રાજકોટ અગ્નિકાંડમાં SITના પ્રાથમિક રિપોર્ટમાં અનેક ગેરરીતિઓ સામે આવી
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 30થી વધુ લોકોના મોત મામલે સરકારે સીટની રચના કરી છે. જેમાં અનેક ગેરરીતિઓ સામે આવી છે.
રાજકોટમાં ૨૫મી મેના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 30થી વધુ લોકોના મોત મામલે રાજ્ય સરકારે રચેલી સીટના પ્રાથમિક રિપોર્ટમાં અનેર ગેરરીતિઓ સામે આવી છે. ગેમ ઝૉનમાં વેલ્ડિંગ કામ દરમિયાન આગ લાગી ગઇ હતી. જેમાં ૨૮ લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. આ ઘટનાને લઇને સરકાર એક્શનમાં આવી હતી અને તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડી પાડવા અને આગ લાગવા પાછળનું કારણ જાણવા માટે SITની રચના કરવામાં આવી હતી. જેનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં અનેક પ્રકારની ગેરરિતી થયાનો ખુલાસો થયો છે. ગેમ ઝૉનની ગતિવિધીઓ સાથે જોડાયેલા રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસના નિવેદનો લેવાયા છે. આ સિવાય R&D વિભાગ, પૂરવઠા વિભાગના અધિકારીઓના પણ નિવેદનો લેવાયા છે. ઈમ્પેક્ટ ફી થકી ગેમ ઝૉનને કેવી રીતે નિયમિત કરાઈ તેની પણ તપાસ કરવામાં આવી છે.
આ રિપોર્ટમાં ક્યા એન્જિનીયરે સલાહ આપી હતી તે પણ સામે આવ્યું હોવાનું કહેવાય છે. સાથે જ નકલી દસ્તાવેજો ઉભા કરાયા હતા તેની તપાસ ચાલુ છે. ગાંધીનગરમાં રિપોર્ટ સોંપીને સીટની ટીમ રાજકોટ રવાના થશે.
આ ગેઈમ ઝોનમાં જનારને એક ફોર્મ ભરાવી તેમાં સહી કરવામાં આવતી હતી. આ ફોર્મ દ્વારા જાનહાનિ કે પ્રોપર્ટીના નુકસાનની જવાબદારી સંપૂર્ણપણે ગ્રાહક પર ઢોળવામા આવી છે. ટીઆરપી ગેમ ઝોનની શરત હતી કે, રમો કે મરો જવાબદારી તમારી ને માત્ર તમારી રહેશે. ગો કાર્ટ, પેઈન્ટ બોલ રમતા મૃત્યુ થાય કે પ્રોપર્ટીને નુકસાન થાય તો પણ જવાબદારી ગ્રાહકની રહેશે, આ પ્રકારની બાહેંધરી લેવાતી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં 38 ગેમ ઝોનમાંથી 6 પાસે NOC, BU પરમીશન નથી