15 દિવસ પછી પણ પોલીસ દલિત યુવકના મોતનું રહસ્ય ઉકેલી શકી નથી
અરવલ્લીના મોડાસામાં 15 દિવસ પહેલા થયેલા દલિત યુવક પ્રિત ચૌધરીના મોત મામલે પોલીસ 15 દિવસ પછી પણ કોઈ કડી શોધી નથી. હવે સીબીઆઈ તપાસની માંગ થઈ રહી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજથી 15 દિવસ પહેલા કોલિખડ ગામના આશાસ્પદ યુવક પ્રિત ચૌધરીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેની ડેડબોડી પર ઈજાના નિશાન હતા, જેને લઈને તેના પરિવારે તેની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ મામલે લોકલ હવે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પરંતુ આજકાલ કરતા 15 દિવસ વીતવા છતાં પોલીસને તેમાં કોઈ કડી મળી નથી. જેના કારણે હવે યુવકના પરિવારે સમગ્ર મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે.
આ આખી ઘટનામાં જે રીતે પોલીસ તપાસ કરી રહી છે તે જોતા મૃતકના પરિવારજનોનું માનવું છે કે, પોલીસ યોગ્ય રીતે આ મામલામાં તપાસ નથી કરી રહી. એવું લાગે છે કે, તે ચોક્કસ લોકોને બચાવવા પ્રયત્ન કરી રહી હોય. આથી જ તેમણે આ કેસ સીબીઆઈને સોંપવાની માંગ કરી છે.
ગઈકાલે મૃતક યુવાન પ્રિત ચૌધરીના પરિવારજનો સાથે સમગ્ર દલિત સમાજના લોકોએ મોડાસા ચાર રસ્તા પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં સમગ્ર અરવલ્લી જિલ્લામાંથી દલિત સમાજના આગેવાનોએ મૃતકના પરિવારજનોની પડખે ઉભા રહી પ્રિત ચૌધરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રિતના મોતને 15 દિવસ કરતા વધુનો સમય વીતી ગયો હોવા છતાં પોલિસ હજુ સુધી કોઈ ચોક્કસ તારણ સુધી પહોંચી શકી નથી, જેને લઇને દલિત-બહુજન સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ગઈકાલે મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકી ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ - પુરુષો તેમજ યુવાનો પહોંચ્યા હતા અને પ્રિતને ન્યાય મળે તેવી આશા સાથે મૌન પાળીને પોલીસ તંત્ર સુધી પોતાનો અવાજ પહોંચાડવા પ્રયત્ન કર્યો હતો. જોકે આટલા દિવસની પછી તપાસ વ્યર્થ ગઈ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કેમ કે, પોલીસને હજુ સુધી કોઈ ચોક્કસ પગેરું મળ્યું નથી.
અરવલ્લી જિલ્લાના મોડાસા-શામળાજી હાઇવે પર તત્વ આર્કેડના બેઝમેનમાંથી 4 જુલાઈના રોજ સાંજના સમયે પ્રિત ચૌધરી નામના દલિત યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના મોતને લઈને પરિવરજનો પર આભ તૂટી પડ્યું હતું. બીજી બાજુ તેનું મોત કુદરતી થયું છે કે હત્યા થઈ છે તેને લઇને કોકડું ગૂંચવાયું છે. કેમ કે, પોલીસ હજુ પણ અંધારામાં તીર મારી રહી છે.
આ પણ વાંચો: એલ.ડી. એન્જિનિયરીંગ કૉલેજના દલિત વિદ્યાર્થીની આત્મહત્યા કે હત્યા?
પ્રિત ચૌધરીના પરિવારજનોનું કહેવું છે કે, "તે ઘરેથી ગયો ત્યારે બેગ, ટિફિન સાથે હતું. આ સાથે જ તેના કાંડા પર ઘડિયાળ પહેરેલી હતી. જ્યારે મૃતદેહ મળ્યો ત્યારે સ્થળ પરથી આ તમામ ચીજવસ્તુઓ ગાયબ હતી." આ સાથે જ પગના ભાગે જોવા મળેલાં કેટલાક નિશાનોને લઈને પણ પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા કે પ્રિતની હત્યા કરવામાં આવી છે.
જ્યારે પીડિત પરિવારો તેમજ સમાજના આગેવાનોએ LCB પીઆઈને તપાસ બાબતે પૂછતા તેમણે મૌખિક રીતે જણાવ્યું હતું કે, "પોલિસે કૉલ ડિટેઈલ્સ સહિતની તપાસ કરી છે. આ સાથે કોમ્પલેક્ષની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા છે. વધુ તપાસ માટે 50 જેટલાં પોલીસ જવાનોની ટીમ કામે લાગી છે. પોલીસે મૃતદેહના અવશેષોને એફએસએલ માટે મોકલી આપ્યા છે, જેનો રિપોર્ટ ઝડપથી આવે તેવા પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવે તેવા પ્રયત્નો કરાયા છે."
અહીં એ યાદ રાખવું રહ્યું કે, ઘટના 4 જુલાઈના રોજ બની હતી. પરંતુ અત્યાર સુધી પોલીસે જે પણ તપાસ કરી તે અંધારામાં તીર માર્યા હોય તેવું લાગે છે. હવે તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. એક બાજુ પોલીસ કહે છે કે, તેમણે 50 જેટલા જવાનોની ટીમ બનાવીને તપાસ કરાવી છે છતાં કશું હાથ લાગ્યું નથી. તો એલસીબી ક્યા આધારે આ મામલામાં આગળ તપાસ કરશે તે સવાલ છે. પોલીસ હજુ FSL રિપોર્ટની રાહ જોઈને બેઠી છે, પણ તે મૃતકની બેગ, ચપ્પલ અને ઘડિયાળ પણ શોધી શકી નથી. એ સ્થિતિમાં મોડાસા પોલીસની સમગ્ર કામગીરી જ શંકાના દાયકામાં આવી જાય છે. પોલીસની આવી ઢીલી કામગીરી કોઈને છાવરવા માટે તો નથી થઈ રહીને, તેવો સવાલ હવે મૃતકના પરિવારજનોના મનમાં ઉઠી રહ્યો છે.
ઘટના શું હતી?
મોડાસા શહેરના શામળાજી રોડ પર જિલ્લા પોલીસ ભવન સામે આવેલ તત્વ આર્કેડના બેઝમેન્ટમાંથી 4 જુલાઈની સાંજે પ્રીત ગિરીશ ભાઈ ચૌધરી નામના અનુસૂચિત જાતિ સમાજના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પરિવારના આશાસ્પદ યુવકનું મોત થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને તેઓ દોડતા આવી પહોંચ્યા હતા. જો કે, આજકાલ કરતા આ ઘટનાને 15 દિવસ વીતી ગયા હોવા છતાં પ્રિતનું મોત કેવી રીતે થયું તે પોલીસ શોધી શકી નથી. પોલીસ આ મામલે એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહી છે.
થોડા દિવસ પહેલા મૃતક પ્રિતના પરિવારજનો તેમજ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ એસપી કચેરી ખાતે અરવલ્લી જિલ્લા એસપીને આ મામલે રજૂઆત કરી હતી. જે જગ્યાએથી પ્રિતનો મૃતદેહ મળી આવ્યો હતો તે જગ્યાએથી હજુ સુધી પોલીસને કોઈ ચીજવસ્તુ મળી નથી. પરંતુ તેના પરિવારજનોનું કહેવું છે કે તેની પાસે કોલેજ જવા માટેની બેગ હતી. આ સિવાય પણ કેટલીક ચીજોનો તેમણે ઉલ્લેખ કર્યો છે પણ તેમાનું કશું જ પ્રિતના મૃતદેહ પાસેથી મળ્યું નહોતું.
પરિવારજનોના કહેવા પ્રમાણે પ્રિત ઘરેથી કોલેજ જવા માટે બેગ અને ટિફિન લઈને નીકળ્યો હતો. સાંજના સુમારે તત્વ આર્કેડના બેઝમેન્ટમાંથી તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવેની માંગ સાથે જીલ્લા SPને રજૂઆત કરતા એસપીએ એફએસએલ રિપોર્ટ સુધી ધીરજ રાખવા જણાવ્યું છે. સાથે જ પ્રિત ઘરેથી કોલેજ ગયો ત્યારે બેગ સહિતની કેટલીક ચીજવસ્તુઓ તેની પાસે હતી પણ તે જે જગ્યાએથી તેનો મૃતદેહ મળ્યો, ત્યાંથી આમાંની કોઈ ચીજવસ્તુ મળી નથી હોવાની તેની હત્યા અન્ય જગ્યાએ કરાયા બાદ લાશ અહીં ફેંકી દીધી હોવાની આશંકા પણ નકારી શકાતી નથી.
પ્રિત અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામનો વતની હતો. તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં તેની કોલેજથી નજીક આવેલા તત્વ આર્કેડના પાછળના ભાગમાં આવેલા બેઝમેન્ટમાંથી મળી આવ્યો હતો. પોલીસ દ્વારા આ મામલે આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે. જો કે કેટલીક જગ્યાએ સીસીટીવી ન હોવાથી પોલીસ માટે પણ તપાસમાં અડચણો આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહના અવશેષોને એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા પછી, ખ્યાલ આવશે કે પ્રિતની હત્યા થઈ છે કે કુદરતી મોત. હાલ તો પોલિસ બનતા તમામ પ્રયાસ કરી રહી હોવાનું ASP એ જણાવ્યું હતું.
શરીર પર ઈજાના અનેક નિશાન હતા
19 વર્ષના પ્રિત ચૌધરીના મૃતદેહ પર ઈજાના અનેક નિશાન જોવા મળ્યા હતા. જેના કારણે તેના પરિવારજનોએ તેની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. જો કે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. જોવાનું એ રહેશે કે પ્રિતનું મોત ખરેખર કેવી રીતે થયું હતું.
આ પણ વાંચો: અમદાવાદ જેમ મોડાસામાં પણ દલિત એન્જિનીયરીંગ સ્ટુડન્ટનું ભેદી મોત
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Harishsolankiઆજ દિન સુધી બાયડ જાખરીયાઅમોદરા આંબલીયારા પોલીસ સ્ટેશનત્રણ ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં મરનાર વ્યક્તિનો મોતનું રાજ હજુ સુધી બતાવી શકી નથી લાશ મળી એ પણ દલિત જ હતો 19 વર્ષ નો યુવાન