આજે 97મો મનુસ્મૃતિ દહન દિવસ, ગુજરાતના 1000 ગામોમાં યોજાશે આક્રમક કાર્યક્રમો

વર્ણવ્યવસ્થાના મૂળ જેમાં પડેલા છે તે મનુસ્મૃતિ ગ્રંથને 1927માં આજના દિવસે બાબાસાહેબે જાહેરમાં સળગાવેલો. ત્યારથી દેશના બહુજનો 25મી ડિસેમ્બરને મનુસ્મૃતિ દહન દિવસ તરીકે ઉજવે છે. આજે ગુજરાતમાં આ દિવસે આક્રમક કાર્યક્રમોનું આયોજન કરાયેલું છે.

આજે 97મો મનુસ્મૃતિ દહન દિવસ, ગુજરાતના 1000 ગામોમાં યોજાશે આક્રમક કાર્યક્રમો

વર્ણવ્યવસ્થાના મૂળ જેમાં પડેલા છે તે મનુસ્મૃતિ ગ્રંથને વર્ષ 1927ની 25મી ડિસેમ્બરે ડો. આંબેડકરે મહાડ સત્યાગ્રહ દરમિયાન જાહેરમાં સળગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારથી બહુજન સમાજ આ દિવસને મનુસ્મૃતિ દહન દિવસ તરીકે ઉજવે છે. આ વર્ષે 97મો મનુસ્મૃતિ દહન દિવસ છે અને ગુજરાત સહિત દેશભરમાં બહુજનો આ જાતિવાદી ગ્રંથની જાહેરમાં હોળી કરશે.

ગુજરાતની વાત કરીએ તો અહીં 1000 ગામોમાં દીપ પ્રાગટ્યના કાર્યક્રમો થકી સમાનતાનો પ્રકાશ રેલાવવાના આયોજન કરવામાં આવ્યું છે. એક હજાર ગામોમાં બહુજન સમાજ પોતાના ઘરે તથા જાહેરમાં દીપ પ્રાગટ્ય કરીને સમાનતાનો સંદેશો આપશે. તેની સાથે જ તેઓ પોતાના ઘરના બારણે સમાનતાનું તોરણ લટકાવશે.

સામાજિક કાર્યકર કાંતિલાલ પરમાર કહે છે કે, “આજથી 96 વર્ષ પહેલા બાબાસાહેબે જાહેરમાં મનુસ્મૃતિનું દહન કરી અંધકારથી પ્રકાશ તરફ જવાની દિશા બતાવી હતી. ત્યારથી બહુજન સમાજ આ દિવસની ઉજવણી કરતો આવ્યો છે. આજે ગુજરાતના એક હજાર ગામોમાં મનુસ્મૃતિ દહન દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં લોકો પોતાના ઘરે અને જાહેરમાં દીપ પ્રાગટ્ય કરી સમાનતાનો સંદેશો આપશે. સાથે જ ઘરે સમાનતાનું તોરણ લગાવશે. આ કાર્યક્રમ દેશભરમાં યોજાશે અને એક કરોડ ઘરોમાં દીપ પ્રાગટ્ય કરીને જાતિવાદી મનુસ્મૃતિ ગ્રંથના દહનની ડો. આંબેડકરની મુહિમને આગળ ધપાવવામાં આવશે.”

આ પણ વાંચો : મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં 

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.