ગુજરાતમાં SC વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં આવકમર્યાદા વધારવાની જાહેરાતનો હજુ સુધી અમલ નથી થયો

ગુજરાતમાં SC વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં આવકમર્યાદા વધારવાની જાહેરાતનો હજુ સુધી અમલ નથી થયો.

ગુજરાતમાં SC વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં આવકમર્યાદા વધારવાની જાહેરાતનો હજુ સુધી અમલ નથી થયો

ગુજરાતમાં અનુ. જાતિના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં આવક મર્યાદા વધારવા માટેની માંગણી કરવામાં આવી છે. હાલ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ મેળવવા માટેની અરજી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આ મુદ્દે ગંભીરતાથી માંગ કરવામાં આવી છે. અગાઉ સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી પ્રદિપ પરમારે એસસી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે આવક મર્યાદા રૂ. 2.5 લાખથી વધારીને રૂ. 6 લાખ સુધીની કરવાની જાહેરાત કરી હતી, પણ હજુ સુધી તેનો અમલ થયો ન હોવાની ફરિયાદ આજે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, એસસી વર્ગના વિદ્યાર્થીઓને યુનિઓ-કોલેજોમાં ફ્રી શીપ કાર્ડ હેઠળ મફત પ્રવેશ અને સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે. હાલ તેના માટેની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે એનએસયુઆઈ દ્વારા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને લેખિતમાં રજૂઆત કરીને એસસી વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની આવક મર્યાદા રૂ. 2.5 લાખથી વધારીને રૂ. 6 લાખ કરવાની વિભાગની જાહેરાતનો અમલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.
અહીં એ પણ યાદ રાખવું રહ્યું કે, સરકાર દ્વારા અપાતી સ્કોલરશિપ સમયસર મળતી નથી તેથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામને કરવો પડે છે. અનેક ખાનગી કોલેજો અને યુનિર્વસિટીઓ વિદ્યાર્થીઓને છેલ્લા વર્ષની માર્કશીટ આપતી નથી. ઘણીવાર વિદ્યાર્થીને પરીક્ષા આપવાથી પણ વંચિત રાખવામાં આવે છે. તેથી સરકાર આ ખાનગી કોલેજો યુનિર્વસિટીઓને પરિપત્ર કરીને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડ હેઠળ પ્રવેશ આપવામાં આવે, ફી થી માંડીને પરીક્ષા સમયે હેરાન કરવામાં ના આવે તેવો આદેશ આપવામાં આવે તેની પણ માંગ કરવામાં આવી છે. હાલ ડીબીટીની પ્રક્રિયા બાકી હોવાથી ગત વર્ષનાં ઘણાં વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી છે. તેથી વિદ્યાર્થીઓની માંગ છે કે અરજી પ્રક્રિયા માટે પોર્ટલ ફરીથી ચાલુ કરવામાં આવે.

આ પણ વાંચો : છેલ્લા 5 વર્ષમાં 13,626 SC, ST, OBC વિદ્યાર્થીઓએ IIT, IIM અને કેન્દ્રીય યુનિ.ઓ છોડી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.