સૂત્રાપાડામાં 15.50 લાખનું સરકારી અનાજ સગેવગે થતું પકડાયું
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ગરીબોના હકનું રૂ. 15.50 લાખનું સરકારી અનાજ બારોબાર સગેવગે થતું પકડાયું છે.
ગૂગલ પર તમે માત્ર અનાજ કૌભાંડ એટલું ટાઈપ કરીને સર્ચ કરશો તો તમને એવી અનેક લિંકો મળી આવશે જેમાં કૌભાંડી તત્વો અધિકારીઓ સાથે મિલીભગત કરીને ગરીબોના હકનું અનાજ સગેવગે કરીને કૌભાંડ આચરી રહ્યાં હોય. ગુજરાતનો ભાગ્યે જ એવો કોઈ જિલ્લો હશે જ્યાંની સસ્તા અનાજની દુકાનોને લઈને આ પ્રકારનો આરોપ ન લાગ્યો હોય.
કૌભાંડીઓ ગરીબોના હકનું સરકારી અનાજ બારોબાર સગેવગે કરી રહ્યાં છે અને આવો વધુ એક કિસ્સો ગીરસોમનાથ જિલ્લાના સૂત્રપાડામાંથી સામે આવ્યો છે. અહીં 15.50 લાખનું શંકાસ્પદ સરકારી અનાજ ઝડપાયું છે. લોઢવા ગામે મહેશ ભોળાના ગોડાઉનમાંથી આ સરકારી અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેમાં ૩૭૫ કટ્ટા ઘઉં, ૦૭ કટ્ટા બાજરી છે. અહીં પુરવઠા અધિકારી, મામલતદાર સહિતની ટીમ ત્રાટકી હતી.
આ પણ વાંચો: અમરેલીના 54 દલિત પરિવારો 42 વર્ષથી હકની જમીન માટે સંઘર્ષ કરે છે
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને બાતમી મળતા દરોડો પાડ્યો હતો. જેમાં પુરવઠા અધિકારી, સ્થાનિક મામલતદાર સહિતની ટીમ ત્રાટકી હતી. તેમાં લોઢવા ગામે મહેશ ભોળા નામના વ્યક્તિના ગોડાઉનમાંથી જથ્થો ઝડપાયો છે. અનાજનો જથ્થો કન્ટેનરમાં ભરાતો હતો તે સમયે જ અધિકારીઓની ટીમ ત્રાટકી હતી. જેમાં સ્થળ પરથી ૩૭૫ કટ્ટા ઘઉં, ૦૭ કટ્ટા બાજરો, ૨૪ કટ્ટા ઘઉંની કણકીનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે.
પુરવઠા તંત્રએ કન્ટેનર સહિત ૧૫.૫૦ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. ગુજરાત સરકાર દ્વારા ગરીબો માટે સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવતું હોય છે. જેથી ગરીબ અને નિસહાય લોકો પોતાનું જીવન નિર્વાહ કરી શકે. પણ જ્યારે આ ગરીબો માટે અપાતું અનાજનો બારોબાર સગેવગે થાય તો કેવું કેહવાય. ગુજરાતમાં એવા અનેકો કિસ્સાઓ સામે આવ્યા છે. અગાઉ ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે સસ્તો અનાજ લઈ જતા ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઇસમો લોકો સસ્તા અનાજની દુકાનથી જે ઘઉં, ચોખા લાવતા હતા તેઓના પાસેથી આ ત્રણ લોકો ખરીદતા હતા. જેમાં તંત્ર દ્વારા વધુ કાર્યવાહી કરાઇ છે.
આ પણ વાંચો: મધ્યપ્રદેશ સરકારે SC-ST ના હકના કરોડો રૂપિયા ગાયો માટે ફાળવી દીધાં