કોન્સ્ટેબલે દલિત મહિલાને કહ્યું, તારા પતિને રેપ અને હત્યામાં ફસાવી દઈશ

નશામાં ધૂત એક પોલીસવાળો બળજબરથી દલિત મહિલાના ઘરમાં ઘૂસી આવ્યો અને બળજબરી કરવા લાગ્યો, મહિલાએ બે-ત્રણ લાફા ઝીંકી દીધાં.

કોન્સ્ટેબલે દલિત મહિલાને કહ્યું, તારા પતિને રેપ અને હત્યામાં ફસાવી દઈશ
image credit - Google images

Drunk Constable Dalit women forced : ઉત્તર પ્રદેશના કન્નૌજના એક ગામમાં નશામાં ધૂત એક પોલીસવાળો દલિત મહિલાના ઘરમાં ઘુસી ગયો હતો અને બળજબરી કરવા લાગ્યો હતો. તેણે મહિલાના ગળામાં રહેલા મંગળસૂત્રને તોડી નાખતા કહ્યું કે, ચૂપ રહે, નહીંતર તારા પતિને બળાત્કાર અને હત્યાના કેસમાં ફસાવી દઈશ.

ઘટના કન્નૌજના તાલગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની છે. જ્યાં દારૂના નશામાં ધૂત એક કોન્સ્ટેબલ એક દલિત મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. મહિલાને ખેંચીને તેણે ખાટલા પર બેસાડી અને તેના ગળામાંથી મંગળસૂત્ર તોડી નાખ્યું હતું અને ધમકી આપી હતી કે "ચૂપ રહે, નહીંતર તારા પતિને બળાત્કાર અને હત્યાના કેસમાં ફસાવીશ."

આ પણ વાંચોઃ દલિત યુવકને ખાંસડાનો હાર પહેરાવી, મોં કાળું કરી ગામમાં ફેરવ્યો

ગુસ્સે ભરાયેલી મહિલાએ તેને થપ્પડ મારી દીધી હતી. અવાજ સાંભળીને આસપાસના લોકો આવી જતાં પોલીસકર્મી ભાગવા લાગ્યો હતો. આ દરમિયાન તે ચબૂતરા પર ચડવા જતા પડી ગયો હતો. આરોપી કોન્સ્ટેબલને ઇજાગ્રસ્ત હાલતમાં સીએચસી તાલગ્રામથી જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

તાલગ્રામની રહેવાસી દલિત મહિલાએ પોલીસને જણાવ્યું કે તેનો પતિ દિલ્હીમાં ખાનગી નોકરી કરે છે. તે બે બાળકો સાથે ઘરે એકલી રહે છે. આરોપ છે કે રવિવારે રાત્રે તાલગ્રામ પોલીસ સ્ટેશનની પીઆરવીમાં ફરજ બજાવતો એક કોન્સ્ટેબલ નશામાં ધૂત થઈને આ વિસ્તારના એક સાથે મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેના પતિને બળાત્કાર અને હત્યાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેની સાથે પરાણે પલંગ પર બેસવા દબાણ કર્યું હતું. જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો તેણે ગેરવર્તન શરૂ કર્યું અને મહિલાનું મંગળસૂત્ર ખેંચીને તોડી નાખ્યું હતું.

મહિલાના જણાવ્યા અનુસાર ઝપાઝપી દરમિયાન તેણે કોન્સ્ટેબલને બે-ત્રણ થપ્પડ ઝીંકી દીધી હતી. તેનાથી ગુસ્સે ભરાયેલા કોન્સ્ટેબલે તેને પેટમાં લાત મારી હતી. અવાજ સાંભળીને વાસના લોકો આવી પહોંચ્યાં હતા અને પોલીસકર્મીને પકડીને તેને રોકવા લાગ્યા. ભાગવાનો પ્રયાસ કરતી વખતે નશામાં ધૂસ કોન્સ્ટેબલ પ્લેટફોર્મ પરથી પડી ગયો અને ઘાયલ થયો. પોલીસ સ્ટેશનના પ્રભારી શશિકાંત કનોજિયાએ જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ હું અભણ છું, મારા દીકરા સાથે જે થયું તે હત્યારા સાથે થવું જોઈએ...


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.