GPSC Result 2023: મેરિટમાં પસંદગી પામેલા 13 SC ઉમેદવારો પૈકી 11 open મેરિટમાં પસંદગી પામ્યા
GPSC Class 1-2નું અંતિમ પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. વર્ગ-1ની 73 અને વર્ગ-2ની 75 જગ્યાઓ માટે કુલ 183 ઉમેદવારોની પસંદગી યાદી પ્રકાશિત થઈ ગઈ છે જેમાં SC સમાજમાંથી કુલ 13 ઉમેદવારો મેરિટમાં સ્થાન મેળવવામાં સફળ થયા છે. એસસી અનામત જગ્યાઓ વર્ગ-1માં Nil અને વર્ગ-2માં ફક્ત 2 હતી. જેની સામે કુલ 13 એસસી યોદ્ધાઓ મેરિટમાં સ્થાન મેળવવામાં સફળ થયા છે. એટલે કે 11 ઉમેદવારો ઓપન મેરિટમાં પસંદગી પામ્યા છે.
મેરિટમાં 5માં ક્રમે ક્વોલિફાય થનાર તેજસ્વી વાઘેલા ક્લાસ વન અધિકારી બનશે
એસસી અનામત કેટેગરીમાં ક્લાસ 1 અને 2ની મળીને ફક્ત બે જ જગ્યાઓ હતી. જેની સામે 11 એસસી ઉમેદવારોએ ઓપન મેરિટમાં સ્થાન મેળવીને પોતાની ક્ષમતા સાબિત કરી બતાવી છે. આ યાદીમાં 5માં ક્રમે ક્વોલિફાય થનાર તેજસ્વી વાઘેલા 478+ મેરિટ મેળવીને ક્લાસ વન અધિકારી બનશે તે નક્કી છે. આ સિવાય અન્ય ત્રણ યુવતીઓ પણ ઓપન મેરિટમાં મેદાન મારી ગઈ છે. આ પરિણામ સમગ્ર એસસી સ્પર્ધકો માટે પ્રોત્સાહક છે. કેમ કે, જાહેરાતમાં એસસીની ઓછી જગ્યાઓ જોઈને ઘણાં ઉમેદવારો હતાશ થઈ જતા હોય છે. એવામાં આ પરિણામોએ તેમનામાં એક નવી ઉર્જા ભરી દીધી છે કે ઓપન મેરિટમાં સ્કોર કરવાનું તમારા હાથમાં છે.
કુલ 183 જગ્યાઓ માટેની જાહેરાત વર્ષ 2021માં પ્રસિદ્ધ થઈ હતી
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2021માં નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની (ડીવાયએસપી) કુલ ૮, જિલ્લા/નાયબ રજિસ્ટ્રારની કુલ ૧, સહાયક રાજ્ય વેરા કમિશનરની કુલ ૪૮, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૧; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ ની કુલ ૭૩ જગ્યાઓ તથા મામલતદારની કુલ ૧૨, તાલુકા વિકાસ અધિકારીની ૧૦, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રારની ૧૦, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની ૧, સરકારી શ્રમ અધિકારીની ૨, રાજ્યવેરા અધિકારીની ૭૫ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ ની કુલ ૧૧૦ જગ્યાઓ મળીને ક્લાસ 1-2ની મળીને 183 જગ્યાઓ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
અંતિમ મેરિટ નીચે મુજબ રહ્યું
પુરુષ મહિલા
OPEN 439 433
EWS 436 427
SEBC 432 411
SC 436 415
ST 389 385
માહિતીઃ મૂળચંદ રાણા
Read Also: JAI BHIM Donors Clubની જય હો! NEETની તૈયાર કરતા ગરીબ વિદ્યાર્થીની ફી ભરી આપી