'ભગવાન સે બઢકર આંબેડકર' ગીત ગાનાર છોકરો કોણ છે?

સોશિયલ મીડિયામાં એક રેપ ગીતે ધૂમ મચાવી છે. તેમાં ડો.આંબેડકરનો ઉલ્લેખ છે અને ગાયક તેમને 'ભગવાન કરતા પણ ઉપર' ગણાવી રહ્યો છે. કોણ છે આ છોકરો, શું છે એ ગીત? ચાલો જાણીએ.

'ભગવાન સે બઢકર આંબેડકર' ગીત ગાનાર છોકરો કોણ છે?
image credit - Google images

“धिंगाना-धिंगाना  (Dhingana)
भीम का मैं दीवाना
मेरा कल्चर मेरे लोग उनसे कुछ भी नहीं बढ़कर
पूरी दुनिया कहती उन्हें महापुरुष
पर हम बहुजनों के लिए
भगवान से भी बढ़कर आंबेडकर…”

આ શબ્દો એક રેપરના છે. આ રેપ ગીત તેણે MTV ના હિપ-હૉપ રિયાલિટી શો Hustle Season 4 ના સ્ટેજ પર ગાયું હતું. ગીત ગાનાર રેપરનું નામ યશ દાંડગે (Yash Dandge) છે અને તે આ ગીત બાદ સોશિયલ મીડિયામાં છવાયેલો છે. યશ Hustle Season 4 ના અંતિમ રાઉન્ડમાં પહોંચી ગયો છે. એક બાજુ ગૃહમંત્રી અમિત શાહે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરનું સંસદમાં અપમાન કર્યું તેનો વીડિયો ફરી રહ્યો હતો બીજી તરફ બાબાસાહેબને સમર્પિત યશ દાંડગેનું રેપ સોંગ પણ સમાંતરે વાયરલ થઈ રહ્યું હતું અને તેણે ધૂમ મચાવી દીધી હતી. ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક, એક્સથી લઈને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ગીત છવાઈ ગયું હતું.

યશ પોતાના આ ગીતમાં ડો.આંબેડકરનો ઉલ્લેખ કરે છે અને તેમને અમિત શાહના નિવેદનથી વિરુદ્ધ 'ભગવાન કરતા પણ ઉપર' ગણાવે છે. એક રીતે જાણે આ ગીત જ સમગ્ર બહુજન સમાજ વતી અમિત શાહને જવાબ આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. જેના કારણે તે ખૂબ વાયરલ થયું હતું. યશનું આ ગીત વાયરલ થતા જ તેના પર રાજકારણ પણ શરૂ થઈ ગયું હતું. કોંગ્રેસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી યશ ડાંડગેના આ ગીતની ક્લિપ શેર કરી હતી.

કોણ છે યશ દાંડગે?
યશ દાંડગેને 'રેપર 99 સાઇડ' (99 Side) તરીકે ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર પણ તે આ જ નામ લખે છે. મુંબઈના રહેવાસી યશને એમટીવીના Hustle Season 4 થી ઓળખ મળી. તેણે ગાયેલા ઘણાં રેપ ખૂબ પ્રખ્યાત થયા. આમાંથી એક ગીત છે - ધીંગાણા. જે જોરદાર રીતે વાયરલ થયું છે અને તેમાં તે ડો.આંબેડકરને ભગવાન કરતા પણ ઉપર ગણાવે છે. જોકે, યશ સિઝન 4ની ફાઈનલ જીતી શક્યો નહોતો. રેપર લશ્કરી આ સિઝનનો વિજેતા બન્યો હતો. પરંતુ યશે પોતાના રેપ દ્વારા દર્શકો અને જજો પર પોતાની છાપ છોડી હતી.

મળતી માહિતી મુજબ યશનું સ્ટેજનું નામ '99 સાઈડ' તેના પડોશની 99મી શેરી પરથી રાખવામાં આવ્યું હતું. નાનપણથી જ તેને હિપ-હોપ પસંદ હતું. તેણે 'લિલ બિન' અને 'મોબ ડીપ' જેવા કલાકારોને સાંભળવાનું શરૂ કર્યું હતું. જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ તેનો જુસ્સો પણ વધતો ગયો. તે શાળામાં હતો ત્યારથી રેપ સોંગ લખવાનું શરૂ કરી દીધું હતું અને નક્કી કર્યું હતું કે તે ભવિષ્યમાં તેને જ પોતાની કારકિર્દી બનાવશે.

'ધીંગાણા' કેમ વાયરલ થયું છે?
સંસદના શિયાળુ સત્રમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર પરની ચર્ચા હવે રાજકારણની હદ વટાવી ગઈ છે. સત્ર દરમિયાન, આંબેડકરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમને ફેશન ગણાવીને ઘોર અપમાન કર્યું હતું. સંઘ પરિવારની છત્રછાયામાં રાજકારણના પાઠ ભણેલા અમિત શાહના આ નિવેદનથી બહુજન સમાજ રોષે ભરાયો અને ચોતરફ વિરોધ થયો. સંસદમાં સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો થયા. જેને લઈને દેશભરમાં અનેક શહેરો, ગામડાઓમાં અમિત શાહ વિરુદ્ધ દેખાવો થયા. વિરોધના આ વાતાવરણ વચ્ચે રેપર યશે  ‘ધીંગાણા’ ગીત ગાયું અને જાણે બહુજન સમાજે જે કહેવું હતું તે મળી ગયું. 

આ ગીતમાં યશે દલિતો અને પછાત વર્ગના સંઘર્ષને મજબૂત રીતે વણી લીધો છે અને મહાનાયક ડો.આંબેડકરના યોગદાનને પણ સરસ રીતે યાદ કર્યું છે. જ્યારે આ ગીતની વીડિયો ક્લિપ કોંગ્રેસ સુધી પહોંચી તો તેણે યશના રેપને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો.

‘ધીંગાણા’ ગીતના શબ્દો શું છે?
રેપર યશે ગાયેલું આ ગીત તમે સોશિયલ મીડિયામાં ચોક્કસ સાંભળ્યું છે. છતાં તેના શબ્દો જો બરાબર ન સમજાયા હોય તો અહીં તે આખું ગીત વિસ્તારથી મૂકી રહ્યાં છીએ. એ વાંચો અને એ ગીત ફરીથી સાંભળશો તો ઓર મજા આવશે.

धिंगाना धिंगाना
आपला नवाचा धिंगाना धिंगाना
ऐ दीवाना दीवाना
संगीत का मैं दीवाना दीवाना
धिंगाना धिंगाना
जब चढ़ता मुख्य स्टेज पर तब धिंगाना भाऊ
धिंगाना धिंगाना
मेरे हाथ में दे माइक देख फिर धिंगाना
आपला नवाचा धिंगाना
भीम का मैं दीवाना
रैप सुना बाद में 
सुना पहला भीम गाना
वंदना बुद्ध विहार में
बच्चों को खिला के खुद बाद में खीर खाना
मेरा कल्चर मेरे लोग उनसे कुछ भी नहीं बढ़कर
पूरी दुनिया कहती उन्हें महापुरुष
पर हम बहुजनों के लिए
भगवान से भी बढ़कर आंबेडकर
आज भी 500 महारों का नसों में बहता है खून
अछूत कहते थे मेरे पूर्वजों को
अब कला की वजह से मुझे कोई नहीं मिल सकता है छू
गले में था उनके मटका थूकने को
अब मेरे गानों को मैं माइक पर ठोकूं
कमर पे था झाड़ू मिटाने पैरों का निशान
अभी स्टेज पर छाप छोड़ूं
धिंगाना धिंगाना
आपला नवाचा धिंगाना धिंगाना

આ પણ વાંચોઃ કડાણાના વિસ્થાપિત આદિવાસીની આ દીકરીનો કોઈ 'દ્રોણ' અંગૂઠો ન કાપી લે!


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.