કંડક્ટરની પરીક્ષા દરમિયાન SC-ST ઉમેદવારો માટે ફ્રી બસો મૂકવામાં આવશે

રવિવારે રાજ્યમાં એસટી નિગમ દ્વારા બસ કંડકટરની પરીક્ષા યોજાવાની છે ત્યારે ગુજરાત એસટી દ્વારા એસસી-એસટી પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે.

કંડક્ટરની પરીક્ષા દરમિયાન SC-ST ઉમેદવારો માટે ફ્રી બસો મૂકવામાં આવશે
image credit - Google images

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી નિગમ) દ્વારા બસ કંડકટરની પરીક્ષા યોજાનાર છે. બસ કંડકટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોચાડવા રાજ્ય સરકાર તેમજ એસટી બસ નિગમ સજ્જ છે. આગામી તા. ૨૯ ડિસેમ્બરને રવિવારે રાજ્યના વિવિધ કેન્દ્રો ઉપર કંડકટર કક્ષાની ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં ભાગ લેનાર અનુસૂચિત જનજાતિ-એસટી અને અનુસૂચિત જાતિ- એસસીના ઉમેદવારોને એસ. ટી. નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઇ જવાની સુવિધા આપવામાં આવશે.

એસ. ટી. નિગમ દ્વારા જણાવાયું છે કે, પરીક્ષા આપવા માટે ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે અને પરીક્ષા આપ્યા બાદ ઘરે પરત ફરી શકે તેના માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઇ છે. જે માટે એસટી નિગમ દ્વારા પોતાના તાબા હેઠળનાં તમામ વિભાગો, ડેપો અને સંચાલનમાં રહેલ સ્ટાફને પરીક્ષાના દિવસે ઉમેદવારોને કોઈ અગવડતા કે મુશ્કેલીઓ ન વેઠવી પડે તે બાબતને ધ્યાને લઇ તમામ વિભાગોને સૂચના પ્રસિદ્ધ કરાઇ છે. આ વિશેષ સુવિધાનો મહત્તમ લાભ લેવા રાજ્યભરના પરીક્ષાર્થીઓને ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા અનુરોધ કરાયો છે.

આ પણ વાંચો: ઓક્ટોબરમાં બેરોજગારી દર વધીને બે વર્ષની સર્વોત્તમ સપાટી 10.09 ટકાએ પહોંચ્યો - રિપોર્ટ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.