કલોલમાં BAMCEF કાર્યકરના પિતાની અર્થીને મહિલાઓ-દીકરીઓએ કાંધ આપી પરિવર્તનનો ચિલો ચાતર્યો

બહુજન સમાજમાં નવી પેઢીના કાર્યકરો, યુવાનો ધીમી પણ મક્કમ ગતિએ પરિવર્તનનો ચીલો ચાતરી રહ્યાં છે. આવી જ એક પરિવર્તનકારી ઘટના હાલમાં ગાંધીનગર જિલ્લાના કલોલમાં સામે આવી છે. જ્યાં એક બામસેફ કાર્યકરે પોતાના પિતાના મૃત્યુ બાદ પરિવારની દીકરીઓ અને અન્ય મહિલાઓને કાંધ અપાવી અને સ્મશાન સુધી લઈ જઈને નવો ચિલો ચાતર્યો છે. સાથે જ તેમણે મૃત્યુ બાદની મનુવાદી કર્મકાંડ પ્રક્રિયાઓ ત્યાગીને બૌદ્ધવિધિથી તમામ રીતિરિવાજોનું પાલન કર્યું હતું.

કલોલમાં BAMCEF તાલુકા યુનિટની મહિલા પાંખના કાર્યકરતા સવિતાબહેન મકવાણાના સસરા અને તેમના પતિ રાકેશભાઈ મકવાણાના પિતા સેવંતીલાલ મકવાણાનું બે દિવસ પહેલા અવસાન થયું હતું. સવિતાબહેન અને રાકેશભાઈ બહુજન વિચારધારાના વાહક હોવાથી આ પ્રસંગે તેમણે ઘરેથી જ પરિવર્તનની શરૂઆત કરવાનું નક્કી કરીને પિતાના અવસાન બાદ મનુવાદી કર્મકાંડને તિલાંજલિ આપીને બૌદ્ધિસ્ટ ઈન્ટરનેશનલ નેટવર્ક દ્વારા બૌદ્ધ પરંપરા મુજબ પિતાને વિદાય આપી હતી. જેમાં મોટી સંખ્યામાં બહુજન વિચારધારાના લોકો જોડાયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અંતિયાત્રાની સૌથી મહત્વની બાબત એ હતી કે તેમાં મહિલાઓ અને દીકરીઓ પણ જોડાઈ હતી અને તેમણે મૃતકની અર્થીને કાંધ પણ આપી હતી. સવિતાબહેન અને રાકેશભાઈ દ્વારા લેવામાં આવેલા આ ક્રાંતિકારી પગલાંની કલોલ સહિત સમગ્ર ગાંધીનગર જિલ્લામાં ચર્ચા થઈ રહી છે. બહુજન વિચારધારાના વાહક તરીકે તેમણે માંડેલા પરિવર્તનના પગલાની લોકો ચોમેર પ્રશંસા કરી રહ્યાં છે, સાથે જ તેમના પિતાના અવસાન બદલ શોક પણ પ્રગટ કરી રહ્યાં છે

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.