ભંતે ચંદિમા થેરો સહિત સેંકડો બૌદ્ધ ભિખ્ખુઓ સારનાથથી લુમ્બિનીની ધર્મયાત્રા પર

તથાગતના સંદેશને જનસામાન્ય સુધી લઈ જવા માટે સારનાથ સ્થિત ધમ્મ લર્નિંગ સેન્ટરના સ્થાપક ભંતે ચંદિમા થેરોએ ફરી એકવાર ધમ્મ યાત્રા પર નીકળી ચૂક્યાં છે.

ભંતે ચંદિમા થેરો સહિત સેંકડો બૌદ્ધ ભિખ્ખુઓ સારનાથથી લુમ્બિનીની ધર્મયાત્રા પર

બુદ્ધે કહ્યું હતુઃ चरथ भिक्खवे चारिकं बहुजन हिताय-बहुजन सुखाय लोकानुकम्पाय। અર્થાત હે બૌદ્ધ ભિખ્ખુઓ, બહુજનોના હિત, સુખ તથા સંસાર પર કરુણા વરસાવવા માટે ચારિકા એટલે કે વિચરણ કરો.

તથાગતના આ જ સંદેશને સાર્થક કરતા ઈન્ટરનેશનલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના પૂર્વ અધ્યક્ષ અને સારનાથ સ્થિત ધમ્મ લર્નિંગ સેન્ટરના સ્થાપક ભંતે ચંદિમા થેરોએ ફરી એકવાર ધમ્મ યાત્રા શરૂ કરી દીધી છે.

સારનાથથી લુમ્બિની સુધીની આ યાત્રા 29 નવેમ્બરે સારનાથ સ્થિત ધમ્મા લર્નિંગ સેન્ટરથી શરૂ થઈ હતી. 19 દિવસની આ ધમ્મ યાત્રા 17 ડિસેમ્બરે તથાગત બુદ્ધની જન્મભૂમિ લુમ્બિની પહોંચીને સમાપ્ત થશે. આ દરમિયાન આ યાત્રા 30 નવેમ્બરે વારાણસીના ધોરહરાથી સિધોના સુધી ચાલી હતી. એ પછી આ યાત્રા 1-2 ડિસેમ્બરે ગાઝીપુર, 3 થી 6 ડિસેમ્બર સુધી મઉના અલગ અલગ વિસ્તારમાં, 7-8 અને 9 ડિસેમ્બરે ગોરખપુરના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થઈ હતી.

એ પછી 10-11-12 અને 13 ડિસેમ્બરે સંત કબીર નગરના તમામ ગામોમાંથી પસાર થતી 14 ડિસેમ્બરે સિદ્ધાર્થનગર પહોંચી હતી. 15 ડિસેમ્બરથી આ યાત્રા સિદ્ધાર્થનગરના અલગ અલગ ભાગોમાંથી પસાર થતી 16 ડિસેમ્બરે સિદ્ધાર્થનગરના કપિલવસ્તુ પહોંચશે. ત્યારબાદ 17 ડિસેમ્બરે યાત્રા તથાગત બુદ્ધના જન્મસ્થાન નેપાળના લુમ્બિની પહોંચશે જ્યાં તેનું સમાપન થશે.


આ ધમ્મ ચારિકાની આગેવાની કરી રહેલા ભંતે ચંદિમા થેરોએ જણાવ્યું હતું કે, આ યાત્રા 350 કિ.મી. લાંબી છે. આ યાત્રામાં અંદાજે 100 જેટલા ભંતેઓ ચાલી રહ્યાં છે. 19 દિવસ સુધી ચાલનારી આ યાત્રામાં વચ્ચે 40 જેટલા સ્થળો પર મોટી ધમ્મ સભાઓ થશે. આ દરમિયાન યાત્રા અનેક ગામોમાંથી પસાર થશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં પણ ભંતે ચંદિમા થેરોના નેતૃત્વમાં સારનાથથી શ્રાવસ્તી સુધી ધમ્મ ચારિકા યોજાઈ હતી. અગાઉ 26 નવેમ્બરે બંધારણ દિવસે ધમ્મા લર્નિંગ સેન્ટર સારનાથમાં સમ્રાટ અશોક અને બોધિસત્વ ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં ધમ્મ વિજયી અશોક સમ્રાટના હાથમાં ધમ્મની ચારેય દિશાઓમાં સિંહનાદના પ્રતિક ચતુર્દિક મુખની આકૃતિઓ સાથે ધમ્મ ચક્રયુક્ત દંડ છે, જ્યારે બાબાસાહેબના હાથમાં દેશનું બંધારણ પ્રદર્શિત કરવામાં આવ્યું છે.

આગળ વાંચોઃ વિદ્યાઃ આઝાદ ભારતમાં જાતિને પડકાર આપનારી પહેલી ફિલ્મ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.