મોરબી કોર્ટે ફરી વિભૂતિ પટેલ સહિત 6 આરોપીઓના જામીન ફગાવ્યા
મોરબી કોર્ટે ફરી વિભૂતિ પટેલ સહિત 6 આરોપીઓના જામીન ફગાવી દીધા છે.
મોરબી કોર્ટે દલિત યુવાનને માર મારવા, જૂતું મોમાં રખાવવા જેવા ગંભીર ગુનામાં આરોપી વિભૂતિ પટેલ અને તેના સાગરિતોના જામીન ફગાવીને જેલમાં ધકેલી દીધાં હતા.આજે વિભૂતિ પટેલ તથા અન્ય છ આરોપીઓએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી પરંતુ મોરબી કોર્ટ આ જામીન અરજી ફગાવી દીધી છે.
મોરબી કોર્ટ આ જામીન અરજી ફગાવી દીધી
વિભુતિ પટેલે પોતાની કંપનીમાં માર્કેટિંગનું કામ કરતા એક દલિત યુવકે 16 દિવસનો બાકી પગાર માંગતા તેના ભાઈ સહિતના સાગરિતોએ મળીને યુવકનેજાતિસૂચક ગાળો બોલી, ચામડાના પટ્ટા વડે ઢોર માર મારી તેનો વીડિયો ઉતારી યુવકને પોતાનું પગરખું મોંઢામાં લેવડાવી માફી મગાવી હતી.આથી પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા ઓમ પટેલ અને રાજ પટેલ, પરીક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રીશ મેરજા અને પ્રિત વડસોલાને જેલ ભેગા કર્યા હતા.ત્યારબાદ વિભુતિ પટેલ સહિત અન્ય છ આરોપીઓએ મોરબી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી,કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી હતી.ત્યારબાદ મોરબી કોર્ટે જામીન માટે અરજી આજે ફગાવી દીધી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં SC વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં આવકમર્યાદા વધારવાની જાહેરાતનો હજુ સુધી અમલ નથી થયો