મેન્યુઅલ સફાઈકામ: સુરતમાં સેપ્ટિક ટાંકી સાફ કરતી વખતે બિહારના 4 કામદારોના મોત

મેન્યુઅલ સફાઈકામ: સુરતમાં સેપ્ટિક ટાંકી સાફ કરતી વખતે બિહારના 4 કામદારોના મોત
Photo By Google Images

15 નવેમ્બરના રોજ સુરતમાં સેપ્ટિક ટાંકીમાં ચાર પરપ્રાંતિય કામદારોના મોત થયા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે તે બધા બિહારના પરપ્રાંતિય કામદારો હતા. તેને આઠ સેપ્ટિક ટાંકીઓ સાફ કરવા માટે એક કંપની દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

શરૂઆતમાં કામદારોને આ કામ માટે મશીન આપવામાં આવ્યા હતા, જો કે મશીનો કામમાં નિષ્ફળ જતાં તેમાંથી એકને લગભગ 25 ફૂટ ઊંડી ગટરની ટાંકીમાં ઉતરવાની ફરજ પડી હતી. સુરત ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક એચ.એલ. રાઠોડના જણાવ્યા મુજબ, જ્યારે પ્રથમ સફાઈ કામદાર તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો, ત્યારે અન્ય ત્રણ લોકોએ તેનું અનુસરણ કર્યું અને બધા બેભાન થઈ ગયા.

ઇમરજન્સી કોલ મળ્યા બાદ, ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, પરંતુ સેપ્ટિક ટાંકીમાંથી બેભાન કામદારોને બચાવવા માટે ફાયર કર્મચારીઓના પ્રયત્નો છતાં, 108-ઇમરજન્સી ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા. અહેવાલો અનુસાર ચારેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે સંકેત આપ્યો છે કે, જો કે પ્રાથમિક દૃષ્ટિએ તે અકસ્માત હોવાનું જણાય છે, જો કોઈ લાપરવાહીના પુરાવા મળશે, તો તેઓ તેની સાથે ખંતપૂર્વક કાર્યવાહી કરશે.

જો કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ લાંબા સમયથી ગેરકાયદેસર છે, તે હજુ પણ સમાજમાં પ્રચલિત છે.માનવ અધિકાર માટેના યુએન હાઈ કમિશનર નવી પિલ્લઈએ આ પ્રથાને "ભયાનક પ્રથા" તરીકે વર્ણવે છે. ભારતમાં છેલ્લા 5 વર્ષમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગને કારણે લગભગ 340 લોકોના મોત થયા છે.

ઑક્ટોબર 20, 2023ના રોજસુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મેન્યુઅલ સ્કેવેન્જિંગની પ્રથાને સંપૂર્ણ નાબૂદ કરવાની ખાતરી કરવા માટે નિર્દેશ જારી કર્યો. વધુમાં કોર્ટે ગટર સાફ કરતી વખતે જીવ ગુમાવનારા કામદારોના પરિવારો માટે વળતર 10 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કર્યું છે.

ગટર લાઇન અથવા સેપ્ટિક ટાંકીમાંથી માનવ મળમૂત્રને મેન્યુઅલી દૂર કરવાની પ્રથાને ગેરકાયદેસર અને પ્રતિબંધિત કરતો કાયદો મેન્યુઅલ સ્કેવેન્જર્સ રૂપે રોજગાર પર પ્રતિબંધ અને તેમના પુનર્વસન અધિનિયમ 2013 હોવા છતાં દેશના વિવિધ ભાગોમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ ચાલુ છે. 

2023માં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું કે 1993થી સમગ્ર ભારતમાં ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરતી વખતે લગભગ 1035 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટ હેઠળ નોંધાયેલા 616 કેસોમાંથી, માત્ર એકને જ સફાઈ કામદારોને સલામતી સાધનો ઉપલબ્ધ કરાવવામાં બેદરકારીને કારણે દોષિત ઠેરવવામાં આવ્યો છે. સરકારે કહ્યું હતું કે તેનું લક્ષ્ય 2021 સુધીમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગને દૂર કરવાનું છે, આમ છતાં આ દિશામાં હજી પરિસ્થિતિ સરકારી દાવાથી ઘણી વિપરીત જણાઈ રહી છે. 

આ પણ વાંચો:ભાવનગરમાં ગટરની અંદર સફાઈ માટે ઉતરેલા બે લોકો ગૂંગળાયા, એક સફાઈકર્મીનું મોત, એકની હાલત ગંભીર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.