જૂનાગઢના વંથલીમાં 24 કલાકમાં 15 ઈંચ, વિસાવદરમાં 13 ઈંચ વરસાદ

જૂનાગઢ પંથકના વંથલી અને વિસાવદરમાં છેલ્લાં 24 કલાકમાં અનુક્રમે 15 અને 13 ઈંચ વરસાદ ખાબકતા લોકો આખી રાત જાગતા રહ્યાં હતા.

જૂનાગઢના વંથલીમાં 24 કલાકમાં 15 ઈંચ, વિસાવદરમાં 13 ઈંચ વરસાદ
image credit - Google images

સૌરાષ્ટ્રમાં વરસાદ પડતો ન હતો ત્યાં સુધી કોરુધાકોર હતુ, પરંતુ હવે વરસાદે રીતસરની ધમધમાટી બોલાવી છે. જૂનાગઢમાં જ જુઓ તો વંથલીમાં ૨૪ કલાકમાં ૧૫ ઇંચ તો વિસાવદરમાં ૨૪ કલાકમાં ૧૩ ઇંચ વરસાદ ત્રાટક્યો છે.

આમ આખુ જૂનાગઢ પાણી-પાણી છે. જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. મેંઘો મન મુકીને વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે વરસાદ વિસાવદર, વંથલી, જૂનાગઢ તાલુકો અને શહેરમાં પડ્યો હતો. જૂનાગઢમાં અતિ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં બેટ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને કેટલાક ગામો સંપર્ક વિહોણા પણ થઈ ગયા હતા.

જુનાગઢ માળીયાહાટીનામાં સાંજે ૬ થી ૯ વાગ્યા સુધી માં કુલ ૪ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે માંગરોળ પંથકમાં જળબંબાકાર થયો હતો. ઓઝત નદીના પાળો તુટતા માંગરોળ ઘેડ પંથકના ગામો બેટમા ફેરવાયા ઘેડ પંથકના ગામોમાં વીજળી ગુલ થઈ હતી. માંગરોળ કામનાથ મહાદેવ નજીક નોળી નદીમા પુરની સ્થિતિ સર્જાઈ હતી.વરસાદને લઈને સ્ટેશન પ્લોટ વિસ્તાર, પુનાપરા,  માધવનગર, પટેલ સમાજ, જલારામ મિલ, લલ્લુ કોલોની, તેમજ રેલ્વે સ્ટેશન થી ગામ તરફ જતા રસ્તામાં પાણીના દ્રશ્યો સામે આવ્યા તેમજ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

જૂનાગઢ શહેરમાં ૧૨ ઈંચ વરસાદ વરસ્યો છે. કેશોદમાં ૧૦ ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે બારડોલીમાં ૯ ઈંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ ખંભાળિયા અને માણાવદરમાં ૯ ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારીમાં ૮ ઈંચ, કલ્યાણપુર અને જલાલપોરમાં ૮ ઈંચ વરસાદ વરસ્યો છે.

જૂનાગઢના ઘેડ પંથકમાં ઓઝત નદીના પાણી  ૮થી ૧૦ ગામમાં ફરી વળ્યા છે. તો જૂનાગઢમાં ભારે વરસાદના કારણે માણાવદરનું પજાેદ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તો  માણાવદરનું કોડવાવ ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે. જૂનાગઢના રવની ગામમાં ભારે વરસાદના કારણે ચારેતરફ પાણી જ પાણી થઈ ગયું છે. હજુ પણ જૂનાગઢમાં ભારે વરસાદની હવામાનની આગાહી કરી છે. જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ કલેક્ટર અનિલ રાણાએ જણાવ્યું કે, જિલ્લાના ચાર જળાશયો ઓવરફ્લો થયા છે. વંથલી ઓઝત વિયર, આણંદપુર ઓઝત વિયર, બાંટવા ખારો અને કેરાળા ઉબેણ વીયર ઓવરફ્લો થયા છે. જિલ્લામાં વરસાદ ધીમો પડી જતા સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. ગિરનાર પર સૌપ્રથમ વરસાદ માપવાની કામગીરી કરવામાં આવી છે. અચાનક ગિરનાર પર વરસાદ પડવાથી જૂનાગઢમાં ભયંકર સ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પરથી સતત વરસાદના આંકડા મેળવી જુનાગઢ સીટીની ટીમને એલર્ટ આપવામાં આવશે. કાળવા વોકળાને ઉંડો અને પહોળો કરવામાં આવ્યો હોવાથી પાણીની ક્ષમતા વધી હોવાનો કલેક્ટરનો દાવો છે.

આ પણ વાંચો: મદરેસાના 5 શિક્ષકોને બાળ તસ્કર સમજી જેલમાં પૂર્યા, પછી કહે 'ભૂલ થઈ'

જૂનાગઢમાં ભારે વરસાદ ની પગલે દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યા. જૂનાગઢની વચ્ચેથી નીકળતી કાળવા નદી ભયાનક સ્વરૂપમાં વહેતી જાેવા મળી. ગત વર્ષની જેમ ફરી જુનાગઢનો વરસાદ હાહાકાર મચાવે તેવા તબાહીના દ્રશ્યો સર્જાયા છે. મોડી રાતે શરૂ થયેલા ધોધમાર વરસાદે લોકોના શ્વાસ અદ્‌ઘર કરી દીધા છે. જાેકે વહેલી સવારે રોકાયેલા વરસાદથી લોકોના જીવમાં જીવ આવ્યો છે. નહિ તો કુદરત શું દ્ર્‌શ્યો સર્જી દેત એની કલ્પના કરવી મુશ્કેલ હતી. હાલ સ્થિતિ સામાન્ય છે પરંતુ મોડી રાત તંત્ર પણ જાગતું રહ્યું અને લોકો પણ આભ ફાટયું હોય એમ વરસાદને જાેઈ ભયભીત થતાં રહ્યાં.

ભારે વરસાદના કારણે નાગઢ - કેશોદમાં એનડીઆરએફ ની ટીમ તૈનાત કરવામાં આવી , ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય , ૩૦ જવાનોની ટીમ આપત્તિ સમયે ઘેડ પંથકમાં રેસ્ક્યુની કામગીરી કરશે, રાહત બચાવની કામગીરી માટે જરૂરી તમામ સાધનો સાથે એનડીઆરએફની ટીમ કેશોદ પહોંચી.જૂનાગઢ કેશોદમાં નવા બનતા અંડરબ્રીજમાં ફસાઈ ગયેલા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે યુવક અંડરબ્રિજમાં પાણી ભરાતાં ફસાયો હતો ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર વિભાગે યુવકનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢ્યો હતો.

માણાવદર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ જાેવામળી છે. માણાવદરનું પાજાેદ ગામ પાણીમાં ગરકાવ થયું છે. ભારે વરસાદને પગલે પાજાેદ ગામ બેટમાં ફેરવાયું છે. ઓઝત નદીના પાણી ગામમાં ગોઠણ ડૂબ પાણી ફરી વળ્યાં છે. તંત્ર તરફથી કોઈ મદદ ન પહોંચતા લોકોમાં રોષ જાેવા મળ્યો છે. ગામમાં સવારથી જ પાણી ભરાતાં લોકોને પડી ભારે હાલાકી પડી રહી છે. માણાવદ થી જતો સરાડીયા પોરબંદર હાઇવે બંધ જેવી સ્થિતિમાં ઉપરવાસમાં પણ વધુ વરસાદ પડતાં માણાવદરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તો બંધ થતાં વાહનચાલકો મુસીબતમાં મૂકાયા છે. માણાવદરનાં પાજાેદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા.

વલસાડ જીલ્લામાં ભારે વરસાદને પગલે તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરી છે. વલસાડ ડીડીઓએ ટ્‌વીટ કરી માહિતી આપી હતી. તેમજ ભારે વરસાદ અને આગાહીને કારણે શિક્ષણ વિભાગ દ્વારા રજા જાહેર કરાઈ છે. વલસાડ તાલુકાની તમામ શાળા, કોલેજ, આઈટીઆઈ અને આંગણવાડી સહિતની સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવે છે. જીલ્લાનાં અન્ય તાલુકા ધમરપુર, કપરાડા, પારડી, વાપી અને ઉમરગામમાં પરિસ્થિતિ પ્રમાણે ર્નિણય લેવાશે. જીલ્લામાં આજે ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી અમારી જાતિનો છે, અમારી ઈચ્છા થશે ત્યારે પાણી આપીશું...


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.