ખેડાના ઠાસરામાં રૂપાલાના વિરોધમાં દલિત સમાજે આવેદનપત્ર આપ્યું

પુરૂષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં દલિત સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેને લઈને ઠાસરામાં દલિત આગેવાનો આગળ આવ્યા છે.

ખેડાના ઠાસરામાં રૂપાલાના વિરોધમાં દલિત સમાજે આવેદનપત્ર આપ્યું

રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાના વિવાદાસ્પદ વિધાનોને લઇને દલિત સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. જેને લઈને ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના દલિત સમાજે આજે આ મામલે ઠાસરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રૂપાલા સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. 

કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના સાંસદ પુરૂષોત્તમ રૂપાલાએ ગોંડલ ખાતે એક જાહેર કાર્યક્રમમાં દલિત સમાજની લાગણી દુભાય તેવા અપમાજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. જેમાં તેમણે વાલ્મિકી સમાજ અને તેમના કાર્યક્રમ વિશે એલફેલ વાતો કરી હતી. રૂપાલા અગાઉ પણ દલિત સમાજ વિશે બેફામ વાણીવિલાસ કરી ચૂક્યા છે. અગાઉ તેમણે કરેલા કથિત વિધાન ઢોર, નારી, શુદ્ર, ગંવાર બધાને મારવામાં આવે તો જ સીધા ચાલે, ને લઇને પણ દલિત સમાજમાં રોષની લાગણી ફેલાયેલી છે. ત્યારે આજે ઠાસરા તાલુકા દલિત સમાજે રૂપાલાના આ વિધાનને દલિતો માટે અપમાનજનક ગણાવી તેમની સામે રોષ દર્શાવ્યો હતો. 

દલિત અગ્રણીઓ અરવિંદભાઈ સેનવા, ગીતાબેન મકવાણા, અંબાલાલ ચૌહાણ, હસમુખભાઈ રોહિત, મુકેશભાઈ સેનવા, ચિરાગભાઈ સેનવા વગેરેએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઠાસરા પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું અને દલિત સમાજનાં અપમાન અંગે રૂપાલા સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી છે.

આ પણ વાંચો: EXCLUSIVE: અમદાવાદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની કચેરી રામભરોસે, 90 ટકા સ્ટાફની ઘટ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.