શિવલિંગની પૂજા કરતી વખતે જ વૃદ્ધને હાર્ટ એટેક આવતા મોત
વૃદ્ધ શિવલિંગની પૂજા કરી રહ્યાં હતા એ દરમિયાન જ હાર્ટ એટેક આવતા ત્યાં જ ઢળી પડ્યા. યુવકે સીપીઆર આપ્યું પણ જીવ ન બચ્યો.
કોરોના કાળમાં મૂકવામાં આવેલી રસી બાદ દેશભરમાં લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ અચાનક વધી ગયું છે. મીડિયા રિપોર્ટ મુજબ કોરોના રસી બાદ હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું હોવાનું સાબિત થતું હોવા છતાં સરકાર આ બાબતને સ્વીકારતી નથી. ગુજરાતમાં નાની ઉંમરના અનેક યુવાનોથી લઈને બાળકો પણ હાર્ટ એટેકનો ભોગ બની ચૂક્યા છે ત્યારે એક મંદિરમાં શિવલિંગની પૂજા કરી રહેલા વૃદ્ધને હાર્ટ એટેકે આવતા ઢળી પડ્યા હતા.
ઘટના વલસાડના પારનેરા ગામની છે. અહીં 65 વર્ષના એક વૃદ્ધને શિવજીની પૂજા કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો અને તેનો ત્યાં જ ઢળી પડ્યા હતા. વૃદ્ધ કિશોરભાઈ પટેલ શિવાલય ખાતે દર્શન કરવા ગયા હતા. જ્યાં શિવજીની પૂજા કરતી વખતે તેઓ અચાનક ઢળી પડ્યા હતા. એ દરમિયાન મંદિરમાં ઉભેલા એક યુવકે તાત્કાલિક તેમને CPR આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના શ્વાસ ચાલુ થઈ શક્યા નહોતા. ત્યારબાદ વૃદ્ધને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
કિશોરભાઈ પારનેરા ગામના સેકન્ડ ગેટ ખાતે રહેતા હતા અને અહીં જ ફાઇબર રિપેરીંગનું કામ કરતા હતા. પારનેરા ડુંગર ઉપર આવેલા શિવાલયમાં આરતી ગ્રુપના સક્રિય સભ્ય તરીકે તેઓ સેવા આપતા હતા. આ ઘટના ત્યારે બની હતી જ્યારે તેઓ નિત્ય ક્રમ મુજબ પારનેરા ડુંગર ઉપર આવેલા શિવાલયમાં રોજ દર્શન કરવા જતાં હતાં. આજે પણ કિશોરભાઈ રોજની જેમ શિવાલયમાં શિવજીના દર્શન કરવા આવ્યા હતા અને એ વખતે જ તેમને હાર્ટએટેક આવતા ત્યાં જ ઢળી પડ્યા હતા.
આ પણ વાંચો: રામલીલાના રામનું સ્ટેજ પર હાર્ટ એટેક આવતા મોત