જય ભીમ ડોનર્સ ક્લબે અમદાવાદની દલિત દીકરીની શિક્ષણ ફી ભરી આપી

અમદાવાદની 'જય ભીમ ડોનર્સ ક્લબે' ફરી એકવાર પોતાની ઉમદા કામગીરીથી સૌ કોઈનું દિલ જીતી લીધું છે.

જય ભીમ ડોનર્સ ક્લબે અમદાવાદની દલિત દીકરીની શિક્ષણ ફી ભરી આપી
image credit - JBDC Facebook page

ગાંધીનગર સ્થિત જય ભીમ ડોનર્સ ક્લબ તેની ઉમદા સમાજસેવી પ્રવૃત્તિઓને લઈને જાણીતી છે. ખાસ કરીને દલિત-બહુજન સમાજના હોંથિયાર વિદ્યાર્થીઓ, જેઓ નબળી આર્થિક પરિસ્થિતિને કારણે આગળ ભણી શકવા અસમર્થ હોય તેમને તેઓ સીધી આર્થિક મદદ કરે છે. આવી જ એક મદદ તેમણે હાલમાં જ અમદાવાદના ગીતામંદિર વિસ્તારની એક વિદ્યાર્થિનીને કરી છે.
ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી ઋતિકા સોલંકીના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી દીકરીને ભણવામાં સમસ્યા ઉભી થતી હતી. જેની જાણ જય ભીમ ડોનર્સ ક્લબના સભ્યોને થતા તેમણે દીકરીની વિગતો મગાવી હતી. જેમાં સામે આવ્યું હતું કે તે છેલ્લાં 5 વર્ષથી અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં તેના મામા સાથે રહે છે અને રાયપુર દરવાજા પાસે આવેલી જી.સી. ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરે છે. દીકરી ભણવામાં હોંશિયાર છે અને ધોરણ 11માં તેને 63 ટકા આવ્યા હતા. ભણવાની સાથે તે ટ્યુશન ક્લાસમાં પણ અભ્યાસ કરવા માટે જાય છે. સ્કૂલ ફી અને ટ્યુશનના મળીને તેને રૂ. 24 હજારની જરૂર પડતી હતી. 

આ પણ વાંચોઃ ફોન પર નમોઃ 'બુદ્ધાય, જય ભીમ' બોલવા પર દલિત યુવકને માર માર્યો

ઋતિકા પોતાની માતા ધર્મિષ્ઠાબેન અને મામા સાથે રહે છે. તેના માતા ભદ્ર કોર્ટ, લાલ દરવાજા, અમદાવાદમાં કોન્ટ્રાકટ પર સફાઈ કર્મચારી તરીકે ફરજ નિભાવે છે. કોન્ટ્રાકટ પર હોવાને લીધે પગાર માત્ર 4500 રૂપિયા છે (4 કલાકની પાર્ટ ટાઇમ નોકરી કરે છે). જ્યારે મોટાભાઈ છૂટક મજૂરી કરે છે. આ રીતે અંદાજે 10-12 હજારની માસિક આવક સાથે પરિવારનું ગુજરાન ચાલે છે.
જય ભીમ ડોનર્સ ક્લબને સામાજિક કાર્યકર સુનિલભાઈ ઔદિચ્ય દ્વારા ઋતિકાની આર્થિક જરૂરિયાત અને પરિવારની ગરીબ પરિસ્થિતિ અંગે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપરોક્ત સરનામે ક્લબના એડમિન સભ્યો દિપેશ રેવર, બિપિન ખંડવી અને સુનીલભાઈ ઔદિચ્ય દ્વારા ઋતિકાના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. રૂબરૂ મુલાકાત દરમિયાન આ પરિવાર વિશેની તમામ હકીકતો સાચી ઠરતી જણાઈ હતી.

આ પણ વાંચોઃ શું ગાંધીજીના આગમન પહેલા ગુજરાતના દલિતો નિર્લેપ અવસ્થામાં હતા?

આ શુભેચ્છા મુલાકાત બાદ સઘળી પરિસ્થિતિની ચકાસણી કરતા જણાઈ આવેલ કે વિદ્યાર્થી ઋતિકા ભણવામાં હોશિયાર છે પણ ગરીબ પરિસ્થિતિના લીધે ભણતર બગડે એમ છે. આથી નક્કી કરવામાં આવ્યું હતું કે ઋતિકા અને બહુજન સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે તેને આર્થિક મદદ કરવી.

એ પછી જય ભીમ ડોનર્સ ક્લબના સભ્યો દ્વારા ઋતિકાના ટ્યુશન ક્લાસની રૂ. 10,000 ફી ભરવામાં આવી હતી. બધી મળીને ફી રૂ. 24000 હતી જેમાંથી જય ભીમ ડોનર્સ ક્લબના એડમિન બિપીનભાઈ ખંડવી દ્વારા ક્લાસ સંચાલકને ભલામણ કરતા રૂ. 6000નું ડિસ્કાઉન્ટ કરી આપ્યું હતું. એ પછી બાકી રહેતા રૂ. 18000 માંથી રૂ. 10000 JBDC દ્વારા મદદ કરવામાં આવેલ અને બાકી રહેતા રૂ. 8000 ઋતિકાના પરિવાર દ્વારા ભરવાની તૈયારી બતાવવામાં આવી હતી.

આ પણ વાંચોઃ જય ભીમ ડોનર્સ ક્લબની જય હો, NEET ની તૈયારી કરતા વિદ્યાર્થીની ફી ભરી આપી

આ પ્રસંગે ઋતિકા, તેના માતા અને ક્લાસ સંચાલક દ્વારા જય ભીમ ડોનર્સ ક્લબની ઉમદા કામગીરીની પ્રસંશા કરવામાં આવી હતી અને તેનો આભાર માનવામાં આવ્યો હતો. સાથે જ ક્લબે પણ વિદ્યાર્થિની ઋતિકા પણ સફળતા પ્રાપ્ત કરી જય ભીમ ડોનર્સ ક્લબના PAY BACK TO SOCIETY ના કાર્યોમાં ભરપૂર સહયોગ આપશે તેવી લાગણી અને ઈચ્છા દર્શાવી હતી.

ઉલ્લેખનીય છે કે, જય ભીમ ડોનર્સ ક્લબ ડૉ. બાબાસાહેબ આંબેડકરના સિદ્ધાંતો પર ચાલીને દર મહિને પોતાની આવકનો ચોક્કસ હિસ્સો સમાજના ઉત્થાન માટે વાપરે છે. તેની આ ઉમદા કામગીરીને કારણે અત્યાર સુધીમાં સમાજના અનેક હોનહાર વિદ્યાર્થીઓ આગળ ભણીગણીને નોકરી લાયક બન્યાં છે. ક્લબમાં એવા પણ ઘણાં સભ્યો છે, જેઓ પોતે જય ભીમ ડોનર્સ ક્લબની મદદથી ભણ્યાં હોય અને આજે ઉચ્ચ પગાર મેળવતા થયા બાદ પે બેક ટુ સોસાયટીના કાર્યમાં ક્લબ સાથે જોડાયા હોય.

જો તમે પણ જય ભીમ ડોનર્સ ક્લબની આ ઉમદા કામગીરીમાં ભાગીદારી થવા ઈચ્છતા હો અથવા તેના વિશે અન્ય કોઈપણ પ્રકારની જાણકારી મેળવવા માંગતા હો તો નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચોઃ તું 'જય ભીમ' વાળો છે, અમે 'જય ભીમ' વાળાને નોકરી નથી આપતા

જય ભીમ ડોનર્સ ક્લબ એડમીન
રવિ મહેતા       :9725902081
મિલિંદ બૌધ્ધ     :9998778483
દિપેશ રેવર       :9714044591
રાકેશ સોલંકી      :9824612504
ભરત મંજુલાબેન   :9998913589
હાર્દીક સોલંકી      :9624619719
ઉમેશ પરમાર      :9574530057
નાગરાજ સુવાતર   :9978062227
એસ.વી સોલંકી     :9638353890
ડો.પ્રશાંત જાદવ    :8264133676
બિપીન ખંડવી      :9824843591

આ પણ વાંચોઃ જય ભીમ ડોનર્સ ક્લબની ઉમદા કામગીરી, ગરીબ દીકરીની 25 હજાર શિક્ષણ ફી ભરી આપી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.