આંબાના ઝાડ પર બે દલિત યુવતીઓની લાશ લટકતી મળી આવી
એક ગામમાં બે દલિત દીકરીઓની આંબાના ઝાડ પર લટકતી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. જાણો શું છે આખો મામલો.
જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ગુજરાત આખામાં ભારે વરસાદને કારણે તબાહી મચેલી રહી. ખાસ કરીને ગુજરાતના લગભગ તમામ ગામોની દલિત વસ્તીઓમાં વરસાદી પાણીનો ભરાવો થયેલો જોવા મળ્યો. સેંકડો ગામોમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. ગામડાઓમાં આમ પણ સામાન્ય વરસાદમાં ગુજરાત સરકારનું જીઈબી ખાતું વીજકાપ મૂકી દે છે, તેમને આ વરસાદમાં વીજળી ગુલ માટે મોટું બહાનું મળી ગયું હતું. દલિતવાસમાં પાણીના ભરાવા અને વીજળી ગુલ થવાથી પરિસ્થિતિ વણસી રહી હતી. એ દરમિયાન એક એવી ઘટના સામે આવી છે જેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે.
એક ગામમાં બે દલિત છોકરીઓની લાશ આંબાના ઝાડ પર લટકતી મળી આવી છે. બંને દીકરીઓ એક જ ગામની હતી અને જન્માષ્ટમીનો તહેવાર પર લાગેલા મેળામાં ફરવા માટે ગઈ હતી. એ પછી મોડી સાંજે પણ બંને પરત ન ફરતા તેમના પરિવારજનોને લાગ્યું કે, તેઓ તેમના સગાને ત્યાં રોકાઈ ગઈ હશે. પણ બીજા દિવસે સવારે તેમને એક વ્યક્તિએ સમાચાર આપ્યા કે તેમની દીકરીઓ તો આંબાના ઝાડ પર એક જ દુપટ્ટાથી ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી મળી આવી છે. એ પછી બંનેના પરિવારો દોડીને ઘટના સ્થળે પહોંચ્યાં હતા.
ઘટના જાતિવાદના એપીસેન્ટર અને હવે મહિલાઓ સામેના અત્યાચારોમાં પણ કુખ્યાત બની ચૂકેલા ઉત્તરપ્રદેશ(Uttar)ની છે. અહીંના ફરુખાબાદના ભગૌતીપુરા બે દલિત છોકરીઓની આંબાના ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ મળી આવી છે. એક ગામની બે દલિત દીકરીઓના આ રીતે મૃતદેહ મળી આવતા નાનકડા આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવતીઓના પરિવારજનોનો આરોપ છે કે તેમની દીકરીઓની હત્યા કરી દેવામાં આવી છે. જો કે પોલીસે આ મામલે હત્યા થયાનો ઈનકાર કર્યો છે અને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ અધિકારીઓએ બંને દીકરીઓની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. હવે પોલીસે તેના રિપોર્ટની રાહ જોઈ રહી છે.
આ પણ વાંચો: દલિત યુવક ત્રણ દિવસથી ગુમ હતો, ચોથા દિવસે ઝાડ સાથે લટકતી લાશ મળી
ઘટના ફરુખાબાદના કાયમગંજ વિસ્તારની છે. અહીં રામવીર જાટવની 18 વર્ષની દીકરી બબલી અને મહેન્દ્ર જાટવની 15 વર્ષની દીકરી શશિના મૃતદેહ આંબાના ઝાડ સાથે લટકતા મળી આવતા નાનકડા આ વિસ્તારમાં હોબાળો મચી ગયો છે. બબલી અને શશિ બંને બહેનપણીઓ હતી અને જન્માષ્ટમીના તહેવાર પર ગામ પાસે આવેલા મેળામાં ફરવા માટે ગઈ હતી. જો કે રાત પડી જવા છતાં બંને ઘરે પરત ફરી નહોતી. પરિવારજનોએ વિચાર્યું કે બંને ગામમાં જ આવેલા તેની દાદીના ઘરે રોકાઈ ગઈ હશે. પણ સવારે તેમને કોઈએ આવીને સમાચાર આપ્યા કે, તેમની દીકરીઓની લાશ ગામ બહાર એક આંબાના બગીચામાં ઝાડ સાથે લટકતી જોવા મળી છે. બંનેએ એક જ દુપટ્ટાથી ગળેફાંસો ખાધો હોવાનું જણાય છે.
કુમળી વયની દીકરીઓની લાશ મળ્યાનું જાણીને તેમના પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું અને રોઈ રોઈને તેઓ પાગલ જેવા જઈ ગયા છે. બંને દીકરીઓ પૈકી એકના પિતાએ આ મામલે હત્યાનો આરોપ લગાવ્યો છે. જો કે પોલીસે આ મામલે હજુ કશું પણ કહેવાનો ઈનકાર કરી દીધો છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે એ પછી જ અમુક બાબતો સ્પષ્ટ થશે. પોલીસના જણાવ્યા પ્રમાણે તેમને સ્થળ પરથી એક મોબાઈલ ફોન અને સીમકાર્ડ મળી આવ્યા છે. જેના આધારે આ મામલાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: 13 વર્ષની દલિત સગીરાની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Navinજ્યાર સુધી બાળકી ઓ મહિલા ઓ ના અપહરણ કરી બલાત્કાર ગુજારી તેમને ખતમ કરનાર ગુનેહગાર લોકો ને ત્વરિત કાર્યવાહી થકી સખત સજા ફાસી ના માંચડે લટકાવી દેવામાં નહી આવે ત્યાં સુધી આવા અસામાજિક તત્વો ને કોઈ ભય ખોફ નહી રહે, સુરત શહેરમાં એક સભા મા મોદીએ કહ્યું હતું કે બલાત્કારી ને ત્રણ દિવસ ની અંદર ફાસી ની સજા કરવામાં આવશે, માત્ર કહેવા પૂરતું, કેમ નથી એ જે કહે છે તે ક્યારેય કરતો નથી,