બિહારમાં 75 ટકા અનામતના અમલનો પ્રારંભ, નવી નીતિ બનાવાઈ

બિહારની નીતિશકુમાર સરકારે રાજ્યમાં નવી અનામતના અમલનો પ્રારંભ કરી દીધો છે. હવે અહીં શૈક્ષણિક  સંસ્થાઓ, નોકરીઓમાં SC, ST, OBC અને EBCને 75 ટકા અનામતનો લાભ મળશે.

બિહારમાં 75 ટકા અનામતના અમલનો પ્રારંભ, નવી નીતિ બનાવાઈ
Photo By Google Images

બિહારમાં હવે 75 ટકા અનામતનો લાભ મળશે. બિહારની નીતીશકુમાર સરકારે તેને લઈને ગેઝેટ પ્રકાશિત કરી દીધું છે. આમ શૈક્ષણિક  સંસ્થાઓ અને નોકરીઓમાં અનુસૂચિત જાતિ જનજાતિ, ઈબીસી અને ઓબીસીને 75 ટકા અનામતનો લાભ મળશે. મંગળવારે 21 નવે.થી નવી નામત નીતિ અમલી બનાવાઈ છે. બિહાર સરકારે અનામતની મર્યાદામાં 15 ટકા વધારો કર્યો છે.


બિહાર સરકારે વિધાનસભામાં શિયાળુ સત્ર દરમિયાન અનામત સંશોધન ખરડો 2023 રજૂ કર્યો હતો. 9મી નવેમ્બર 2023 ના રોજ તેને બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યો હતો. તેમાં અનામતનું કાર્યક્ષેત્રે વિસ્તારીને 75 ટકા કરવાની જોગવાઈ હતી. આ બિલને રાજયના મુખ્ય વિપક્ષ ભાજપે પણ સમર્થન આપ્યું હતું.


દિલ્હીથી પરત ફરતા રાજયપાલ રાજેન્દ્ર આર્લેકરે અનામત બિલ 2023ને મંજૂરી આપી હતી. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે 7 નવેમ્બરના રોજ ગૃહમાં જાહેરાત કરી હતી કે બિહારમાં અનામતના કાર્યક્ષેત્રને વિસ્તારવામાં આવશે. આ જાહેરાત પછી નીતીશે તરત જ કેબિનેટ મીટીંગ બોલાવી હતી. કેબિનેટે અઢી કલાકની અંદર જ અનામતના કાર્યક્ષેત્રને વિસ્તારવાની મંજૂરી આપી દીધી હતી. તેના પછી નવમી નવેમ્બરના રોજ તેને બંને ગૃહમાં પસાર કરવામાં આવી હતી.


આ બિલ લાગુ થયા પછી બિહારમાં એસસીને 20, એસટીને 2, અત્યંત પછાત વર્ગને 20 ટકા અનામતનો લાભ મળશે, તેની સાથે જનરલ કેટેગરીમાં આર્થિક રીતે નબળા વર્ગને મળતું 10 ટકા અનામત પણ જારી રહેશે. શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં પછાત, દલિત અને મહાદલિતને આ અનામતનો લાભ મળશે. આ વર્ગના વિધાર્થીઓને સરકારી કોલેજ અને યુનિવર્સિટીમાં ફાયદો થશે. નીતીશકુમારની પાર્ટી જેડીયુ આ અનામતને સામાજિક ન્યાયની દિશામાં મહત્વનું પગલું માને છે. તેમનું માનવું છે કે તેના લીધે તેને ચૂંટણીમાં ફાયદો થશે.

આગળ વાંચોઃ bihar caste survey report: દલિતો સૌથી ગરીબ અને જનરલ કેટેગરીના લોકો સૌથી ઓછા ગરીબ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.