દલિત યુવકને ખાંસડાનો હાર પહેરાવી, મોં કાળું કરી ગામમાં ફેરવ્યો
અત્યાચાર કરનારા ખુદ પોલીસની પરવા વિના ન્યાય તોળવા બેસી ગયા.
માનવતાને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે, જેમાં એક દલિત યુવકને લુખ્ખા તત્વોએ પટ્ટાથી માર મારી, ખાસડાનો હાર પહેરાવી, મોં કાળું કરી તેની આખા ગામમાં પરેડ કરાવી હતી.
માનવતાને શરમાવે તેવી આ ઘટના મધ્યપ્રદેશ (MP)ના મંદસૌર(mandsaur) જિલ્લામાંથી પ્રકાશમાં આવી છે. અહીં એક દલિત યુવકને લુખ્ખા તત્વો( bullies)એ બેલ્ટ વડે માર માર્યો હતો. એ પછી તેનું મોં કાળુ કરી (smearing soot) ખાંસડાનો હાર પહેરાવી અને આખા ગામમાં ફેરવ્યો હતો. દલિત યુવક પર મહિલાની છેડતીનો આરોપ હતો. આ મામલે બંને પક્ષો તરફથી ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે એક વીડિયો પણ સામે આવ્યો છે. જેના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
મંદસૌરના આંકી ગામની ઘટના
મળતી માહિતી મુજબ આ મામલો ભાનપુરાના આંકી ગામનો છે. અહીંનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક દલિત યુવકને લુખ્ખા તત્વો માર મારી રહ્યા છે. મહિલા તેને બેલ્ટ વડે માર મારી રહી છે, લોકોએ યુવકનું મોઢું કાળું કર્યું અને તેને ચંપલનો હાર પહેરાવ્યો છે અને લોકો યુવકને ગામમાં ફેરવી રહ્યાં છે.
છેડતીના આરોપ પર તાલીબાની સજા
યુવક પર મહિલાની છેડતી કરવાનો આરોપ છે. આ કેસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ સમગ્ર ઘટના બાદ મહિલા અને તેના પરિવારે યુવક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી.
બે આરોપીઓની ધરપકડ
દરમિયાન ભાનપુરા પોલીસ સ્ટેશને દલિત યુવકની ફરિયાદના આધારે બે લોકો સામે નામજોગ અને અન્ય લોકો સામે ગુનો નોંધ્યો છે. આ મામલે મંદસૌરના પોલીસ અધિક્ષક અભિષેક આનંદે કહ્યું કે વીડિયો વાયરલ થયા બાદ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
ભીમ આર્મી યુવકની પડખે આવી
ઘટના બાદ દલિત સંગઠનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ મામલામાં ભીમ આર્મી આઝાદ સમાજ પાર્ટીના પૂર્વ જિલ્લા અધ્યક્ષ પ્રિન્સ સૂર્યવંશીએ આરોપીઓની ધરપકડની માંગ કરી છે. દલિત નેતાઓ આ મામલે સોશિયલ મીડિયા પર ઘટનાની નિંદા કરી રહ્યા છે.
આ પણ વાંચો: ટોળાંએ દલિત આંગણવાડી કાર્યકર મહિલાને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો