ત્રણ મુસ્લિમ બાળકોને ચપ્પલથી મારી પરાણે 'જય શ્રી રામ' બોલાવડાવ્યું
16 વર્ષના છોકરાએ 6, 9 અને 11 વર્ષના ત્રણ મુસ્લિમ બાળકોને વારંવાર ચંપલથી મારી 'જયશ્રી રામ' બોલવા મજબૂર કર્યા. વીડિયો વાયરલ.
Ratlam News: ભાજપ, આરએસએસ સહિતના હિંદુત્વવાદીઓ દ્વારા ફેલાવાતી મુસ્લિમ વિરોધી નફરતની આગ હવે કઈ હદે રાક્ષસી સ્વરૂપ ધારણ કરી ચૂકી છે તેનું એક ચોંકાવનારું ઉદાહરણ ભાજપ સાશિત રાજ્ય મધ્યપ્રદેશમાંથી સામે આવ્યું છે.
અહીંના રતલામથી એક વીડિયો સામે આવ્યો છે જે બતાવે છે કે કેવી રીતે દેશમાં હિન્દુ-મુસ્લિમ નફરત વધી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક 16 વર્ષનો કિશોર 6, 9 અને 11 વર્ષના ત્રણ મુસ્લિમ બાળકોને તેના ચપ્પલ વડે વારંવાર મારતો અને તેમને 'જય શ્રી રામ' બોલવાનું કહેતો જોવા મળે છે. આ કિશોર ત્રણેય છોકરાઓને ગાળો ભાંડે છે અને તેમના પર સિગરેટ પીતા શીખવાનો આરોપ લગાવી તેમની પાસે સગાસંબંધીઓનો નંબર માંગી રહ્યો છે. જ્યારે ત્રણેય બાળકો અલ્લાહ બોલે છે, તો તેમને જોરથી ફટકારવામાં આવે છે.
આ મામલે રતલામના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સમગ્ર ઘટનાને લઈને કેસ નોંધવામાં આવ્યો છે અને વીડિયો શૂટ કરનાર કિશોર અને અન્ય 14 વર્ષના છોકરાની અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ મુસ્લિમ ડોક્ટરને મંદિર સામેનું ઘર વેચતા આખી કોલોની વિરોધમાં ઉતરી
આ વીડિયો રતલામમાં અમૃતસાગર તળાવ પાસેના એક નિર્માણાધીન મનોરંજન પાર્કનો હોવાનું કહેવાય છે. શહેરના માણકચોક વિસ્તારના રહેવાસીઓ બાળકો રડતા, સૂત્રોચ્ચાર કરતા અને કિશોરના હુમલાથી પોતાના ચહેરાને બચાવતા એમ કહેતા જોઈ શકાય છે કે, તેણે જે કંઈ કર્યું છે ફરીથી નહીં કરે.
પોલીસને આપેલી ફરિયાદમાં 13 વર્ષના પીડિત બાળકે જણાવ્યું કે, “હું, મારા બે મિત્રો સાથે અમૃત સાગર તળાવ પાસે ફરવા ગયો હતો. અમે ત્યાં બેઠા હતા ત્યારે બે જણ ત્યાં આવ્યા અને અમારા નામ પૂછ્યા. ત્યારબાદ તેમણે અમને ગાળો દેવાનું શરૂ કરી દીધું અને પછી અમને માર માર્યો. તેમણે અમને 'જય શ્રીરામ' બોલવા માટે દબાણ કર્યું અને અમારો વીડિયો બનાવી લીધો. તેમનામાંથી એકે અમારી સાથે મારામારી કરી હતી. ત્યારબાદ તેમણે અમને ધમકી આપી કે જો અમે આ ઘટના વિશે કોઈને કહીશું તો તેઓ અમને જાનથી મારી નાખશે."
આ ઘટના લગભગ દોઢ મહિના પહેલા બની હતી પરંતુ તેનો વીડિયો આજે સામે આવ્યો છે. વીડિયો વાયરલ થતા સ્થાનિકો રોષે ભરાયા હતા. ગુરુવારે રાત્રે સ્થાનિક પોલીસ સ્ટેશનની બહાર ભીડ એકઠી થઈ હતી, જેના માટે વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવી પડી હતી. બાદમાં અધિકારીઓએ કાર્યવાહીનું વચન આપતાં ભીડ વિખેરાઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ દુકાનનું નામ હિંદુ હોવાથી ભાજપ નેતાએ મુસ્લિમ માલિકને ધમકાવી તોડફોડ કરી
13 વર્ષના બાળકના પરિવારને ફરિયાદ કરવામાં મદદ કરનાર કાર્યકર ઈમરાન ખોખરે જણાવ્યું હતું કે, ઘટના એક મહિના પહેલા ઘટી હતી પરંતુ તેનો વીડિયો એક સંદિગ્ધ શખ્સ દ્વારા તે નશામાં હતો ત્યારે લીક કરી દેવામાં આવ્યો હતો. તેણે આ વીડિયો 'મનોરંજન' માટે શેર કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, ત્રણેય બાળકો આ ઘટનાથી એટલા ગભરાઈ ગયા હતા કે તેમણે આ ઘટના વિશે કોઈને પણ જાણ નહોતી કરી અને પોતાના સુધી જ મર્યાદિત રાખ્યો હતો.
ઈમરાન ખોખરે બાળકો વિશે વધુમાં જણાવ્યું કે, "છ વર્ષનો છોકરો તેની દાદી અને કાકી સાથે રહે છે અને 10 મહિના પહેલા એક અકસ્માતમાં તેના માતા-પિતા ગુમાવી ચૂક્યો છે. જ્યારે તેમને ખબર પડી કે વીડિયો લીક થઈ ગયો છે, ત્યારે તેણે પોતાને એક રૂમમાં બંધ કરી દીધો હતો. તેને બહાર કાઢવા માટે અમારે દરવાજો તોડવા માટે પોલીસની મદદ લેવી પડી હતી."
ત્રણેય બાળકોના માનસપટ પર ઘટનાની ગંભીર અસર પડી
13 વર્ષીય ફરિયાદીના પિતાએ કહ્યું, “તે છેલ્લા દોઢ મહિનાથી અલગ પ્રકારનું વર્તન કરી રહ્યો હતો. તે શાળાએ જવાનું ટાળે છે, હવે તે બહાર રમતો નથી, અને જ્યારે તે મારી શાકભાજીની લારીએ આવે છે ત્યારે પણ તે તેની સાથે કોઈને રાખવાનો આગ્રહ રાખે છે. તે સમયે મને ખ્યાલ નહોતો કે તેને આટલી હેરાનગતિ સહન કરવી પડશે. જ્યારે અમે વીડિયો જોયો ત્યારે ખબર પડી કે તેને કેટલો હેરાન કરવામાં આવ્યો હતો. મેં તેને કહ્યું છે કે હવે તું એ બાબતે ચિંતા ન કર, બધું સારું થઈ જશે. આ ઘટનાના જવાબદારોને કડક સજા મળવી જોઈએ જેથી કરીને આવી ઘટનાઓ ફરી ન બને.
અન્ય એક બાળકના પિતાએ કહ્યું, “મેં મારા પુત્રને પૂછ્યું કે તેણે આ મામલે કેમ કોઈને કશું કહ્યું નહીં? તેનું વર્તન સામાન્ય લાગતું હતું પણ અંદરથી તે ખૂબ જ ડરેલો હતો અને એટલે જ અમને કહેવાથી ડરતો હતો. આપણા દેશનું વાતાવરણ એટલું ઝેરી બની ગયું છે કે નાના બાળકો પણ નફરતનો શિકાર બની રહ્યા છે."
આ પણ વાંચોઃ જામિયા મિલિયા માં દિવાળીના નામે દંગા કરનારા તત્વો કોણ છે?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Jeshingbhaiગુનેગારોને સજા થવી જ જોઈએ ખાસ કરીને જેઓ બાળકોને ધર્મના નામે રંજાડે છે તેમને તો છૂટો દોર ન જ મળવો જોઈએ. કારણ કે એવાં કૃત્યથી બાળકનું સમગ્ર જીવન પ્રભાવિત થાય છે, જે અસહ્ય દર્દનાક હોય છે.