આદિવાસી લેખિકા-કવિ જેસિંટા કેરકેટ્ટાએ વધુ એક પુરસ્કાર ફગાવ્યો
ઈન્ડિયા ટુડે ગ્રુપનો એવોર્ડ સ્વીકારવાનો ઈનકાર કર્યા બાદ આદિવાસી લેખિકા-કવિ જેસિંટા કેરકેટ્ટાએ વધુ એક પુરસ્કાર ફગાવી દીધો છે.
આદિવાસી કાર્યકર અને લેખક-કવિ જેસિન્ટા કેરકેટ્ટા(Jacinta Carcetta)એ વધુ એક પુરસ્કાર લેવાનો ઈનકાર કરી દીધો છે. જેસિંટાએ યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) અને રૂમ ટુ રીડ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવતો પુરસ્કાર પેલેસ્ટાઇન સામે ઇઝરાયેલ દ્વારા છેડવામાં આવેલા યુદ્ધના પીડિતોના સમર્થનમાં સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે.
ધ વાયરના એક રિપોર્ટ અનુસાર, તેમના કાવ્યસંગ્રહ 'જીરહુલ'ને બાળ સાહિત્યકારો માટેના એવોર્ડની કેટેગરીમાં 'રૂમ ટુ રીડ યંગ ઓથર એવોર્ડ' માટે પસંદ કરવામાં આવ્યો છે. એવોર્ડ આપતી સંસ્થાઓએ હજુ સુધી આ નિર્ણય અંગે જાહેરમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેની વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે બાળ સાહિત્ય પુરસ્કારની બીજી આવૃત્તિનો સમારોહ 7 ઓક્ટોબરે યોજાવાનો છે.
કેરકેટાએ યુએસએઆઈડી અને રૂમ ટુ રીડ ઈન્ડિયા ટ્રસ્ટ બંનેને પત્રો લખીને ઉપરોક્ત એવોર્ડ સ્વીકારવાનો ઈન્કાર કરવાના કારણો સમજાવ્યા છે.
કેરકટ્ટાએ કહ્યું કે બાળકો માટે પુસ્તકો મહત્વપૂર્ણ છે, પરંતુ મોટેરાઓ તે બાળકોને બચાવી શકતા નથી, એ બાળકો જેમાંથી હજારો પેલેસ્ટાઈનમાં માર્યા ગયા છે. રૂમ ટુ રીડ ઈન્ડિયા ટ્રસ્ટ બાળકોના શિક્ષણ માટે બોઈંગ કંપની સાથે સંકળાયેલું છે. જ્યારે બાળકોની દુનિયા એ જ કંપની દ્વારા બનાવવામાં શસ્ત્રોથી નાશ પામી રહી છે, ત્યારે હથિયારોનો વેપાર અને બાળકોની સંભાળ એક સાથે કેવી રીતે ચાલી શકે?'
એરોસ્પેસ દિગ્ગજ બોઈંગનો દાવો છે કે તે 75 વર્ષથી ઈઝરાયેલની સેના સાથે જોડાયેલી છે. ગયા વર્ષે ટ્રસ્ટ અને બોઇંગ વચ્ચે શિક્ષણ કાર્યક્રમ પર ભાગીદારીના સમાચાર આવ્યા હતા. જેને તત્કાલીન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લીલી ઝંડી આપી હતી.
ભોપાલના ઈકતારા ટ્રસ્ટના પ્રકાશન ગૃહ, જુગ્નુ પ્રકાશન દ્વારા આ વર્ષે ‘જીરહુલ’ નામથી જેસિંડા કેરકેટ્ટાનું આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું. આ કાવ્ય સંગ્રહમાં ફૂલો પરની કવિતાઓ છે જે આદિવાસી વિસ્તારના જંગલોમાં રહેતા લોકોના જીવન સાથે સંબંધિત છે.
જેસિન્ટાએ કહ્યું, 'આ સામાજિક-રાજકીય ચેતનાને જાગૃત કરવા માટે લખવામાં આવી છે, ખાસ કરીને એવા સમયે જ્યારે દેશના બાળકો માત્ર ગુલાબ અને કમળ વિશે વાંચીને મોટા થઈ રહ્યા છે. સાહિત્ય ક્ષેત્રે વિવિધતા જાળવીને બાળકોને ધ્યાનમાં રાખીને બહુ ઓછું કામ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં બાળકો માટે લખાયેલા કાવ્યસંગ્રહને એવોર્ડ મળે તો સારું થયું હોત.
જો કે તેમણે ઉમેર્યું હતું કે, વર્તમાન સંજોગોને જોતા બાળસાહિત્ય માટેનો આ એવોર્ડ સ્વીકારવો તેમના માટે મુશ્કેલ છે.
કેરકેટાએ 'ઈશ્વર અને બજાર', 'જેસિન્ટાની ડાયરી' અને 'લેન્ડ ઓફ ધ રૂટ્સ' સહિત સાત પુસ્તકો લખ્યા છે. ગયા વર્ષે, તેમના કામ માટે ઇન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જોકે તેમણે મણિપુરમાં આદિવાસીઓ પર થઈ રહેલા અત્યાચારો અને તેના પર દાખવવામાં આવતી બેદરકારીના વિરોધમાં તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હજુ ગયા અઠવાડિયે જ લેખક અને અનુવાદક ઝુમ્પા લાહિરીએ ન્યૂયોર્કના નોગુચી મ્યુઝિયમ તરફથી એવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે મ્યુઝિયમે ત્રણ કર્મચારીઓને 'કેફિયેહ' સ્કાર્ફ પહેરવા બદલ કાઢી મૂક્યા હતા, જે પેલેસ્ટાઈનની એકતાનું પ્રતિક છે.
આ પણ વાંચોઃ પ્રખ્યાત આદિવાસી લેખિકા જેસિંટા કેરકેટ્ટાએ ઈન્ડિયા ટુડે ગ્રુપનો એવોર્ડ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Amarsinh VaghelaTamara platform par advertise image bahu mast hoy che... Kya prakar ni advertise karo che ae pan mahatva nu che... Kamani jaruri che pan aeni sathe sathe tame apna samajne bija rastao pan dekhay rahiya che... Kai bhashama lakhyu che advertise ma aenu pan anuvad karine lakhva vinanti... Dhanyawad ????????
-
KhabarAntarજાહેરાત ખબરઅંતર દ્વારા નથી આવતી પણ ગૂગલ દ્વારા આવતી હોય છે. વ્યક્તિની સર્ચ હિસ્ટ્રીને ધ્યાનમાં રાખીને તે આવતી હોય છે. તમે તેના પર ક્લિક કરીને રિમૂવ કરો તો ફરી નહીં આવે.
-