બે વર્ષ સુધી દલિત કિશોરનું શોષણ કર્યું, પ્રેગનેન્ટ થતા ગર્ભપાત કરાવી દીધો
Dalit Teenage Girl Raped: મજૂર પરિવારની 16 વર્ષની દીકરી પર આરોપી બે વર્ષ સુધી બળાત્કાર કરતો રહ્યો. કિશોરી ગર્ભવતી થઈ જતા ગર્ભપાત કરાવી દીધો.
Dalit Teenage Girl Raped: જાતિવાદના એપીસેન્ટર ઉત્તર પ્રદેશમાંથી વધુ એક હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. અહીં રાબટર્સગંજમાં એક શખ્સ 16 વર્ષની એક દલિત કિશોર પર સતત બે વર્ષ સુધી બળાત્કાર ગુજારતો રહ્યો. એ દરમિયાન કિશોરી ગર્ભવતી થઈ જતા તેને બળજબરીથી દવાખાને લઈને તેનો ગર્ભપાત કરાવી દીધો હતો. ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે પોક્સો અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારજનો ગેરહાજરીમાં કિશોરીને નિશાન બનાવી
મળતી માહિતી મુજબ, આ મામલો રાબટર્સગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં પીડિતાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપ લગાવ્યો છે કે તે અને તેની પત્ની રોજ કામ માટે ઘરની બહાર જતા હતા. તેમની 16 વર્ષની પુત્રી દિવસ દરમિયાન ઘરે એકલી રહે છે.
જેનો લાભ લઈને ઝુલ્ફીકાર ઉર્ફે કલ્લુએ યુવતીને ફસાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં, આરોપીએ છેલ્લા બે વર્ષમાં ઘણી વખત તેની સાથે બળાત્કાર કર્યો. જેના કારણે તે ગર્ભવતી બની હતી. આ પછી આરોપી 23 સપ્ટેમ્બરે પીડિતાને તેના ઘરેથી બળજબરીથી લઈ ગયો અને બહાર લઈ જઈ તેનો ગર્ભપાત કરાવ્યો.
બે દિવસ સુધી ગામમાં મામલો દબાયેલો રહ્યો
આ ઘટના પછી જ્યારે પીડિતા તેના ઘરે પરત આવી ત્યારે તેણે તેના પરિવારજનોની આખી આપવીતી જણાવી. એકાદ-બે દિવસ ગામમાં આખો મામલો દબાયેલો રહ્યો. પરંતુ બુધવારે પીડિતાના પિતા તેને ઘોરવાલ પોલીસ સ્ટેશન લઈ ગયા અને ઈન્સપેક્ટર ઈન્ચાર્જ કમલેશ પાલને ઘટના વિશે જાણ કરી.
પોક્સો અને એસસી-એસટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો
તેમણે ઘટનાની ફરિયાદ કમલેશ પાલને કરી, જેના આધારે પોલીસે ઝુલ્ફીકાર ઉર્ફે કલ્લુ વિરુદ્ધ બળાત્કાર, ગર્ભપાત, પોક્સો એક્ટ અને એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર કમલેશ પાલનું કહેવું છે કે હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ કેસમાં અરુણના ડીએનએને પણ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ બર્થડે પાર્ટીના બહાને એલએલબીની દલિત વિદ્યાર્થીનીને હોટલમાં બોલાવી રેપ કર્યો