ચિરાગ પાસવાન બિહારની ચૂંટણી પહેલા કેન્દ્રીય રાજકારણ છોડી દેશે?
લોકજનશક્તિ પાર્ટી રામવિલાસના અધ્યક્ષ ચિરાગ પાસવાન બિહારમાં પોતાને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જુએ છે. માટે તેઓ મોટો નિર્ણય લેવા જઈ રહ્યાં છે.
લોક જનશક્તિ પાર્ટી(રામવિલાસ)(LJP-R)ના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન(CHIRAG PASWAN) કેન્દ્રીય રાજકારણ છોડીને બિહાર(BIHAR)ના રાજકારણ(POLITICS) પર ધ્યાન કેન્દ્રિત કરશે તેવા સંકેતો મળી રહ્યાં છે. બિહારમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હાલ નીતિશ કુમારનું રાજકીય અસ્તિત્વ જોખમમાં છે. એવામાં ચિરાગ પાસવાન પોતાને બિહારના મુખ્યમંત્રી તરીકે જોઈ રહ્યાં છે અને એટલા માટે જ તેઓ કેન્દ્રીય રાજકારણ છોડીને બિહારના રાજકારણમાં પરત ફરવા માંગે છે.
એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં ચિરાગે જણાવ્યું હતું કે, તેઓ વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરેલા વિશ્વાસને પૂરી ઈમાનદારી સાથે પૂર્ણ કરશે. સાથે જ તેમણે બિહારના વિકાસને પોતાની પ્રાથમિકતા ગણાવી હતી. તેમણે કહ્યું કે તેઓ બિહારને એક વિકસિત રાજ્ય બનાવવા માંગે છે, જ્યાં સ્થળાંતર ન થાય અને લોકોને તમામ સુવિધાઓ મળે. ચિરાગ પાસવાને એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી. તેમણે કહ્યું કે કેન્દ્રીય રાજનીતિ તેમની પ્રાથમિકતા છે પરંતુ તેઓ બિહારના વિકાસ માટે પણ કામ કરશે.
હાજીપુરના સાંસદે કહ્યું, 'કેન્દ્રીય મંત્રી હોવાના કારણે મારી પ્રાથમિકતા કેન્દ્રીય રાજનીતિ છે. પરંતુ હું બિહાર ફર્સ્ટ-બિહારી ફર્સ્ટના વિચાર સાથે રાજકારણમાં આવ્યો છું. આવી સ્થિતિમાં બિહાર પણ મારી પ્રાથમિકતામાં આવે છે. બંને જવાબદારીઓને સંતુલિત કરવાનો આ સમય છે. હું તેને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ.
આ પણ વાંચો: RSS એ જાતિ ગણતરીને ટેકો આપ્યો, કોનું દબાણ કામ કરી ગયું?
ચિરાગ પાસવાને કહ્યું કે આવતા વર્ષે યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ સારું પ્રદર્શન કરશે. તેમણે કહ્યું કે નીતીશ કુમારના નેતૃત્વમાં એનડીએ ૨૦૨૫ની ચૂંટણી લડશે અને પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે.
તેમણે કહ્યું, "આવતા વર્ષે બિહારમાં વિધાનસભાની ચૂંટણી છે. હું માનું છું કે એનડીએ ત્યાં પણ સારું પ્રદર્શન કરશે. એનડીએ વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણી લડશે. મને વિશ્વાસ છે કે બિહારની જનતાને ડબલ એન્જિન સરકારમાં પૂરો વિશ્વાસ છે. આવી સ્થિતિમાં, હું માનું છું કે બિહારમાં ફરીથી પૂર્ણ બહુમતી સાથે એનડીએ સરકાર બનશે."
JDU અને BJP માં મોટા ભાઈ કોણ? આ સવાલ પર ચિરાગ પાસવાને કહ્યું કે આવા સવાલોથી ગઠબંધનમાં મતભેદ થાય છે. ગઠબંધનમાં દરેક પાર્ટી મહત્વપૂર્ણ છે. તેમણે દાળમાં મીઠાનું ઉદાહરણ આપતાં કહ્યું કે, જેમ દાળમાં મીઠું મહત્વનું છે, તેવી જ રીતે મહાગઠબંધનમાં દરેક પક્ષનું મહત્વ છે."
તેમણે કહ્યું, 'હું કેન્દ્રીય ખાદ્ય સુરક્ષા મંત્રી છું તેથી મને ખબર છે કે ખાદ્ય પદાર્થોને કેવી રીતે વધુ સારા બનાવવામાં આવે છે. તમે દાળમાંથી મીઠું કાઢો લો, મીઠું માત્ર એક ચપટી ઉમેરવામાં આવે છે. પછી કેવો સ્વાદ આવે છે? તેવી જ રીતે ગઠબંધનમાં દરેક નાના-મોટા પક્ષોનું મહત્વ હોય છે. જાો તમે નાના ભાઈ વિના પરિણામ જ આપી શકો તો, મોટા ભાઈનો શું અર્થ?"
આ પણ વાંચો: લેટરલ એન્ટ્રી મુદ્દે NDAમાં તિરાડઃ ભાજપના ત્રણ સાથી પક્ષો વિપક્ષ સાથે