દલિત રેપ પીડિતાને મેજિસ્ટ્રેટે કહ્યું- કપડાં ઉતાર અને ઈજાના નિશાન બતાવ
એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક રેપ પીડિત દલિત યુવતીને મેજિસ્ટ્રેટે કોર્ટમાં જ કપડાં ઉતારીને ઈજાના નિશાન બતાવવા કહ્યું હતું.

દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજ માટે ન્યાય મેળવવો દિનપ્રતિદિન કપરો બનતો જઈ રહ્યો છે. એક બાજુ તેમના બંધારણીય હકો પર અનેક મોરચે તરાપ પડી રહી છે, બીજી તરફ ન્યાય વ્યવસ્થામાં પણ તેમનું શોષણ થઈ રહ્યું છે. આવી જ વધુ એક ઘટના હાલ સામે આવી છે, જેમાં એક મેજિસ્ટ્રેટે બળાત્કારનો ભોગ બનેલી એક દલિત પીડિતાને કોર્ટમાં કપડાં ઉતારીને ઈજાના નિશાન બતાવવા કહ્યું હતું.
મામલો મહિલાઓ માટે નરક ગણાતા રાજસ્થાનનો છે. અહીંના કરૌલી જિલ્લામાં દલિત સમાજની એક બળાત્કાર પીડિતા સાથે મેજિસ્ટ્રેટે અત્યંત નીચ વર્તન કર્યું હતું. મેજિસ્ટ્રેટે 18 વર્ષની પીડિતાને કોર્ટમાં તેના કપડાં ઉતારીને ઈજાના નિશાન બતાવવા કહ્યું હતું. મામલો સામે આવતા જ સ્થાનિક પોલીસે મેજિસ્ટ્રેટ સામે કાર્યવાહી કરીને તેની સામે કેસ દાખલ કર્યો છે. આ મામલે એસસી એસટી સેલના ડીવાયએસપી મીના મીણાએ જણાવ્યું હતું કે, દુષ્કર્મ પીડિતાએ 30 માર્ચના રોજ હિંડૌનાની લોકલ કોર્ટના મેજિસ્ટ્રેટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મેજિસ્ટ્રેટે પીડિતાને કોર્ટમાં કપડા ઉતારવા કહ્યું
મળતી વિગતો પ્રમાણે પીડિતાએ પોલીસ સ્ટેશનમાં સામૂહિક બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. 30 માર્ચના રોજ પીડિતા પોતાનું નિવેદન નોંધાવવા માટે તેના પરિવારજનો સાથે કોર્ટમાં પહોંચી હતી. જ્યાં પરિવારજનો અને મહિલા પોલીસકર્મીઓને બહાર ઉભા રાખવામાં આવ્યા હતા અને મેજિસ્ટ્રેટે પીડિતાને અંદર રૂમમાં બોલાવી લીધી હતી. રૂમમાં પીડિતાનું નિવેદન લીધા બાદ મેજિસ્ટ્રેટે પીડિતાને રોકી અને કહ્યું, ‘તારા કપડાં ઉતાર, શરીર પર ક્યાં વાગ્યું છે એ મારે જોવું છે’. જેના પર પીડિતાએ મહિલા પોલીસકર્મીની ગેરહાજરીમાં કપડાં ઉતારવાનો ઈનકાર કરી દીધો હતો. આથી મેજિસ્ટ્રેટે તેને બહાર મોકલી દીધી હતી. જ્યારે પીડિતાએ આ બધું તેની માતા અને ભાઈને કહ્યું, ત્યારે તેઓ તેને હિંડૌનના પોલીસ અધિક્ષક પાસે લઈ ગયા અને મેજિસ્ટ્રેટ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી. ત્યારપછી કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેની તપાસ માટે એક તપાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, યુવતીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે મેજિસ્ટ્રેટે તેને ઈજા બતાવવા માટે કોર્ટમાં કપડા ઉતારવા કહ્યું હતું અને યુવતીએ તેના માટે ઈનકાર કરી દીધો હતો. 30 માર્ચના રોજ કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવ્યા બાદ મેજિસ્ટ્રેટ વિરુદ્ધ કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.
પીડિતાને કપડા ઉતારવા કહેનાર મેજિસ્ટ્રેટ પર ભારતીય દંડ સંહિતાની કલમ 345 અને એસસી એસટી એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. રાજસ્થાન હાઈકોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કેસની તપાસ ચાલી રહી છે. આ કેસ રાજસ્થાન હાઈકોર્ટના વિજિલન્સ રજિસ્ટ્રાર અજયસિંહ જાટની આગેવાની હેઠળની ટીમને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જે
કરૌલીમાં પીડિતાને મળ્યા હતા અને તેનું નિવેદન નોંધ્યું હતું.
આ મામલાને ગંભીરતાથી લઈને રાજસ્થાન હાઈકોર્ટે ઝડપી તપાસના આદેશ આપ્યા છે. બીજી તરફ કેસની માહિતી મળતાં જ મહિલા સંગઠનો અને માનવાધિકાર સંગઠનો સાથે જોડાયેલા લોકોએ પણ તેની સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. પીડિતાના પરિવારજનોના જણાવ્યા અનુસાર, આરોપી દ્વારા તેમને તેની સામેનો કેસ પાછો ખેંચી લેવાની ધમકી આપવામાં આવી રહી છે, જેના કારણે તેમનો આખો પરિવાર ગામ છોડીને જતો રહ્યો હતો. પરંતુ પોલીસના બોલાવ્યા બાદ ત્રણ દિવસ પછી તેઓ ગામમાં પરત ફર્યા હતા.
પડોશી યુવકોએ કર્યો હતો રેપ
હિંડૌન સિટીના ડીએસપી ગ્રિડિહારી લાલે જણાવ્યું હતું કે, પીડિતા સાથે 19 માર્ચના રોજ તેના ત્રણ પડોશીઓએ કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હતો. તમામ આરોપીઓ ઉંમર 20 થી 22 વર્ષની વચ્ચે છે. આરોપીઓએ સાંજે પીડિતાને તેના માતાપિતા બહાર ગયા હતા ત્યારે તેના ઘરેથી કિડનેપ કરી લીધી હતી અને પછી તેમના જ એક ઘરમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા પર બળાત્કાર કરનારા ત્રણેય આરોપીઓ ફરાર છે. મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જતા પહેલા પીડિતાની મેડિકલ તપાસ પણ કરવામાં આવી હતી. 30 માર્ચે કોર્ટમાં મેજિસ્ટ્રેટે પીડિતાને કપડા ઉતારવા કહ્યું હતું. યુવતીએ તેમ કરવા ઈનકાર કરી દીધો અને કોર્ટમાં નિવેદન નોંધાવ્યા બાદ મેજિસ્ટ્રેટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આગળ વાંચોઃ સુરેન્દ્રનગરમાં દલિતો માટે શૈક્ષણિક સંકુલ બનાવનાર ટ્રસ્ટ પર ITની રેડ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Dayabhai DabhiJativad Hatao, samanta kayada Lagu ka ro
-
Thakordabhi morarbahi dabhiદલિત સમાજનું કોઈ સાંભળવા તૈયાર નથી