સુપ્રીમ કોર્ટ પરિસરમાં લાગી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું અનાવરણ

આજં બંધારણ દિવસે સુપ્રીમ કોર્ટ પરિસરમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. જાણો કેવી છે કાયદાવાળાની આ પ્રતિમા.

સુપ્રીમ કોર્ટ પરિસરમાં લાગી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું અનાવરણ
Photo By Google Images

આઝાદીના 76 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાં ઈતિહાસ રચાયો છે. સુપ્રીમ કોર્ટ પરિસરમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. અર્થાત હવેથી બંધારણના રક્ષણની જવાબદારી જેના ખભા પર છે તે સુપ્રીમ કોર્ટના પરિસરમાં બંધારણના ઘડવૈયાની પ્રતિમા જોવા મળશે. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ ભારતના બંધારણનો સ્વીકાર્યું હતું.


આ વખતનો બંધારણ દિવસ સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં પણ અલગ છે. દેશના દરેક નાનામોટા શહેરો, ટાઉનો, ગામડાઓમાં ડો. બાબા સાહેબ આંબેડકરની હાથ ઊંચો રાખીને આગળ વધવાની પ્રેરણા આપતી પ્રતિમા લાગેલી જોવા મળે છે. પણ સુપ્રીમ કોર્ટમાં બાબા સાહેબનો અલગ અંદાજ જોવા મળે છે. અહીં તેઓ વકીલના સ્વરૂપે જોવા મળશે. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની પહેલ પર બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરની આ પ્રતિમાનું સુપ્રીમ કોર્ટ પરિસરમાં સ્થાપન કરીને આજે અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્રણ ફૂટ ઊંચા આધાર પર બાબા સાહેબની 7 ફૂટ ઊંચી પ્રતિમા વકીલની ડ્રેસકોડમાં છે. તેમણે વકીલની જેમ ગાઉન અને બેન્ડ પહેરેલો છે અને એક હાથમાં બંધારણની કોપી છે.


સુપ્રીમ કોર્ટ પરિસરમાં અત્યાર સુધીમાં બે પ્રતિમાઓ લાગી છે. એક મધર ઈન્ડિયાનું મ્યૂરલ છે, જે ભારતીય મૂળના બ્રિટિશ શિલ્પી ચિંતામણી કરે બનાવી હતી. બીજી મહાત્મા ગાંધીની પ્રતિમા પણ બ્રિટિશ મૂર્તિકારને જ બનાવી હતી. જ્યારે બાબા સાહેબની પ્રતિમા ભારતમાં જન્મેલા અને ભારતીય નાગરિક એવા આર્ટિસ્ટ નરેશ કુમાવતે બનાવી છે. એ રીતે આ પહેલો એવો પ્રસંગ છે, જેમાં સુપ્રીમ કોર્ટ પરિસરમાં લાગવા જઈ રહેલી કોઈ પ્રતિમા ભારતીય નાગરિક એવા આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરવામાં હોય.


ઉલ્લેખનીય છે કે, બહુજન સમાજ તેમજ દેશના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા લાંબા સમયથી સુપ્રીમ કોર્ટ પરિસરમાં બંધારણના ઘડવૈયા અને દેશના પ્રથમ કાયદા પ્રધાન ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમા મૂકવાની માંગણી કરવામાં આવતી હતી. જેને સ્વીકારીને આખરે બાબા સાહેબની પ્રતિમા સુપ્રીમ કોર્ટ પરિસરમાં સ્થાપિત કરવામાં આવી છે.

આગળ વાંચોઃ The Chamar Studio: જે જ્ઞાતિનું નામ લઈને લોકો ખીજવતા હતા એને જ બ્રાન્ડ બનાવી દીધી!

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Gohel Gautam uga bhai
    Gohel Gautam uga bhai
    Jay bhim namo bhudhay to.morbi Rajkot gujrat
    3 months ago