ધમ્મ ચક્ર પ્રવર્તન દિવસે આણંદના રણોલીમાં દલિતોએ જાતિવાદી હિંદુ ધર્મ ત્યજીને બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી

ધમ્મ ચક્ર પ્રવર્તન દિવસે આણંદના રણોલીમાં દલિતોએ જાતિવાદી હિંદુ ધર્મ ત્યજીને બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી
image credit - Google images

ગુજરાત સહિત દેશભરમાં દલિત, આદિવાસીઓ પર વધી રહેલા અત્યાચારોનો પડધો હવે ધીમી પણ મક્કકમ ગતિએ બૌદ્ધ ધર્મ અંગિકાર કરીને પડી રહ્યો છે. આગામી ઓક્ટોબરના રોજ અમદાવાદના કાંકરિયા બૌદ્ધ વિહાર ખાતે 500 જેટલા દલિતો બૌદ્ધ ધર્મ અંગિકાર કરવા જઈ રહ્યાં છે, તેની પહેલા ગત 14મી ઓક્ટોબર 2023ના રોજ આણંદ ખાતે 100થી વધુ દલિત સમાજના જાગૃત લોકોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કરીને હિંદુ ધર્મના પાખંડોને ત્યજીને બાબાસાહેબના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. બોરસદ તાલુકાના રણોલી ગામે મહાગુજરાત બૌદ્ધ સંઘની અધ્યક્ષતામાં દીક્ષાદાયક આયુ. સિંહલ બોધિધર્મનની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમે સ્વયંસેવક દળ અને અન્ય બહુજન સંસ્થાઓએ તમામ સહકાર પુરો પાડ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ 7 જિલ્લાઓમાંથી કુલ 102 દીક્ષાર્થીઓએ બૌદ્ધ ધર્મ અંગિકાર કરીને જાતિવાદી હિંદુ ધર્મને આડકતરી રીતે લપડાક મારી હતી. તમામ દીક્ષાર્થીઓએ આ માટે સ્થાનિક જિલ્લા કલેક્ટરને આગોતરી જાણ કરીને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય કાયદો 003 અને અધિનિયમ 2008 મુજબ નિયત ફોર્મ ફરીને જાણ કરી હતી.

ઓબીસી સમાજના એક પરિવારે પણ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો

આ પ્રસંગની સૌથી અગત્યની વાત એ હતી કે ઓબીસી સમાજના એક પરિવારે પણ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. મહાગુજરાત બૌદ્ધ સંઘના જણાવ્યા પ્રમાણે તેઓ કોઈપણ સમુદાય કે સમાજની વ્યક્તિને સરકારી નિતીનિયમો મુજબ ઓન રેકોર્ડ બૌદ્ધ ધર્મ અંગિકાર કરાવે છે. આ સંઘના દાવા પ્રમાણે આ કાર્ય ગુજરાતભરમાં એકમાત્ર તેમના સંઘ દ્વારા જ કરી આપવામાં આવે છે.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.