અમિત શાહે ડૉ.આંબેડકર સામે કરેલા નિવેદનનો હવે વિદેશોમાં પણ વિરોધ
અમેરિકા, બ્રિટન, કેનેડા અને અન્ય દેશોમાં વસતા આંબેડકરવાદીઓએ સહી ઝુંબેશ શરૂ કરી, રાષ્ટ્રપતિને પત્ર લખી કરી મોટી માગણી.

ડૉ.આંબેડકરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કરેલા અપમાનજનક નિવેદનને લઈને વિવાદ વધી ગયો છે. એકબાજુ વિરોધ પક્ષો અને આંબેડકરવાદી સંગઠનો અમિત શાહના નિવેદનની સતત નિંદા કરી રહ્યા છે, બીજી તરફ તેમના પૂતળા બાળવામાં આવી રહ્યા છે અને દેશભરમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. આ બધાંની વચ્ચે વિદેશમાં પણ હવે અમિત શાહનો વિરોધ થઈ રહ્યો છે. તેમના નિવેદનને લઈને આંબેડકરવાદીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. NRI આંબેડકરવાદીઓએ ગુરુવારે એક ઓનલાઈન પિટિશન શરૂ કરી હતી જેને ઝડપથી લોકોનું સમર્થન મળી રહ્યું છે.
NRI આંબેડકરવાદીઓ દ્વારા શરૂ કરાયેલી ઓનલાઈન પિટિશનને ગુરુવારે કલાકોમાં જ સેંકડો સહીઓ મળી હતી. આ અરજી ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધવામાં આવી છે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ડૉ. ભીમરાવ આંબેડકર પર કરવામાં આવેલી ટિપ્પણી પર પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ડૉ.આંબેડકર પર અમિત શાહના નિવેદન પર માયાવતી નારાજ, જાણો શું કહ્યું
અરજીમાં અમિત શાહના કથિત નિવેદનની આકરી ઝાટકણી કાઢવામાં આવી છે. અરજદારોનું કહેવું છે કે આ નિવેદનો ડૉ. આંબેડકરના વારસા અને તેમના યોગદાનને ઓછો કરવાનો પ્રયાસ છે. અરજીમાં લખવામાં આવ્યું છે કે, "ડૉ. આંબેડકરનો વારસો માત્ર એક સમાજનું ગૌરવ નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રનો વારસો છે. દરેક નાગરિક, ખાસ કરીને સત્તામાં રહેલા લોકો તેમના યોગદાનને માન આપે અને તેમની મહાનતાને ઓળખે તે જરૂરી છે."
અરજીમાં શું માગણી કરવામાં આવી?
એનઆરઆઈ આંબેડકરવાદીઓ દ્વારા રાષ્ટ્રપતિને કરવામાં આવેલી અરજીમાં નીચે મુજબની માગણીઓ કરવામાં આવી છે.
જાહેરમાં માફી માગવામાં આવે: અમિત શાહે કરેલા નિવેદન બદલ જાહેરમાં માફી માંગવામાં આવે અને તેનાથી લોકોની લાગણીઓને ઠેસ પહોંચી હોવાનું સ્વીકારવામાં આવે.
આંબેડકરવાદી મૂલ્યોનું સમર્થન: સરકાર એ ખાતરી આપે કે ડૉ. આંબેડકર દ્વારા સ્થાપિત ન્યાય, સમાનતા અને બંધુત્વના મૂલ્યોનું સન્માન કરવામાં આવશે.
શિક્ષણ અને જાગૃતિ: ડૉ. આંબેડકરના યોગદાન વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ પગલાં લેવામાં આવે.
આ પણ વાંચોઃ જ્યારે ડૉ.આંબેડકરને હરાવવા નહેરૂએ તેમના PA ને જ ચૂંટણીમાં ઉતાર્યો?
આ અરજીને NRI આંબેડકરવાદી સંગઠનો અને યુએસ, કેનેડા અને યુકે સહિત અનેક દેશોમાં રહેતા વ્યક્તિઓ તરફથી સમર્થન મળી રહ્યું છે. થોડા જ કલાકોમાં તેને વિશ્વભરમાંથી સેંકડો લોકોનો ટેકો મળ્યો. શિક્ષણવિદો, સામાજિક કાર્યકરો અને વ્યાવસાયિકો આ અરજીને સમર્થન આપી રહ્યા છે. તેઓ કહે છે કે ડો. આંબેડકરના વિચારો જાતિના ભેદભાવ સામેની લડાઈમાં હજુ પણ પ્રાસંગિક છે.
અરજદારોનું કહેવું છે કે ડૉ. આંબેડકરનું બંધારણ અને ન્યાયી સમાજનું વિઝન ભારતની લોકશાહી વ્યવસ્થાનો પાયો છે. તેમના વારસાને ઘટાડવાનો કોઈપણ પ્રયાસ સમાજના પોતને નબળો પાડી શકે છે. આ અરજીમાં બંધારણના રક્ષક તરીકે રાષ્ટ્રપતિના હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે.
આ ઓનલાઈન પિટિશન દર્શાવે છે કે ડૉ. આંબેડકરનો વારસો માત્ર ભારત પૂરતો મર્યાદિત નથી. એનઆરઆઈ પણ તેને પોતાનો માને છે અને તેની સુરક્ષા માટે પગલાં લઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ સાવરકરના ઘોર વિરોધી ડો.આંબેડકર અમિત શાહને ક્યાંથી ગમે?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Dalpatbhai M. MakwanaI want regjgnatom of Amit shah
-
Jamalbha Chauhanबाबासाहब के बारे में जो अमीतशाह ने अपमानित शब्द कहा वो निंदनीय है और इस के बारे में माफी मांगी जाए। बाबासाहब भगवान से भी बड़ा है हमारे लिए और देश के लिए। जय भीम जय संविधान
-
Jamalbha Chauhanबाबासाहब के बारे में जो अमीतशाह ने अपमानित शब्द कहा वो निंदनीय है और इस के बारे में माफी मांगी जाए। बाबासाहब भगवान से भी बड़ा है हमारे लिए और देश के लिए। जय भीम जय संविधान
-
sahebrao kashinath TayadeFirst Amit Shah should give resign in 24 hours
-
Sureshbhai Parmarકોઇપણ વ્યકિત બાબા સાહેબના ઘડેલા "બંધરણ"મુજબ ઊંચ પદ કે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે.આને જો તેવો એવુ બાબા સાહેબજી ને મજાક સાજીને બેતાહોયતો .તેઓને પદપર્થી બરખાસ્ત કરી નાખ્વો જોયા એએ.જય ભીમ