IIM Ahmedabad ના PhD કાર્યક્રમમાં પહેલીવાર અનામત લાગુ કરાશે

અનામતનો અમલ કરવાથી બચતી રહેતી IIM Ahmedabad એ આખરે હાઈકોર્ટ સામે ઝૂકવું પડ્યું છે. જાણો હવે શું શું લાભ મળશે.

IIM Ahmedabad ના PhD કાર્યક્રમમાં પહેલીવાર અનામત લાગુ કરાશે
image credit - Google images

Reservation applicable in IIM Ahmedabad: IIM Ahmedabad માં ફાઈનલી અનામતનો અમલ શરૂ થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી અનામતથી બચતી રહેતી આ સરકારી સંસ્થામાં આવતા વર્ષથી સરકારી માર્ગદર્શિકા મુજબ પીએડી એડમિશનમાં અનામતનો અમલ શરૂ થઈ જશે. IIM Ahmedabad એ તેના PhD કાર્યક્રમમાં પ્રવેશ માટે ક્વોટા રજૂ કર્યો છે. 

આ પગલાંનો હેતુ અનુસૂચિત જાતિ(SC), અનુસૂચિત જનજાતિ(ST), અન્ય પછાત વર્ગો(OBC) અને વિકલાંગ(handicapped) વ્યક્તિઓ સહિત અનામત વર્ગોના ઉમેદવારોને દેશની ટોચની મેનેજમેન્ટ કોલેજોના PhD પ્રોગ્રામનો લાભ આપવાનો છે.

સાત વર્ષના લાંબા સંઘર્ષ પછી, સામાજિક ન્યાય અને સમાવેશ માટે લડતા કાર્યકરો હવે વિજયની ઉજવણી કરી રહ્યા છે કારણ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટએ જાહેરાત કરી છે કે તે ૨૦૨૫ થી તેના પીએચડી કાર્યક્રમોમાં અનામત લાગુ કરશે.

IIM અમદાવાદ પ્રથમ વખત PHDમાં પ્રવેશ માટે અનામત નીતિ લાગુ કરવા જઈ રહી છે, જે અંતર્ગત ઓબીસી, એસસી, એસટી અને વિકલાંગ ઉમેદવારોને પીએચડી કોર્સમાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉમેદવારો માટે અમદાવાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાં ભણવાની ઉત્તમ તક ઉભી થઈ છે.

IIM Ahmedabad એ ગયા વર્ષે એક PILના જવાબમાં ગુજરાત હાઇકોર્ટને જણાવ્યું હતું કે તે વર્ષ 2025 થી માનદ ડિગ્રી પ્રોગ્રામ્સમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ (OBC) તેમજ વિકલાંગ ઉમેદવારો માટે અનામત લાગુ કરી શકે છે.

આ પણ વાંચો: દેશની IITs માં અભૂતપૂર્વ રોજગારી સંકટઃ 38 ટકા વિદ્યાર્થીઓ બેરોજગાર

IIM Ahmedabad ની વેબસાઈટ પર પોસ્ટ કરાયેલ ‘PhD Admission 2025’ ની જાહેરાત જણાવે છે કે “પ્રવેશ દરમિયાન આરક્ષણ માટેની ભારત સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે છે”. આગામી વર્ષથી સંસ્થામાં ક્વોટા શરૂ કરવામાં આવશે. PhD પ્રોગ્રામ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2025 છે અને ઇન્ટરવ્યું આવતા વર્ષે માર્ચ-એપ્રિલમાં યોજાય તેવી શક્યતા છે. 

IIM અમદાવાદે 19મી સપ્ટેમ્બરથી PhD ની પ્રેક્ટિસ માટે ઓનલાઈન અરજી ફોર્મ બહાર પાડ્યા છે. જેમાં અરજી ફી 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે પરંતુ અનામત ઉમેદવારો માટે અરજી ફી 250 રૂપિયા રહેશે. આ પહેલી વખત છે જ્યારે IIM અમદાવાદ અનામત હેઠળ PHD કોર્સમાં ઉમેદવારોને પ્રવેશ આપશે, આ પહેલાં IIM અમદાવાદે PHD પ્રવેશ પ્રક્રિયામાં અનામત નીતિ લાગુ કરી ન હતી.

IIM Ahmedabad માંથી અત્યાર સુધીમાં કુલ 471 ડોક્ટરલ વિદ્યાર્થીઓ ડોક્ટરલ પ્રોગ્રામમાંથી સ્નાતક થયા છે. વર્ષ 2025 માટે IIM અમદાવાદે 20 જાન્યુઆરી 2025 સુધીમાં PhD માં પ્રવેશ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. IIM Ahmedabad એ ઇકોનોમિક્સ, ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ, ફૂડ એન્ડ એગ્રીબિઝનેસ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ, ઇનોવેશન એન્ડ મેનેજમેન્ટ ઇન એજ્યુકેશન, માર્કેટિંગ, ઓપરેશન એન્ડ ડિસીઝન સાયન્સ, ઓર્ગેનાઇઝેશન બિહેવિયર, પબ્લિક સિસ્ટમ્સ અને સ્ટ્રેટેજી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવી છે. તે પછી, ઉમેદવારોને માર્ચ અને એપ્રિલ 2025 માં ઇન્ટરવ્યુ પ્રક્રિયા દ્વારા શરતોનું પાલન કરીને પ્રવેશ આપવામાં આવશે.

આ પણ વાંચો: દેશની TOP 5 IITમાં 98% ફેકલ્ટીઓ કથિત ઉચ્ચ જાતિની: Nature magazineનો ચોંકાવનારો રિપોર્ટ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.