અયોધ્યા બાદ હવે ભોલે બાબાની નગરી દેવઘરમાં પણ ભાજપની હાર
લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં મળેલી શરમજનક હાર જેવી જ હાર ભાજપને પેટાચૂંટણીમાં ઝારખંડની દેવધર બેઠકમાં મળી છે.

Jharkhand Assembly by-election : ઝારખંડ મુક્તિ મોરચા (JMM), કોંગ્રેસ, RJD અને CPI(ML) ના ગઠબંધને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં તેની સત્તા જાળવી રાખી છે. રાજ્યની 81 બેઠકોમાંથી JMM 34, BJP 21, કોંગ્રેસ 16, RJD 4, CPI (ML/L) 2, ઝારખંડ લોકતાંત્રિક ક્રાંતિકારી મોરચા, AJSU, LJP રામવિલાસ અને JDUએ એક-એક બેઠક જીતી છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના આ પરિણામોમાં ભોલે બાબાની નગરી તરીકે જાણીતા દેવઘરનું ચૂંટણી પરિણામ ચોંકાવનારું છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર સુરેશ પાસવાન દેવઘરમાં ઈન્ડિયા ગઠબંધનમાંથી જીત્યા છે. સુરેશ પાસવાને તેમના હરીફ ભાજપના ઉમેદવાર નારાયણ દાસને 39 હજારથી વધુ મતોથી હરાવ્યા છે. આરજેડીના સુરેશ પાસવાનને 22 રાઉન્ડની મતગણતરી બાદ 1 લાખ 56 હજાર 079 વોટ મળ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર નારાયણ દાસને 1 લાખ 16 હજાર 358 વોટ મળ્યા હતા.
અયોધ્યા બાદ હવે દેવઘરમાં ભાજપની હાર
હિન્દુત્વ ભાજપનો મુખ્ય મુદ્દો રહ્યો છે. આ જ કારણ છે કે જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી ભાજપે એવા શહેરોમાં વિકાસના ઘણા કામો કર્યા છે જે હિન્દુઓના મુખ્ય તીર્થસ્થળો છે. વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોર હોય, ઉજ્જૈનમાં મહાકાલ લોકની સ્થાપના હોય કે પછી અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના હોય. ભાજપે તમામ ધાર્મિક શહેરોમાં વિકાસના કામો કર્યા છે. આ જ તર્જ પર ભોલે બાબાના શહેર દેવઘરમાં એક એરપોર્ટ બનાવવામાં આવ્યું હતું. જો કે અયોધ્યાની જેમ અહીં પણ મતદારોએ ભાજપને આંચકો આપ્યો છે. ધાર્મિક નગરોમાં વિકાસના કામો કર્યા બાદ પણ આ સ્થળોએ ભાજપનો પરાજય થઈ રહ્યો છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીની મત ગણતરીમાં દેવઘર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવારનો પરાજય થયો છે. દેવઘર વિધાનસભા સીટ પર રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર સુરેશ પાસવાને જીત મેળવી છે. જ્યારે બીજેપીના ઉમેદવાર નારાયણ દાસ બીજા ક્રમે રહ્યા હતા. સુરેશ પાસવાનને 1 લાખ 56 હજાર 079 વોટ મળ્યા. જ્યારે તેમના હરીફ ભાજપના ઉમેદવાર નારાયણ દાસને 1,16,358 મત મળ્યા છે.
લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં ભાજપની હાર થઈ હતી
આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં આવતી ફૈઝાબાદ લોકસભા સીટ પર ભાજપનો શરમજનક પરાજય થયો હતો. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદે ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા પછી ઈન્ડિયા ગઠબંધને અયોધ્યામાં ભાજપની હારનો વ્યાપક પ્રચાર કર્યો હતો. હવે દેવઘરમાં ભાજપના ઉમેદવારની હારથી ઈન્ડિયા એલાયન્સને વધુ એક તક મળી છે.
આ પહેલા કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે ચૂંટણી પ્રચારમાં બજરંગબલીનું નામ વટાવવા પ્રયત્ન કર્યો હતો. તે ચૂંટણીમાં પણ ભાજપ કોંગ્રેસ સામે હારી ગઈ હતી. કર્ણાટકમાં હાર બાદ કોંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ કહેતા રહ્યાં કે બજરંગબલીએ ભાજપને પાઠ ભણાવ્યો. આ સિવાય 2024ની લોકસભા ચૂંટણીમાં વારાણસી લોકસભા સીટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતનો માર્જીન પણ ઓછો થયો છે.
આ પણ વાંચોઃ અયોધ્યા તો દૂર, આસપાસના 100 કિમી વિસ્તારમાં પણ ભાજપ જીતી ન શક્યું
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
નલીન્દ્ર પી વાઘભાજપા નુ હારનુ કારણ બજરંગબલી દાદા કે કોઈ પણ દેવી, દેવતા નથી પરંતુ હારનુ કારણ બજરંગ બલી દાદા ના તથા દેવી, દેવતા ઓનાં નામે ચાલતા સંધટનો નો સાથે સંકડાયલ, અને સંગઠનો ના નામે ચરી ખાનારા, લુખ્ખા, અસાજીકતત્વો, ગુંડાતત્વો, જેઓ ના ત્રાસ ના કારણે, પ્રજાજનો ત્રાહિમામ પોકારી ગયા ના કારણે હાર થયેલ છે