ગુજરાતના અનેક ગામો-શહેરોમાં મનુસ્મૃતિ દહનના કાર્યક્રમો યોજાયા
ગુજરાત સહિત દેશભરમાં ગઈકાલે મનુસ્મૃતિ દહન દિવસને લઈને કાર્યક્રમો યોજાયા હતા. ગુજરાતના લગભગ દરેક જિલ્લામાં પ્રતિકાત્મક રીતે આ જાતિવાદી ગ્રંથના દહનનો જાહેર કાર્યક્રમ યોજાયો હતો. અહીં તેનો વિસ્તૃત અહેવાલ પ્રસ્તુત છે.
ગઈકાલે મનુસ્મૃતિ દહનના દિવસે ગુજરાત સહિત દેશભરમાં આ જાતિવાદી પુસ્તકના દહનનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતમાં આ દિવસનું મહત્વ બહુજન સમાજ સમજતો થયો છે અને હવે મોટેરાંઓથી લઈને નાના બાળકો, મહિલાઓ સુદ્ધાંને તેમાં સામેલ કરી રહ્યો છે.
ગઈકાલે 25મી ડિસેમ્બરના રોજ મનુસ્મૃતિ દહનનો કાર્યક્રમ ગુજરાત અનેક નાનામોટાં ગામડાઓ અને શહેરોમાં યોજાયો હતો. રાજકોટમાં રામોદ બસ સ્ટેન્ડ ખાતે ડો. બાબાસાહેબની પ્રતિમા પાસે મનુસ્મૃતિ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રામોદ, માણેકવાડા, વાદીપરા, રાજપીપળા, નાના માડવા, ગુદાડા, રાજકોટના આગેવાનોએ ઉપસ્થિત રહીને મનુસ્મૃતિનું પ્રતિકાત્મક દહન કર્યું હતું. રાજકોટના જ ધોરાજી તાલુકાના સુપેડી ગામે પણ રેલી, સભા અને સલામીનો કાર્યક્રમ યોજાયો હતો.
જૂનાગઢના માળિયામાં સ્વયં સેવક દળ દ્વારા મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મનુસ્મૃતિ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. તો પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખારી ધારિયાલ ગામે પણ મનુસ્મૃતિ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. આવો જ અન્ય એક કાર્યક્રમ પાટણના મણુદમાં પણ યોજાયો હતો.
ચોટીલાના મફતિયાપરા વિસ્તારમાં એસએસડી દ્વારા સમાજ જાગૃતિ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મનુસ્મૃતિ દહનનો કાર્યક્રમ યોજાયો હતો.
દ્વારકાના ખંભાળિયામાં પણ મનુસ્મૃતિ દહન દિવસને ધ્યાનમાં રાખીને જનજાગૃતિ ચિંતન શિબિર યોજાઈ હતી.
મોરબી જિલ્લાના પીપળીયા ગામે એસએસડી દ્વારા ચિંતન શિબિર સાથે મનુસ્મતૃતિ દહનનો કાર્યક્રમ યોજાયો હતો.
અમરેલી જિલ્લાના લાઠી, અમદાવાદ પાસેના લાંભા અને સુરેન્દ્રનગરના વઢવાણ પાસેના ગણપતિ ફાટસર, બોટાદના જનડા, પોરબંદરના કુતિયાણાના સેંગસર ગામે, પણ મનુસ્મૃતિનું દહન કરવામાં આવ્યું હતું.
આ સિવાય અનેક નાનામોટા ગામો અને શહેરોમાં જાતિવાદ સહિતની અનેક કુપ્રથાઓને જન્મ આપનાર મનુસ્મૃતિનું દહન કરવામાં આવ્યું હતું.
આગળ વાંચોઃ મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.