છત્રપતિ સંભાજી મહારાજ પરની ફિલ્મ 'CHHAAVA' આવી રહી છે
બહુજન મહાનાયક શાહુજી મહારાજના પિતા અને શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજ પરની ફિલ્મ આવી રહી છે.

અનામત વ્યવસ્થાના જનક છત્રપતિ શાહુજી મહારાજના પિતા સંભાજી મહારાજ પર ધમાકેદાર ફિલ્મ આવી રહી છે જેમાં વિક્કી કૌશલ સંભાજી મહારાજનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મનું ટીઝર ગઈકાલે લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં વિક્કી કૌશલ છવાઈ ગયો છે. મરાઠીમાં છાવાનો અર્થ સિંહનો દીકરો થાય છે. સંભાજી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર હતા એટલે તેમને છાવા તરીકે ઓળખવામાં આવતા હતા. સંભાજી મહારાજ ઓબીસી સમાજમાંથી આવતા હતા. આગળ જતા તેમના પુત્ર છત્રપતિ શાહુજી મહારાજે તેમના રાજ્ય કોલ્હાપુરમાં સૌ પ્રથમ અનામત વ્યવસ્થા દાખલ કરી હતી. ફિલ્મમાં તેમના પિતા સંભાજી મહારાજના જીવનને વણી લેવામાં આવ્યું છે.
વિકી કૌશલ હાલ તેની કારકિર્દીમાં ફૂલ ફોર્મમાં છે. તેની તાજેતરની ફિલ્મ 'બેડ ન્યૂઝ'ને પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે ફરી એકવાર તે મોટા પડદા પર ધૂમ મચાવવા આવ્યો છે. રક્ષાબંધન પર વિકીએ તેની નવી ફિલ્મનું ટીઝર લોન્ચ કરીને તેના ચાહકોને ભેટ આપી છે. વાસ્તવમાં, તેની ફિલ્મ 'CHHAAVA' નું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને થોડા સમય પહેલા જ મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. લક્ષ્મણ ઉતેકર દ્વારા નિર્દેશિત આ પીરિયડ-ડ્રામામાં વિકી કૌશલ સંભાજી મહારાજના રોલમાં જોવા મળશે.
વિકી કૌશલે 'CHHAAVA'માંથી તેનો ફર્સ્ટ લુક શેર કરીને ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરતા વિક્કી કૌશલે કેપ્શનમાં લખ્યું - 'અન બોલ્ડ, અખંડ, અજેય, સામ્રાજ્યને પડકારવાની હિંમત.'
આ પણ વાંચો: Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના
છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર મરાઠા સમ્રાટ છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત ફિલ્મ ‘છાવા’નું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં વિકી કૌશલનું દમદાર અને એક્શનથી ભરપૂર પાત્ર જોવા મળે છે. ટીઝર શેર કરતી વખતે, વિકી કૌશલે લખ્યું - "સ્વરાજના રક્ષક, એક હિંમતવાન યોદ્ધાની મહાકાવ્ય ગાથા!"
ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છાવામાં છત્રપતિ સંભાજી મહારાજનું જીવન બતાવવામાં આવ્યું છે. તેઓ છત્રપતિ શિવાજી મહારાજના મોટા પુત્ર હતા. આ ફિલ્મમાં દિવ્યા દત્તા, આશુતોષ રાણા અને અક્ષય ખન્ના પણ મહત્વની ભૂમિકામાં છે. વિકી કૌશલ ‘CHHAAVA’ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવશે. ઔરંગઝેબની ભૂમિકા ભજવનાર અભિનેતા અક્ષય ખન્ના છે. દિવ્યા દત્તા સોયરાબાઈનું પાત્ર ભજવશે જ્યારે આશુતોષ રાણા સરસેનાપતિ હમ્બીરાવ મોહિતેનું પાત્ર ભજવશે.
આ પણ વાંચો: જેલમાં જગ્યા એટલી સાંકડી હતી કે પડખું ફરવું અશક્ય હતું...
આ સિવાય ફિલ્મમાં નીલ ભૂપાલમ અને રશ્મિકા મંદન્ના પણ જોવા મળશે.
ફિલ્મમાં રશ્મિકા મંદન્ના છત્રપતિ સંભાજી મહારાજની પત્ની યેસુબાઈ ભોસલેની ભૂમિકા ભજવશે. ટીઝરમાં રશ્મિકા જોવા મળી નથી. આ ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે. આ પહેલા તેઓ 'મિમી', 'લુકા છુપ્પી' જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. વિકી અને લક્ષ્મણે ફિલ્મ 'જરા હટકે જરા બચકે'માં સાથે કામ કર્યું હતું. વિકીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી શાનદાર ભૂમિકાઓ ભજવી છે. તે દરેક રોલને સરળતાથી અપનાવી લે છે. અગાઉ તે દલિત મહાનાયક સરદાર ઉધમસિંહ અને જનરલ શામ માણેક શાના પાત્રને પડદા પર અદ્દભૂત રીતે ઉતારી ચૂક્યો છે. ત્યારે 'CHHAAVA' પાસેથી ચાહકોને ઘણી અપેક્ષાઓ છે. જો કે ફિલ્મના ડિરેક્ટર સંભાજી મહારાજના સામાજિક ન્યાય વિશેના પાસાને કેટલો આવરી લે છે તેના પર બહુજન સમાજની નજર રહેશે. આ સિવાય તેમાં છત્રપતિ શાહુજી મહારાજની કોઈ વાત વણી લેવાય છે કે નહીં તે પણ જોવું રહ્યું.
આ પણ વાંચો: તમને ખબર છે વૈષ્ણવો શું કામ ‘મહારાજ’ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે?