કૉલેજેની ડિગ્રીથી કશું થવાનું નથી, પંચરની દુકાન ખોલો: ભાજપના ધારાસભ્ય

ભાજપના એક ધારાસભ્યે વિચિત્ર નિવેદન આપતા યુવાનોને કહ્યું છે કે, પંચરની દુકાન ખોલો, કૉલેજની ડિગ્રી તમારા કોઈ કામમાં નહીં આવે.

કૉલેજેની ડિગ્રીથી કશું થવાનું નથી, પંચરની દુકાન ખોલો: ભાજપના ધારાસભ્ય
image credit - Google images

ભાજપના એક ધારાસભ્યે વિચિત્ર નિવેદન આપીને મોવડીમંડળને વિચિત્ર સ્થિતિમાં મૂકી દીધું છે. ભાજપના ધારાસભ્ય પન્નાલાલ શાક્યએ કહ્યું છે કે આ કોલેજની ડિગ્રીથી કંઈ થવાનું નથી. મોટરસાયકલ પંચરની દુકાન ખોલો. તેનાથી કમ સે કમ તમારો જીવનનિર્વાહ ચાલી જશે. મધ્યપ્રદેશના ગુનાના ધારાસભ્ય પન્નાલાલ શાક્યએ વડાપ્રધાન કોલેજ ઓફ એક્સેલન્સના ઉદ્‌ઘાટન સમારોહમાં આ વાત કહી હતી. તેમણે રાજ્યના ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરની હાજરીમાં આ વાત કરી હતી.

ગુનાના ધારાસભ્ય પન્નાલાલ શાક્યએ જણાવ્યું હતું કે, “હું જે કહીશ તે વિજ્ઞાન અને ગણિતના સૂત્ર સાથે કહીશ. આપણે એ સમજી લેવાની જરૂર છે કે, શિક્ષણ સંસ્થાઓ કોઈ કંપ્રેશર નથી કે જેમાં હવા ભરી અને સર્ટિફિકેટ મળી ગયું. શિક્ષણ સંસ્થાઓ હકીકતમાં એ હોય છે જ્યાં અઢી અક્ષર ભણીને પંડિત બની શકાય.

આ પણ વાંચો: શિક્ષણ જેટલું વધુ, નોકરીની તકો એટલી ઓછીઃ ILOનો રિપોર્ટ

ધારાસભ્યે પોતાના ભાષણના એક સમયની દુનિયાની સૌથી પ્રસિદ્ધ યુનિવર્સિટી ગણાતી બિહારની નાલંદા યુનિવર્સિટીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ યુનિવર્સિટીમાં 12000 વિદ્યાર્થીઓ અને 1200 શિક્ષકો હતા પણ તેને માત્ર 11 લોકોએ સળગાવી દીધી હતી. એ સમયે 12 હજાર વિદ્યાર્થીઓ એમ વિચારતા રહી ગયા કે હું એકલો શું કરી શકવાનો. તેના કારણે દેશ ખતમ થઈ ગયો.

આગળ પન્નાલાલ શાક્યએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, કોલેજની ડિગ્રી મેળવવાથી કશું થવાનું નથી, પરંતુ બાઈકના પંચર બનાવવાની દુકાન જો આપણે ખોલી લઈશું તો આસાનાથી જીવનનિર્વાહ ચલાવી શકીશું.

ધારાસભ્યએ કહ્યું કે અમે આ કોલેજ ખોલી રહ્યાં છીએ જેને પ્રધાનમંત્રી શ્રેષ્ઠ મહાવિદ્યાલય કહેવામાં આવે છે. પણ હું તમને બધાને વિનંતી કરું છું કે માત્ર એક જ વાક્ય સમજણથી પકડો. આ કૉલેજની ડિગ્રીથી કંઈ થવાનું નથી. મોટરસાયકલ પંચરની દુકાન ખોલો, જેથી તમે ઓછામાં ઓછું તમારું જીવનનિર્વાહ ચલાવી શકશો.

આ પણ વાંચો: ભાજપ-RSS શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપે છે: ખડગે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • RAMESH K PARMAR
    RAMESH K PARMAR
    Aava. Lukhkha. Tatva jeva nivedan. Vyajbi chae khara??
    5 months ago