાધિકારીએ 11 દલિત પરિવારોની જમીન પડાવી લીધી

તેમણે કહ્યું, પહેલા મને શરૂઆતમાં 40 હજાર રૂપિયા મળતા હતા પરંતુ મેનેજમેન્ટે તેને ઘટાડીને 20 હજાર રૂપિયા કરી દીધા હતા. જે બાદ વધુ કાપ મુકવાની વાત થઈ હતી. મારે તે નોકરી છોડી દેવી પડી, કારણ કે મારો પરિવાર 10,000 રૂપિયામાં જીવન જીવી શકે તેમ ન હતો. અચ્યુતને બે બાળકો પણ છે. એક 7મા ધોરણમાં ભણે છે જ્યારે બીજો 8મા ધોરણમાં ભણે છે. તે બાળકોને ખબર નથી કે તેમના પિતા ડિલિવરી બોય તરીકે કામ કરે છે. અચ્યુતે અન્ય જગ્યાએ ભણાવવાનો પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી. તેમણે કહ્યું કે ઘણી કોલેજોની બ્રાન્ચો બંધ કરી દેવામાં આવી છે અથવા તો સીટોની સંખ્યા ઘટાડીને 30 કરી દેવામાં આવી છે.

19 વર્ષનો અનુભવ ધરાવતા ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર ચૌધરી વામસી કૃષ્ણનને પણ આવા જ અનુભવનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું, "મને દર મહિને 1.30 લાખ રૂપિયા મળતા હતા. જે બાદ મેનેજમેન્ટે મને 50 હજાર રૂપિયામાં કામ કરવાનું કહ્યું હતું. મને અત્યંત અપમાનજનક લાગ્યું. અત્યારે હું મારી બચત પર જ જીવન જીવી રહ્યો છે."

આ પણ વાંચોઃ શિક્ષણ જેટલું વધુ એટલી જ નોકરીની તકો ઓછીઃ ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનનો રિપોર્ટ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.