ડૉ.આંબેડકરના માનમાં AAP સરકાર 'આંબેડકર સન્માન સ્કોલરશીપ' શરૂ કરશે

દિલ્હીની AAP સરકારની આ યોજનામાં વિદેશમાં ભણવા માંગતા SC-ST વિદ્યાર્થીઓનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે. જાણો બીજો શું લાભ મળશે.

ડૉ.આંબેડકરના માનમાં AAP સરકાર 'આંબેડકર સન્માન સ્કોલરશીપ' શરૂ કરશે
image credit - Google images

Ambedkar Samman Scholarship : દિલ્હીની આમ આદમી પાર્ટીની આતિશી સરકારે મહાનાયક ડો.આંબેડકરને લઈને ઉભા થયેલા વિવાદ પર માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો છે. આપ સરકારે ડો.બાબાસાહેબ આંબેડકરના નામે શિષ્યવૃત્તિ આપવાની જાહેરાત કરી છે. આપ સરકાર દ્વારા તેને 'ડૉ. આંબેડકર સન્માન સ્કોલરશીપ' નામ આપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ એસસી-એસટી દલિત વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે સરકારી કર્મચારીઓના બાળકો પણ આ યોજનાનો લાભ લઈ શકશે.

અરવિંદ કેજરીવાલે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, “દલિત સમાજનું કોઈ બાળક પૈસાના અભાવે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહી જાય. હું ડૉ. આંબેડકર શિષ્યવૃત્તિની જાહેરાત કરું છું. જો દલિત સમાજનું કોઈ બાળક વિશ્વની કોઈપણ ટોચની યુનિવર્સિટીમાં ભણવા માંગતું હોય તો તેણે તે યુનિવર્સિટીમાં જ પ્રવેશ લેવો જોઈએ. દિલ્હી સરકાર તેના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ અને મુસાફરીનો ખર્ચ ઉઠાવશે."

આ પણ વાંચોઃ કેજરીવાલ અને AAP એ ફરી એકવાર દિલ્હીના દલિતોને દગો દીધો?

કેજરીવાલે વધુમાં કહ્યું કે, ડૉ.આંબેડકરને પૈસાની અછતને કારણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE)માં અભ્યાસ છોડવો પડ્યો હતો. તેઓ ઘરે પરત ફર્યા હતા. પૈસાની વ્યવસ્થા કર્યા પછી તેઓ ફરી LSE ગયા અને તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું. તેમણે એમ પણ કહ્યું હતું કે AAP એ સુનિશ્ચિત કરશે કે દિલ્હીમાં કોઈ પણ દલિત વિદ્યાર્થીને પૈસાના અભાવે વિદેશી યુનિવર્સિટીઓમાં અભ્યાસ છોડવો ન પડે.

કેજરીવાલે કહ્યું કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સંસદમાં બાબા સાહેબનું અપમાન કર્યું છે. તેના જવાબમાં બાબા સાહેબના સન્માનમાં દલિત વર્ગ માટે આ યોજના લાવવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા 10 દિવસમાં આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હી વિધાનસભા

ચૂંટણી માટે ત્રણ મોટા ચૂંટણી વચનો આપ્યા છે.

મહિલા સન્માન યોજના – મહિલા મતદારો માટે ₹2100 ની નાણાકીય સહાય.

સંજીવની યોજના – દિલ્હીમાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોની મફત સારવાર કરવામાં આવશે. સરકારી હોય કે ખાનગી હોસ્પિટલ, દિલ્હી સરકાર સમગ્ર ખર્ચ ઉઠાવશે. આ યોજનામાં ખર્ચની કોઈ મર્યાદા નથી.

આ પણ વાંચોઃ દિલ્હીમાં લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર ‘જનરલ’ સીટ પર ‘દલિત ઉમેદવાર’ને ટિકિટ ફાળવાઈ

ડૉ. આંબેડકર શિષ્યવૃત્તિ - વિદેશમાં ભણતા દલિત વિદ્યાર્થીઓનો ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે.
દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ પહેલા પણ દિલ્હીમાં ચૂંટણી થઈ શકે છે. જો કે ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2020માં યોજાઈ હતી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 62 સીટો જીતીને બહુમતીનો આંકડો પાર કર્યો હતો.

ચૂંટણી નજીક આવી છે ત્યારે કેજરીવાલને દલિતો યાદ આવ્યા?
જો કે, દિલ્હીના આધારભૂત સૂત્રો કહે છે કે, દિલ્હીમાં દલિત મતદારોની સંખ્યા બહુ મોટી છે અને સરકાર રચવામાં તેઓ નિર્ણાયક ભૂમિકામાં હોવાથી કેજરીવાલે આ યોજના જાહેર કરવી પડી છે. બાકી આમ આદમી પાર્ટી પણ ભાજપ, કોંગ્રેસની જેમ સવર્ણોની જ પાર્ટી છે. તેમાં પણ, મોટાભાગના મહત્વના પદો અને મંત્રાલયોમાં સવર્ણોનો કબ્જો છે. આપના નેતાઓ તેમના ઘરમાં અને ઓફિસોમાં ડો.આંબેડકરનો ફોટો રાખે છે પરંતુ જ્યારે દલિતોની અનામતમાં ક્રિમીલેયર દાખલ કરવાની બંધારણ વિરોધી વાત કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ, ભાજપની જેમ તેણે પણ સવર્ણો નારાજ ન થઈ જાય તે માટે મૌન ધારણ કરી લીધું હતું અને કોઈ સ્ટેન્ડ લીધું નહોતું. હવે જ્યારે ચૂંટણી આવી રહી છે અને દિલ્હીના 22 ટકા દલિતોના મતો જોઈએ છે, ત્યારે તેમણે અમિત શાહના નિવેદનનો સહારો લઈને આ યોજના જાહેર કરી છે. જે હોય તે, પણ તેનાથી જો દલિત, આદિવાસી વિદ્યાર્થીઓનું વિદેશમાં ભણવા જવાનું સપનું સાકાર થઈ શકે તે મહત્વનું છે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં AAP-BJP નો જાતિવાદ દલિત મેયરના 7 મહિના ખાઈ ગયો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.