સ્કૂલ વાનમાં જતા 6 દલિત બાળકોને જાતિવાદીઓએ લોહીલુહાણ કર્યા

racists beaten 6 dalit children in school van : સ્કૂલવાનમાં બેસીને ભણવા જતા દલિત બાળકોને જાતિવાદી તત્વોએ ખેંચીને મારતા બાળકો લોહીલુહાણ થઈ ગયા હતા.

સ્કૂલ વાનમાં જતા 6 દલિત બાળકોને જાતિવાદીઓએ લોહીલુહાણ કર્યા
image credit - Google images

racists beaten 6 dalit children in school van : જાતિવાદ આ દેશના સવર્ણ હિંદુઓની નસેનસમાં ફેલાઈ ચૂક્યો છે અને તેમને જાતિ સિવાય કશું દેખાતું નથી. સ્થિતિ એ હદે વકરી ચૂકી છે કે, જાતિવાદના ઘેનમાં તેઓ એ પણ ભૂલી જાય છે કે, સામે નિર્દોષ બાળક છે.

ઘટના જાતિવાદના એપીસેન્ટર ઉત્તરપ્રદેશની છે. અહીં આગ્રા જિલ્લામાં શાળાએ જઈ રહેલા દલિત બાળકોને જાતિવાદી તત્વો દ્વારા સ્કૂલવાનમાંથી ખેંચીને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. આરોપ છે કે તેમણે બાળકોને જાતિસૂચક ગાળો પણ ભાંડી હતી. માર માર્યા બાદ આરોપીઓ ભાગી ગયા હતા. આરોપ છે કે પીડિત બાળકોના પરિવારે પોલીસ અધિકારીઓને માહિતી આપવા માટે ફોન કર્યો હતો, પરંતુ કોલ રિસીવ થયો ન હતો.

6 દલિત બાળકો સાથે મારામારી કરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના ફતેહપુર સીકરી (Fatehpur Sikri) પોલીસ સ્ટેશન વિસ્તારના ઉંદેરા (Undera Village) ગામમાં બની હતી. ગામના એક જ પરિવારના છ બાળકો ફતેહપુર સિકરી સ્થિત શાળામાં ભણવા માટે વાનમાં જઈ રહ્યા હતા. આરોપ છે કે રસ્તામાં ગામના રઘુવીર, ભુલ્લુ અને સિંધીએ મળીને દલિત બાળકોને જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા.

એક બાળક લોહીલુહાણ થયો
વાનમાં બેઠેલા અખિલેશ નામના દલિત વિદ્યાર્થીએ જાતિવાદીઓનો વિરોધ કર્યો તો તેમણે અખિલેશને ખેંચીને તેનું માથું જોરથી અફળાવીને માર માર્યો હતો. જેમાં અખિલેશ લોહીલુહાણ થઈ ગયો. જાતિવાદી તત્વોએ તોશી, ખુશ્બુ, ત્રિશા, અંશુલ, આશિષ અને વિનીત નામના અન્ય વિદ્યાર્થીઓને પણ નિર્દયતાથી માર માર્યો હતો. હોબાળો થતા લુખ્ખા તત્વો બાળકોને ધમકીઓ આપતા ભાગી ગયા હતા.

સવર્ણ નેતાના દબાણે સમાધાનની ધમકી
આ ઘટનામાં ઘાયલ થયેલા દલિત બાળકો તેમના પરિવારના સભ્યો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જો કે અહીં પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં બેસી રહ્યા. એક સવર્ણ નેતાના દબાણને કારણે આ બાળકોને તબીબી સારવાર પણ આપવામાં આવી નહોતી. તેમને ફરિયાદ ન કરવા દબાણ કરવામાં આવ્યું અને જો આ મામલે સમાધાન નહીં કરાય તો શાંતિ ભંગ કરવા બદલ જેલમાં ધકેલી દેવાની ચીમકી પણ આપવામાં આવી હતી.

એસીપી અને પીઆઈએ ફોન ન ઉપાડ્યો
મીડિયા રિપોર્ટ મુજબ ACP કિરાવલી અને પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અછનેરાનો વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં આ મામલે તેમની પ્રતિક્રિયા જાણવા ફોન પર સંપર્ક થઈ શક્યો ન હતો. બંને અધિકારીઓના ફોન રિસીવ થયા ન હતા.

આ પણ વાંચોઃ માથાભારે તત્વોના ત્રાસથી 40 દલિત બાળકોએ ભણતર છોડી દીધું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.