'અમે તેને હિંદુ નથી ગણતા', શંકરાચાર્યે પીએમ મોદીનો ઉલ્લેખ કરીને કહ્યું
જ્યોતિર્મઠના Shankaracharya Swami Avimukteshwaranand એ પીએમ મોદીનો ઉલ્લેખ કરીને તેમના હિંદુ હોવા મુદ્દે આકરું નિવેદન આપ્યું છે.
Shankaracharya Swami Avimukteshwaranand: ઉત્તરાખંડ સ્થિત જ્યોતિર્મઠ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ PM Narendra Modi ને લઈને મોટું નિવેદન આપ્યું છે. 17મી સપ્ટેમ્બરે જ્યારે દેશભરમાં પીએમના જન્મદિવસની ઉજવણી કરાઈ રહી હતી ત્યારે શંકરાચાર્યે પીએમના જન્મદિવસને લઈને કહ્યું હતું કે, અમે તેમને હિંદુ નથી માનતા. જે વ્યક્તિ અંગ્રેજી તારીખથી પોતાનો જન્મદિવસ ઉજવે છે તેને અમે હિંદુ કેવી રીતે માની શકાય. કારણ કે હિન્દુઓના દેવી-દેવતાઓની જન્મતિથિ અંગ્રેજી તારીખથી બની નથી.’
પીએમ અંગ્રેજી કેલેન્ડર પર જન્મદિવસ કેમ ઉજવે છે?
શંકરાચાર્યએ વધુમાં કહ્યું કે, 'અંગ્રેજી કેલેન્ડરની તારીખ મુજબ વ્યક્તિ પોતાનો જન્મદિવસ ઉજવે છે, તેના માતા અથવા તેના પિતા અંગ્રેજ હશે. આ માટે અમે અંગ્રેજી તારીખથી જન્મદિવસ ઉજવતા લોકોને ન તો શુભેચ્છાઓ આપીએ છે, ન તો તેમની કોઈ ચર્ચા કરીએ છે. અમે આવા લોકોને હિન્દુ પણ નથી માનતા, કારણ કે હિન્દુ દેવી-દેવતાઓની જન્મતિથિ અંગ્રેજી તારીખથી બની નથી.’
ગૌહત્યા પર ભાજપ સરકારને ઘેરી
ગૌહત્યા પર તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, 'અમારે વડાપ્રધાન મોદીને એક જ સવાલ કરવો છે કે, તમે હિન્દુ છો, તમારી પાસે તાકાત છે અને તમે ખુરશી પર બેઠા છો. તમે હિન્દુઓના વોટ લીધા છે. તમે ગાયના વાછરડાને રમાડતા પણ જોવા મળો છો. આમ છતાં શું કારણ છે કે, તેઓ ગૌહત્યા બંધ નથી કરાવી રહ્યા? તમારા પર શું દબાણ છે તે જાહેર કરો બાકી આ રીતે જાહેરમાં વારંવાર હિન્દુ-હિન્દુ બોલવાનું બંધ કરો.
શંકરાચાર્યે ભાજપના 16 વર્ષના સાશનકાળને યાદ કરીને કહ્યું કે, 'ભાજપ 16 વર્ષોથી દેશની સત્તા પર છે, જેમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇનો કાર્યકાળ પણ આવી જાય છે. છતાં કેમ ગૌહત્યા મામલે કોઈ નક્કર કાર્યવાહી નથી રહી. શું કારણ છે કે ગૌહત્યા મામલે મોડું થઇ રહ્યું છે. હું મોદીને આ પ્રશ્ન કરું છું અને તેમણે આનો જવાબ તમામ હિન્દુઓને આપવો જોઇએ.'
જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે શું કહ્યું
આ ઇન્ટરવ્યૂ દરમિયાન રાહુલ ગાંધીની જાતિગત વસ્તી ગણતરીની માંગ પર વાત કરતા શંકરાચાર્યએ કહ્યું કે, 'દેશમાં જાતિગત વસ્તી ગણતરી થાય કે ન થાય બંને બેકાર વાત છે. જો કે, વસ્તી ગણતરી થાય તો જાતિગત વસ્તી ગણતરી થવી જોઇએ, પરંતુ આ અંગે રાજકારણ ન કરવું જોઇએ.'
શંકરાચાર્ય અનંત અંબાણીના લગ્નમાં હાજર રહ્યા હતા
ઉલ્લેખનીય છે કે, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સતત તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે. અગાઉ પણ તેઓ પીએમ મોદી અને તેમની સરકારની અનેક બાબતે ટીકા કરી ચૂક્યા છે. અગાઉ તેમણે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં પણ હાજરી આપી હતી. ત્યારે લોકો સવાલ કરી રહ્યા હતા કે, લોકોને ત્યાગ વિશે પ્રવચનો આપતા શંકરાચાર્ય કેમ ઉદ્યોગપતિનું આમંત્રણ આપીને તેમના મહેમાન બનવા માટે ગયા. આ સવાલનો જો કે તેમણે પછી કોઈ જવાબ આપ્યો નહોતો.
આ પણ વાંચોઃ સ્વામી રામભદ્રાચાર્ય રામને નહીં માનનારને 'ચમાર' કેમ કહે છે?