RSS ના વડા મોહન ભાગવતને વડાપ્રધાન જેવી સુરક્ષા અપાઈ

આરએસએસ(RSS)ના વડા મોહન ભાગવતની સુરક્ષાને વડાપ્રધાન અને ગૃહમંત્રી જેવી સુરક્ષા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાણો શું કારણ છે.

RSS ના વડા મોહન ભાગવતને વડાપ્રધાન જેવી સુરક્ષા અપાઈ
image credit - Google images

Mohan Bhagwat Z plus Security: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) ના વડા મોહન ભાગવતની સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. હવે તેમને પીએમ મોદી અને કેન્રીવાય ગૃહમંત્રી અમિત શાહ જેવી સુરક્ષા વ્યવસ્થા પુરી પાડવામાં આવશે.

મળતી માહિતી મુજબ તેમની સુરક્ષા કેટેગરી Z+ થી વધારીને એડવાન્સ સિક્યોરિટી લાયઝન(ASL) કરવામાં આવી છે. આમ હવે સંઘના વડા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જેમ ઉચ્ચ સિક્યોરિટી ભોગવશે. 

જાણકારી મુજબ તાજેતરમાં ગૃહ મંત્રાલય દ્વારા સમીક્ષા હાથ ધરવામાં આવી હતી, જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. અગાઉ ભાગવતની ઝેડ-પ્લસ(Z+) સુરક્ષામાં સીઆઈએસએફ(CISF)ના ડેપ્યુટેશન પર અધિકારીઓ અને ગાર્ડ સામેલ હતા.

આ પણ વાંચો: યુપી પેટાચૂંટણીમાં RSSના કાર્યકરો અનામત-બંધારણ મુદ્દે દલિતોને સમજાવશે

દિલ્હીના સૂત્રોએ જણાવ્યું હતું કે આરએસએસ વડાને કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનો સહિત બીજા પણ અનેક સંગઠનોના નિશાન પર છે. તેમની વધતી ધમકીઓ અને વિવિધ એજન્સીઓ પાસેથી મળેલી માહિતીને પગલે ગૃહ મંત્રાલયે મોહન ભાગવતને એએસએલ પ્રોટેક્ટેડ પર્સન" તરીકે જાહેર કર્યા છે. આ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અપગ્રેડ વિશે સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે.

ASL હેઠળ સંરક્ષિત વ્યક્તિની સુરક્ષા સાથે સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, આરોગ્ય અને અન્ય વિભાગો જેવી સ્થાનિક એજન્સીઓની સામેલગીરી ફરજિયાત છે. તેમાં બહુ-સ્તરીય સુરક્ષા કોર્ડન સામેલ છે. હેલિકોપ્ટર મુસાફરીની પરવાનગી ફક્ત ખાસ ડિઝાઇન કરેલા હેલિકોપ્ટરમાં જ આપવામાં આવશે.

આ પણ વાંચો: RSSના મુખપત્ર ‘પાંચજન્ય’માં જાતિ પ્રથાને 'જરૂરી' ગણાવવામાં આવી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.