રેલવે બોર્ડના સીઈઓ પદે પહેલીવાર દલિત અધિકારીની નિમણૂંક
ભારતીય રેલવે બોર્ડમાં સીઈઓને સૌથી મોટું પદ માનવામાં આવે છે. આ પદ પર ઈતિહાસમાં પહેલીવાર એક દલિત અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.
First Dalit CEO Of Railway Board: ભારતીય રેલવે તમે જ્યારે પણ મુસાફરી કરતા હશો ત્યારે એક બાબત તરત તમારી નજરમાં આવી હશે કે મોટાભાગે રેલવેના ઉચ્ચ અધિકારીઓ તિવારી, મિશ્રા, ગુપ્તા, શુક્લા, દ્વિવેદી, ત્રિવેદી કે ચતુર્વેદી હશે. જેમ ભારતરત્ન સહિત દેશના મોટાભાગના પદો પર આ લોકો હાવી થઈ ગયા છે તે જ સ્થિતિ મલાઈદાર રેલવે બોર્ડમાં છે. પણ ઈતિહાસમાં પહેલીવાર રેલવે બોર્ડમાં ટોચના પદે એક દલિત અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે ભારતીય રેલવે મેનેજમેન્ટ સર્વિસ (IRMS) ના અધિકારી સતીશ કુમાર(Satish Kumar)ને રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રેલ્વે બોર્ડના વર્તમાન ચેરપર્સન અને સીઈઓ જયા વર્મા સિન્હા 31 ઓગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારબાદ સતીશ કુમાર ચાર્જ સંભાળશે.
રેલ્વે બોર્ડના ચેરમેનને રેલ્વેનું સૌથી મોટું પદ માનવામાં આવે છે અને આ પદ પર પ્રથમ વખત એક દલિત અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. તેમની નિયુક્તિને કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સતીશ કુમારનો લખનઉ અને વારાણસી સાથે જૂનો સંબંધ રહ્યો છે. અગાઉ તેમણે લખનઉ ડિવિઝનમાં ડિવિઝનલ રેલ્વે મેનેજર તરીકે સેવા આપી છે. આ સિવાય તેઓ બનારસ રેલવે કારખાના (બરેકા)માં પણ કામ કરી ચૂક્યા છે.
આ પણ વાંચો: આંબેડકર તમે આવા ય હતા?
રેલવે બોર્ડના અધ્યક્ષને રેલવેનું સૌથી મોટું પદ માનવામાં આવે છે અને આ પદ પર પ્રથમ વખત કોઈ દલિત અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય રેલવે સેવા મિકેનિકલ એન્જીનીયર્સની 1986 બેંચના અધિકારી સતીશ કુમાર ઔપચારિક રીતે માર્ચ 1988માં ભારતીય રેલવે સેવામાં જોડાયા હતા. તેમની પાસે 34 વર્ષનો લાંબો અનુભવ છે. ભારતીય રેલ્વેમાં તેમના લાંબા કાર્યકાળ દરમિયાન, તેઓ જનરલ મેનેજર સહિત ઘણા મુખ્ય હોદ્દા પર રહ્યા છે.
1986 બેંચના ભારતીય રેલ્વેના મિકેનિકલ એન્જિનિયર સતીશ કુમારનો ઉત્તર પ્રદેશ સાથે જૂનો સંબંધ છે. તેમણે મધ્ય રેલવેના ઝાંસી ડિવિઝનમાંથી નોકરીની શરૂઆત કરી હતી. સતીશ કુમારે બનારસ રેલવે કારખાના (બરેકા)માં ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિનિયર (પ્લાનિંગ) તરીકે પણ કામ કર્યું છે. તેમણે ઉત્તર રેલવેના લખનઉ ડિવિઝનમાં પણ કામ કર્યું છે. તેઓ વર્ષ 2017 થી 2019 સુધી લખનઉમાં ડિવિઝનલ રેલવે મેનેજર તરીકે નિયુક્ત થયા હતા.
લખનૌમાં DRM તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન રેલવેના માળખાને મજબૂત કરવાના ઘણા કામો કરવામાં આવ્યા હતા. સતીશ કુમાર ઉત્તર મધ્ય રેલવે, પ્રયાગરાજમાં જનરલ મેનેજર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. જાણકારોનું માનવું છે કે સતીશ કુમારના રેલવે બોર્ડના અધ્યક્ષ બનવાથી લખનઉ અને વારાણસી સહિત ઉત્તર પ્રદેશના રેલવે પ્રોજેક્ટને ઘણો વેગ મળશે.
એક વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય રેલવેમાં તેમના વ્યાપક અનુભવ અને યોગદાનને ધ્યાનમાં રાખીને ગત જાન્યુઆરી મહિનામાં તેમને એમટીઆરએસ(MTRS)નિયુક્ત કરવામાં આવ્યા હતા. રેલવેમાં આ એક મહત્વપૂર્ણ પોસ્ટ છે જે સમગ્ર રેલવેમાં ટ્રેક્શન અને રોલિંગ સ્ટોકના મહત્વપૂર્ણ પાસાઓનું ધ્યાન રાખે છે. હવે સતીશ કુમારને રેલવે બોર્ડના અધ્યક્ષ તરીકે રેલવેના સર્વોચ્ચ પદની જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ ભારતીય રેલવેની વિવિધ યોજનાઓની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરશે.
આ પણ વાંચો: જો બાબાસાહેબ મારા દાદાને ઔરંગાબાદ ન લાવ્યા હોત તો હું આજે આ જજની ખુરશી પર ન બેઠો હોત - જસ્ટિસ પ્રસન્ના
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Jeshingbhaiઆશા છે કે સતીશ કુમાર પોતાની કુશળતાનો પ્રમાણિકપણે દેશના વિકાસ માટે સમાનતાને ધ્યાને રાખી સમાજના છેવાડાના માણસ સુઘી પોતાની દીર્ઘદ્રષ્ટિ લંબાવી લાંબાગાળાનું આયોજન કરશે. કારણ કે છેવાડાના માણસનો જ્યાં સુઘી વિકાસ ના થાય ત્યાં સુધી દેશનો વિકાસ સંભવ જ નથી.