દહેગામના વાસણા સોગઠીમાં ગણપતિ વિસર્જનમાં 8 લોકોના મોત

દહેગામના વાસણા સોગઠી ગામની મેશ્વો નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન 10 લોકો ડૂબ્યા હતા જેમાંથી 8 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે.

દહેગામના વાસણા સોગઠીમાં ગણપતિ વિસર્જનમાં 8 લોકોના મોત
image credit - khabarantar.com

ગાંધીનગર પાસેના વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં મેશ્વો નદીમાં ૧૦ યુવાનો ડૂબ્યા છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે અને 8 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. છે જયારે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. આ ઘટના સર્જાતા લોકોના ટોળા ઉમટી પડ્યા છે. મળતી માહિતી પ્રમાણે હાલમાં સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પાંચ લોકોના મૃતદેહ મળ્યા હોવાની પ્રથામિક માહિતી સામે આવી છે.

આ લોકો ગણપતિ વિસર્જન દરમિયાન અહીંથી વહેતી મેશ્વો નદીમાં આવેલા ચેકડેમમાં ન્હાવા કૂદ્યા હતા અને આ દરમિયાન જ ડૂબી જવાથી લગભગ 8 લોકો મૃત્યુ પામી ગયા હતા જ્યારે 2થી વધુ લોકોને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. રાહત અને બચાવ ટુકડી સહિત પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. 

આજે વાસણા સોરઠી ગામે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો, એ દરમિયાન ધામધૂમથી ગણેશજીને વિદાય આપવાની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ હતી. ગણેશ વિસર્જન માટે ગ્રામજનો મેશ્વો નદીએ જવાના હતા. તે દરમિયાન ગામના કેટલાક યુવાનો અગાઉથી નદીએ પહોંચી ન્હાવા માટે કૂદ્યા હતા. ત્યારબાદ વિસર્જન માટે પાછળથી આવી રહેલા ગ્રામજનોએ આ યુવાનોને ડૂબતાં જોઇ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ 8 લોકો ડૂબી જતાં તેમના મોત નિપજતાં તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ 2 લોકો ગુમ હોવાથી શોધખોળ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 

ગામમાં શોકનું મોજું ફરી વળ્યું

મળતી માહિતી મુજબ આ યુવાનો વાસણા- સોગઠી ગામના મોટાવાસના રહેવાસી છે. જેમાંથી 4-5 યુવાનો કાકા-બાપાના દિકરા છે જ્યારે અન્ય મિત્રો છે. આ અરેરાટીભરી ઘટનાથી ગામમાં ગમગીનીભર્યું વાતાવરણ સજાર્યું છે. પોલીસ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગામડાના સ્થાનિકોએ ગામના લોકોને જ્યારે આ ઘટનાની જાણ થઇ તો ઊહાપોહ મચી ગયો હતો અને મોટાભાગના લોકો દોડી આવ્યા હતા અને ડૂબી જનારા યુવાનોને બચાવવાના પ્રયાસ હાથ ધરાયા હતા. આ દરમિયાન નદીમાં ગણેશ વિસર્જન કરનારા લોકો મદદ કરવા દોડી આવ્યા હતા. અત્યાર સુધીમાં 8 મૃતદેહો મળી આવતા મા હોલ ગમગીન બન્યો હતો. 

આ પણ વાંચો: દેખાતો નહોતો પણ અમીન સાહેબ ની પીઠ પાછળ સાવરણી અને ગળામાં કુલડી વળગેલા હતા

ફાયરબ્રિગેડ, મામલતદાર, ટીડીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ આ યુવાઓને બચાવવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા પણ મોટાભાગના યુવાનો ડૂબી જવાથી મૃત્યુ પામી ગયા હતા. જ્યારે હજુ સુધી 2ની શોધખોળ તો ચાલી જ રહી છે. 

પાટણમાં એક જ પરિવારના 4 લોકો ડૂબાયા હતા

હજુ બે દિવસ પહેલા પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જવાથી પ્રજાપતિ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. બાદ જિલ્લા વહીવટી તંત્રએ સરસ્વતી નદીના કિનારે ૨૦ જેટલા પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે. જિલ્લા ફાયર ઓફિસર સ્નેહલ મોદીએ ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ડિઝાસ્ટર વિભાગ દ્વારા સરસ્વતી નદીમાં એક બોટ તૈનાત કરવામાં આવી છે અને આ બોટ અને પોલીસ દળ ગણેશ ઉત્સવ પૂર્ણ થાય ત્યાં સુધી સરસ્વતી નદીમાં કાર્યરત રહેશે.

પાંચ દિવસ સુધી ભગવાન ગણેશનું સ્થાપન કર્યા બાદ પાટણનો પ્રજાપતિ પરિવાર બુધવારે ગણેશ વિસર્જન માટે સરસ્વતી નદીમાં ગયો હતો. આવતા વર્ષે તુ સુખ આના આના ના નાદ સાથે પરિવારના તમામ સભ્યો ખુશ હતા. પરંતુ, કુદરતના મનમાં કંઈક બીજું હતું. બાળક ડૂબી ગયા બાદ તેને બચાવવા માટે એક પછી એક છ લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું. જેમાં ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. પરંતુ શીતલબેન, જીમિત, દક્ષ અને નયનભાઈના મૃત્યુથી આ ખુશી ફીકી પડી ગઈ હતી. આ ચાર લોકોની તેમના વિઘટન પહેલાની છેલ્લી તસવીરો પણ સામે આવી છે જેમાં દરેક ખુશ દેખાઈ રહ્યા છે. જો કે તેમને આવનાર મોતનો ખ્યાલ નહોતો.

આ પણ વાંચો: ગણેશજીના વિસર્જનમાં સરસ્વતીએ એક જ પરિવારના 4નો ભોગ લીધો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.