બર્થ ડે પાર્ટીના બહાને હોટલમાં બોલાવી LLBની દલિત વિદ્યાર્થીની સાથે રેપ

આરોપીઓએ વિદ્યાર્થીનીનો અશ્લીલ વીડિયો ઉતાર્યો, કેસ કર્યો તો વીડિયો વાયરલ કરી દઈશું તેવી ધમકી આપતા હતા.

બર્થ ડે પાર્ટીના બહાને હોટલમાં બોલાવી LLBની દલિત વિદ્યાર્થીની સાથે રેપ
image credit - Google images

Dalit Girl Raped In Hotel: ઉત્તરપ્રદેશના મહોબા(Mahoba)માં એલએલબી(LLB)નો અભ્યાસ કરતી એક દલિત વિદ્યાર્થીની(Dalit Girl) પર બળાત્કાર(Rape)નો મામલો સામે આવ્યો છે. બર્થ-ડે પાર્ટી(Birthday Party)ના બહાને તેના ઓળખીતા એક યુવકે તેને હોટલ(Hotel)માં લઈ જઈને આ કૃત્ય કર્યું હતું. એ દરમિયાન આરોપીએ તેનો વીડિયો(Make a Video) પણ બનાવ્યો હતો અને કોઈને કહીશ તો આ વીડિયો વાયરલ(Viral) કરી દઈશ તેવી ધમકી આપી ચૂપ રહેવા બ્લેકમેઈલ(Black Mail) કરતો હતો. 15 દિવસ પહેલા બનેલી આ ઘટના અને બ્લેકમેઈલિંગથી કંટાળીને આખરે વિદ્યાર્થીનીએ તેના પરિવારજનોને આખો મામલો જણાવતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મામલો જાણ્યા બાદ યુવતીના પરિવારજનો આરોપી પાસે પહોંચી ગયા હતા અને તેનો મોબાઈલ ચેક કર્યો હતો. જેમાં તેમની દીકરી પર જે વીત્યું તેનો વીડિયો જોતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ પછી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે શહેર પોલીસે આરોપી અને તેના મિત્ર વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધી બંનેને પકડવા તજવીજ હાથ ધરી છે. 

યુવતીને બર્થ ડે પાર્ટીના બહાને હોટલ પર બોલાવી

મામલો ચરખારી બાયપાસ રોડ પર આવેલી એક હોટલનો છે. અહીં યુવકે બર્થ-ડે પાર્ટીના બહાને અનુસૂચિત જાતિ સમાજની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હતો. એ દરમિયાન યુવકે આખી ઘટનાનો વીડિયો પણ બનાવી લીધો હતો.

18 વર્ષની વિદ્યાર્થીની કબરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની રહેવાસી છે અને મહોબાની એક કોલેજમાં બીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.

4 સપ્ટેમ્બરે વિદ્યાર્થિની કોલેજ ગઈ હતી. એ દરમિયાન કબરાઈ નગરમાં જ રહેતો આદિત્ય સિંહ તેના મિત્ર સમીર સાથે વિદ્યાર્થિનીની કોલેજમાં પહોંચ્યો હતો અને તેને જન્મદિવસની પાર્ટીના બહાને ચરખારી બાયપાસ રોડ પરની એક હોટલમાં લઈ ગયો હતો. યુવતી તેને ઓળખતી હોવાથી તેના પર વિશ્વાસ રાખીને તેની સાથે ગઈ હતી. જ્યાં તેનો મિત્ર સમીર પણ સાથે આવ્યો હતો.

આ પણ વાંચો: આરોપીઓના ડરથી ગેંગરેપ પીડિતા દલિત યુવતીએ ગળેફાંસો ખાઈ લીધો

એ પછી આદિત્ય સિંહે જાનથી મારી નાખવાની ધમકી આપીને હોટલના રૂમમાં તેણી સાથે બળાત્કાર કર્યો અને તેના મોબાઈલથી રેપની ઘટનાનો વીડિયો બનાવી લીધો. વિદ્યાર્થિની હોશમાં આવી એ પછી તે તેને કોલેજ પાસે છોડીને ભાગી ગયો હતો.

કોલેજમાં આવતી-જતી વખતે ધમકીઓ આપતો હતો

પીડિતાના પિતાએ જણાવ્યું કે, આબરૂ જવાની બીકે તેમની પુત્રીએ ઘરે કશું કહ્યું નહોતું. જેનો ફાયદો ઉઠાવીને આદિત્ય સિંહ અને તેના મિત્રએ કોલેજ જતી વખતે વિદ્યાર્થિનીને દરરોજ બ્લેકમેઈલિંગ અને ધમકાવવાનું શરૂ કર્યું હતું. 

આરોપ એવો પણ છે કે, બંને યુવકોએ યુવતીને જાતિસૂચક શબ્દો કહીને અભદ્ર વર્તન કરતા હતા અને જો આ મામલે કોઈને પણ કશું કહીશ તો બળાત્કારનો વીડિયો વાયરલ કરી દઈશું તેવી ધમકી આપતા હતા.

બ્લેકમેઈલિંગથી તંગ આવી ગયેલી યુવતીએ આખરે રડતા રડતા પરિવારને આખી ઘટના જણાવી દીધી હતી. એ પછી તેના પરિવારજનો આરોપી આદિત્ય સિંહ પાસે પહોંચ્યા હતા અને તેનો મોબાઈલ ચેક કરતા તેમાં હોટલમાં થયેલા બળાત્કારનો અશ્લીલ વીડિયો જોવા મળ્યો હતો. એ પછી પિતા-પુત્રી શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા.

આરોપીઓને હજુ પણ પોલીસ પકડથી દૂર

ફરિયાદના આધારે પોલીસે આરોપી આદિત્ય સિંહ અને તેના મિત્ર સમીર વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને પીડિત વિદ્યાર્થીનીની મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી. આ મામલે એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ વંદના સિંહનું કહેવું છે કે પીડિતાના પિતાએ આપેલી ફરિયાદના આધારે બે લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સાથે આરોપીઓને પકડવાના પ્રયાસો હાથ ધરાયા છે.

આ પણ વાંચો: ભાજપના દલિત નેતાની સગીર દીકરી સાથે 4 શખ્સોએ કારમાં રેપ કર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.