પાલનપુરમાં 'બંધારણ દિવસ' પ્રસંગે બંધારણ ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો

આજે દેશભરમાં બંધારણ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે પાલનપુરમાં તેને લઈને બંધારણ ગોષ્ઠી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પાલનપુરમાં 'બંધારણ દિવસ' પ્રસંગે બંધારણ ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો
તસવીરોઃ હિદાયત પરમાર, પાલનપુર

આજે 26મી નવેમ્બરના રોજ દેશભરમાં બંધારણ દિવસની દબદબાભેર ઉજવણી થઈ રહી છે ત્યારે પાલનપુરમાં ગઈકાલે બંધારણ વિશે ખાસ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકનિકેતન રતનપુર, બનાસકાંઠા જિલ્લા અંધશ્રધ્ધા નિર્મૂલન સમિતિ, સોસાયટી ફોર ફાસ્ટ જસ્ટીસ અને યુવા જાગૃતિ અભિયાનના સંયુક્ત ઉપક્રમે 26 નવેમ્બર 'બંધારણ દિવસ'ની ઉજવણીના ભાગરૂપે તથાગત એકેડમી, પાલનપુર ખાતે તારીખ 25.11.2023 ના રોજ 'બંધારણ ગોષ્ઠિ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વક્તાઓનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રા. અશ્વિનકુમાર કારીયાએ બંધારણ વિશેની પ્રાથમિક સમજ આપી પૂર્વ ભૂમિકા રજૂ કરી હતી. ત્યારબાદ પ્રા. નીપાબેન વ્યાસ (કે. કા. શાસ્ત્રી સરકારી લો કોલેજ, અમદાવાદ)એ 'બંધારણનું મૂળભૂત માળખું', પ્રા. મુકેશ પટેલ (સરકારી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, વિસનગર) એ 'બંધારણનું આમુખ' અને મિલિંદ વિશ્વાસ(તથાગત એકેડમી, પાલનપુર)એ 'બંધારણના મૂળભૂત હકો અને ફરજો' વિષય પર વક્તવ્ય આપ્યું હતું.

ત્રણેય વક્તાઓએ ઉદાહરણો સાથેની સરળ સમજૂતીથી આપેલ વક્તવ્યથી સૌ શ્રોતાઓ પ્રભાવિત થયા હતા. વક્તવ્યો બાદ પ્રશ્નોતરી રાખવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વસંત યાદવ એ કર્યું હતું.

આગળ વાંચોઃ બંધારણ દિવસ વિશેષઃ જાણો ભારતનું બંધારણ આપણને ક્યા મૂળભૂત અધિકારો આપે છે

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.