ફક્ત ડૉ. આંબેડકરના કારણે જજ બની શક્યો છું – જસ્ટિસ બી.આર. ગવઈ

2025માં ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનવા જઈ રહેલા જસ્ટિસ ગવઈએ ખુલ્લા મંચ પરથી કહ્યું કે હું માત્ર અને માત્ર ડો. ભીમરાવ આંબેડકરના કારણે જજ બની શક્યો છું.

ફક્ત ડૉ. આંબેડકરના કારણે જજ બની શક્યો છું – જસ્ટિસ બી.આર. ગવઈ

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર. ગવઈ ઈતિહાસ રચવા જઈ રહ્યાં છે. વર્ષ 2025માં તેઓ દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એટલે કે CJI બનશે. ખાસ વાત એ છે કે, દલિત સમાજમાંથી આવતી તેઓ બીજી વ્યક્તિ હશે જે આ પદ પર બેસશે. જસ્ટિસ ગવઈ તેમના જજ બનવાનો શ્રેય ભારરત્ન ડો. ભીમરાવ આંબેડકરને આપે છે. તેઓ ખુલ્લાં મંચ પરથી કહે છે કે, આંબેડકરના કારણે જ તેમના જેવી વ્યક્તિ અહીં સુધી પહોંચી શકી છે.

સોમવારે ડો. આંબેડકર મેમોરિયલ લેક્ચર દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું, ભારતીય બંધારણનું શ્રેય ડો. આંબેડકરને જાય છે. માત્ર બાબાસાહેબના કારણે મારા જેવી વ્યક્તિ આ પદ સુધી પહોંચી શકી છે. એ બાબાસાહેબની જ દેન છે કે, મારા જેવો અર્ધ ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારની એક મ્યૂનિસિપલ સ્કૂલમાં ભણેલો માણસ પણ આ પદ સુધી પહોંચી શક્યો છે. કાર્યક્રમના તેમની સાથે જસ્ટિસ એ.એસ. ઓક પણ ઉપસ્થિત હતા.

જસ્ટિસ ઓકે ખાસ કરીને કલમ 32નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, “અમુક લોકો કહેશે કે સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ 32ની તમામ અરજીઓને હાઈકોર્ટ મોકલ્યા વિના સાંભળવી જોઈએ. પણ અમે એક આદર્શ દુનિયામાં નથી રહેતા અને જો કેસ પેન્ડિંગ ન હોત તો ચિત્ર અલગ હોત.” સુપ્રીમ કોર્ટમાં 80 હજાર કેસો પેન્ડિંગ છે.

તેમણે કહ્યું, “અમે માત્ર બંધારણીય અદાલત જ નથી પરંતુ એક અપીલ કોર્ટ પણ છીએ. જ્યારે આપણે કામ વધારતા હોઈએ છીએ ત્યારે આપણે પ્રાથમિકતાઓ નક્કી કરવાની જરૂર હોય છે. એવા કેદીઓ છે જેમને કાયમી માફી આપવાનો ઈનકાર કરવામાં આવ્યો છે. આવા આરોપીઓ વતી અપીલો કરવામાં આવે છે જેમને લાંબા સમયથી અંદર રાખવામાં આવ્યા છે. પરંતુ એવા વેપારી પણ છે જેઓ વકીલોની મોટી ટીમ લાવે છે અને કોર્ટનો સમય લે છે અને દલીલ કરે છે કે 19(1)(જી) નો ભંગ થાય છે. તો પછી આપણે સામાન્ય ગુનેગારો અને ઉદ્યોગપતિઓ વચ્ચે સમાનતા કેવી રીતે લાવીશું?” કલમ 32 હેઠળ જો કોઈ બંધારણમાં આપવામાં આવેલા અધિકારોથી વંચિત રહી જાય તો તે નાગરિક સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો:જો બાબાસાહેબ મારા દાદાને ઔરંગાબાદ ન લાવ્યા હોત તો હું આજે આ જજની ખુરશી પર ન બેઠો હોત - જસ્ટિસ પ્રસન્ના

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Ashok Sagar
    Ashok Sagar
    समग्र देश में अगर उत्थान हुआ है तो सिर्फ बाबासाहब भीमराव आंबेडकर जी की संविधान वजह से है।
    3 months ago