ધોરણ 10-12ની પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો શિક્ષણ ઝંખતા બહુજન સમાજને નડશે

ધોરણ 10-12ની પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો શિક્ષણ ઝંખતા બહુજન સમાજને નડશે

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો ઝીંકી દીધો છે. પરીક્ષા ફીમાં વધારો થવાથી લાખો વિધાર્થીઓના વાલીઓ પર અસર થશે. ધોરણ 10-12 સાયન્સ અને કોમર્સની પરીક્ષા ફીમાં કેટેગરી પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ પગલાથી સવર્ણોને અસર થાય તેવી શક્યતા ઓછી છે, પણ ગરીબીમાં માંડ માંડ ઘરનો બે છેડાં ભેગાં કરતા હજારો બહુજન પરિવારો પર માઠી અસર પડશે. જાણકારો તો ત્યાં સુધી કહે છે કે, બહુજન સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધતા રોકવા માટેના વર્ષોથી ચાલ્યા આવતા ષડયંત્રનો જ આ ભાગ છે.

આ પણ વાંચો:દેશની TOP 5 IITમાં 98% ફેકલ્ટીઓ કથિત ઉચ્ચ જાતિની: Nature magazineનો ચોંકાવનારો રિપોર્ટ

 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10ની ફી 355 રૂપિયાથી વધારીને 399 રૂપિયા કરવામાં આવી છે. ધો. 10માં કુલ 13 કેટેગરી આવેલી છે. કેટેગરી વાઈઝ લઘુત્તમ રૂ.15થી રૂ.40 સુધીનો વધારો કરાયો છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં નિયમિત ફી રૂ.655થી વધારી રૂ.665 કરાઈ છે. તો ધોરણ 12 કોમર્સમાં નિયમિત ફી રૂ.490થી વધારીને રૂ.540 કરાઈ છે.

આ પણ વાંચો:આપણી શાળાઓમાં માતા સાવિત્રીબાઈ ફૂલેનો પાઠ કેમ ભણાવાતો નથી?

 

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે. આ પરીક્ષા નવી શિક્ષિણ નીતિ મુજબ લેવાશે.

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ એન.જી વ્યાસ દ્વારા જાહેર કરવામાં આવેલ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ધોરણ 10 (SSC), સંસ્કૃત પ્રથમ અને ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ- 2024ની પરીક્ષા તા. 11/03/2024થી તા. 26/03/2023 દરમિયાન લેવામાં આવશે. 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.