વડોદરામાં ગરબા દરમિયાન ખેલૈયાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી
મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે આયોજકોએ સમયસર પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

Clashes in Garba in Vadodara : ગુજરાતભરમાં હાલ નવરાત્રી તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે ત્યારે વડોદરામાં ગરબા દરમિયાન ખેલૈયાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હોવાનો એક વીડિયો સામે આવતા હોબાળો મચી ગયો છે. મળતી માહિતી મુજબ વીડિયો વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ગરબાનો છે. જ્યાં ખેલૈયાઓના બે ગ્રુપ વચ્ચે કોઈ કારણોસર છુટ્ટા હાથની મારામારી થઈ હતી.
મામલો એ હદે બિચકી ગયો હતો કે બંને ગ્રુપોએ ગરબા ગ્રાઉન્ડની વચ્ચે જ એકબીજા પર હુમલો કરી દીધો હતો. જેને લઈને ગરબા ગાતા અન્ય ખેલૈયાઓમાં અફરાતફરી મચી ગઈ હતી. દરમિયાન આખી ઘટનાની જાણ આયોજકોને થતા તેમણે વચ્ચે પડીને આખો મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં જો કે કોઈપણ પક્ષે કોઈને ઈજા નહોતી પહોંચી અને મામલો સુખદ રીતે પૂર્ણ થયો હતો.
ઘટના ગઈકાલ રાતની હોવાનું કહેવાય છે. લક્ષ્મી વિલાસ પેલેસના ગરબામાં ગત રાત્રીના બે ગ્રુપના ખેલૈયાઓ વચ્ચે કોઈ કારણને લઈને બબાલ થઇ હતી ત્યાર બાદ આ બબાલે મારામારીનું રૂપ ધારણ કર્યું હતું. વડોદરના પ્રખ્યાત લક્ષ્મી વિલાસ પેલેસના હેરીટેજ ગરબામાં આ ઘટના સર્જાતા લોકોમાં વિવિધ ચર્ચાઓ જોવા મળી હતી. હાલ આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચોઃ રાજકોટના નીલ સિટીના ગરબામાં શાકીરાના ગીતો વાગતા હોબાળો મચ્યો