યોગી આદિત્યનાથના ગોરખપુરમાં બે દલિત બાળકોની ગળું કાપી હત્યા
પોલીસનું કહેવું છે કે ધોરણ 5 અને 6માં ભણતાં બંને બાળકોને પહેલા થાંભલા સાથે બાંધવામાં આવ્યા હતા. એ પછી તેમની ગળું કાપી હત્યા કરી દેવાઈ છે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મતવિસ્તાર ગોરખપુર (Gorakhpur) ના સહજનવા પોલીસ સ્ટેશન (sahajanwa police station) વિસ્તાર હેઠળના સીસઈ ભસ્કા (Sisai Bhaska) ગામમાં બે નિર્દોષ દલિત બાળકોની ગળું કાપીને હત્યા (Dalit children were murdered by slitting their throats) કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ સનસનાટીભરી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. બંને બાળકોના મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યા હતા અને તેમના હાથ-પગ બાંધેલા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા અને કેસની તપાસ શરૂ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની ઓળખ પ્રિન્સ (Prince)અને અભિષેક (Abhishek) તરીકે થઈ છે. જેઓ અનુક્રમે કેંપિયરગંજ અને ધસ્કાના રહેવાસી છે. બંને બાળકો સફાઈ કર્મચારીના ભત્રીજા અને ભત્રીજી હોવાનું કહેવાય છે. મૃતક બાળકોના પરિવારના સભ્યોની રડી રહીને હાલત ખરાબ છે.
પહેલા વીજળીના થાંભલા સાથે બાંધીને માર્યા હતા
પોલીસનું કહેવું છે કે પહેલા બંનેને વીજળીના થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. એ પછી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સહજનવા વિસ્તારના ભક્ષા ગામમાં બની હતી. શુક્રવારે બપોરે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. બંને મૃતદેહો વચ્ચે ૫૦ મીટરનું અંતર હતું.
માહિતી મળતા જ ગામલોકોની ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ હતી અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનાને લઈને ગ્રામજનોમાં રોષ છે. ગામલોકોએ પોલીસને એક કલાક સુધી બાળકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લઈ જવા દીધા નહીં. પોલીસ અધિકારીઓએ તેને લાંબા સમય સુધી સમજાવ્યા ત્યારે જ તેઓ શાંત થયા હતા અને તે પછી જ પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જઈ શકી હતી.
ગામથી દૂર અર્ધનગ્ન હાલતમાં મૃતદેહો મળી આવ્યા
બે મૃતદેહોમાંથી એકના હાથ અને બીજાના હાથ-પગ બાંધેલા હતા. ઘટના દરમિયાન બાળકો કોઈ અવાજ ન કરે તે માટે, ખૂનીએ તેમના મોંમાં કપડું ઠૂંસી દીધું હતું. સહજનવા પોલીસ ઘટના સ્થળની તપાસ કરી રહી છે. એસએસપી ડૉ. ગૌરવ ગ્રોવરે પણ ઘટનાસ્થળે પહોંચીને ઘટના વિશે માહિતી મેળવી હતી.
ચિલુઆતાલ વિસ્તારના નવાપરના રહેવાસી રાકેશના સાસરિયાઓનું ઘર સહજનવા વિસ્તારના ભક્ષા ગામમાં છે. તેનો ૧૨ વર્ષનો દીકરો પ્રિન્સ તેના મામા ઇન્દ્રેશના ઘરે આવ્યો હતો. ગુરુવારે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ, પ્રિન્સ અને તેના મામાનો દીકરો અભિષેક (14) ગામમાં ફરવા ગયા હતા. પરંતુ, લાંબા સમય પછી પણ બંને ઘરે પાછા ફર્યા નહોતા.
મોડી રાત થઈ ત્યારે પરિવારના સભ્યોએ બંને બાળકોની શોધખોળ શરૂ કરી. પરંતુ બંનેનો પત્તો લાગી શક્યો નહોતો. પરિવારના સભ્યો ગામમાં અને સંબંધીઓમાં શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન, શુક્રવારે બપોરે ગામથી થોડે દૂર એક ખેતરમાં બંનેના અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. અભિષેક ધોરણ 6 માં અને પ્રિન્સ ધોરણ 5 માં અભ્યાસ કરતો હતો.
રોષે ભરાયેલા ગામલોકો રસ્તા પર બેસી ગયા
બાળકોની હત્યાની માહિતી મળતાં જ ગામલોકો એકઠા થઈ ગયા અને પોતાના પરિવારો સાથે રસ્તા પર બેસી ગયા હતા. પોલીસ બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવા માંગતી હતી પરંતુ તેઓ મૃતદેહોને લઈ જવા દેતા ન હતા. માહિતી મળતાં જ એસએસપી ગૌરવ ગ્રોવર ઘટનાસ્થળે પહોંચી ગયા. તેમણે પરિવાર સાથે વાત કરી અને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી. જે બાદ પરિવારના સભ્યો શાંત થયા. ૧ કલાક પછી તેમણે મૃતદેહને લઈ જવા દીધો.
એસએસપી ગૌરવ ગ્રોવર કહે છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. બંને બાળકોને કોણે અને શા માટે માર્યા, આની દરેક દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના ટૂંક સમયમાં જાહેર થશે.
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે શું કહ્યું?
આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા આઝાદ સમાજ પાર્ટી (કાંશી રામ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચંદ્રશેખર આઝાદે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "ગોરખપુરના સહજનવાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટનામાં, બે દલિત કિશોરોના અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે જેમના ગળા કાપી નાખવામાં આવ્યા હતા. મૃતદેહો એકબીજા સાથે બાંધેલા હતા અને તેમના મોંમાં કપડું ઠૂંસી દેવામાં આવ્યું હતું. આ ભયાનક ઘટના સમાજ માટે આઘાતજનક છે અને કાયદો અને વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતાને પણ ઉજાગર કરે છે. પરિવારના સભ્યો સાથે મારી સંવેદના છે. પ્રકૃતિ તેમને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે. ગોરખપુર પોલીસે આ ઘટનાની નિષ્પક્ષ અને ત્વરિત તપાસ કરવી જોઈએ અને ગુનેગારોને વહેલી તકે ધરપકડ કરવી જોઈએ અને તેમને કડકમાં કડક સજા આપવી જોઈએ.
આ પણ વાંચો: ઉલટી સાફ કરનાર દલિત બાળકે આઘાતમાં આવીને શાળા છોડી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Rasik budhisthKhubj dukhd ????