સોમનાથમાં બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવાતા સ્થાનિક બ્રાહ્મણો ઉપવાસ પર ઉતર્યા

સોમનાથમાં બહારના બ્રાહ્મણોને પૂજા માટે બોલાવવામાં આવતા હોવાથી સ્થાનિક બ્રાહ્મણો મંદિર ટ્રસ્ટ સામે ઉપવાસ પર ઉતર્યા છે.

સોમનાથમાં બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવાતા સ્થાનિક બ્રાહ્મણો ઉપવાસ પર ઉતર્યા
image credit - Google images

ગીરસોમનાથમાં સ્થાનિક બ્રાહ્મણો અને સોમનાથ ટ્રસ્ટ વચ્ચે બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવવાના મામલે વિવાદ થયો છે. મામલો એટલો ઉગ્ર બની ગયો છે કે સ્થાનિક સોમપુરા તીર્થ પુરોહિતો સોમનાથ ટ્રસ્ટ સામે ઉપવાસ પર ઉતર્યા છે. જેમાં એક મહિલાની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે બ્રાહ્મણોએ વિરોધ નોંધાવતા પોલીસે અનેકની અટકાયત કરી હતી. જેની સામે બ્રાહ્મણોએ પોલીસ સ્ટેશનમાં જ મંત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવો શરૂ કરી દીધો હતો.

આખો મામલો સોમનાથ ટ્રસ્ટ દ્વારા બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવવા સાથે જોડાયેલો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા સ્થાનિક બ્રાહ્મણોને છોડીને બહારના બ્રાહ્મણોને પૂજા માટે બોલાવવામાં આવતા હોવાથી સ્થાનિક સોમપુરા બ્રહ્મ સમાજ વિરોધ નોંધાવીને ઉપવાસ પર બેસી ગયો હતો. એ દરમિયાન તેમણે ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈના વિરોધમાં સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. જેથી પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. એ દરમિયાન તેમણે પોલીસ સ્ટેશનમાં જ મંત્રોચ્ચાર શરૂ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. એ દરમિયાન એક મહિલાની તબિયત લથડતા તેને સારવાર માટે ખસેડાઈ હતી.

આ પણ વાંચો: બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મગ્રંથો અનૈતિકતાનો પહાડ છે - કૌશિક શરૂઆત

બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ થતાં કોંગ્રેસના નેતા હીરાભાઇ જોટવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ઉપવાસ પર બેઠેલા બ્રાહ્મણો સાથે વાતચીત કરીને તેમની લડાઈમાં સમગ્ર વિસ્તારના લોકો તેમની સાથે હોવાનું જણાવ્યું હતું. હીરાભાઈએ બ્રાહ્મણોની અટકાયત અને મંદિર ટ્રસ્ટ સામે તેમને ઉપવાસ પર બેસવું પડ્યું તે ઘટનાને સોમનાથ માટે કલંકરૂપ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, સોમનાથ મહાદેવ મંદિરને હિંદુ ધર્મના 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક ગણવામાં આવે છે અને દર વર્ષે લાખો લોકો અહીં દર્શનાર્થે આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પોતાની અનેક પ્રોપર્ટી વિકસાવાઈ છે અને તેની આવક કરોડોમાં થવા જાય છે. મંદિરમાં વહેંચાતા પ્રસાદથી લઈને મોટાભાગની ચીજો અંદર જ મળતી હોવાથી તેનું પણ એક અલગ માર્કેટ છે. એવામાં મંદિર ટ્રસ્ટ દ્વારા સ્થાનિક બ્રાહ્મણોને બદલે બહારના બ્રાહ્મણોને પૂજા માટે બોલાવાતા હોવાથી આખો વિવાદ ઉભો થયો છે.

આ પણ વાંચો: બ્રાહ્મણોની સાંસ્કૃતિક ગુલામીમાંથી બહુજનોને કેવી રીતે બચાવી શકાય?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • ધર્મેશ જગદીશભાઈ મણિયાર
    ધર્મેશ જગદીશભાઈ મણિયાર
    આ બ્રાહ્મણ લોકો ખર્ચો 35000- થી 50000 સુધી નો માંગે છે અને કામ પણ સંતોષ કારક થાતુ નથી તો ગરીબ માણસ શું કરે એટ પોતાના જે જ્ઞાતિ કર્મકાંડી બ્રાહ્મણો નેં સાથે ફરજીયાત લઈ જવા મજબૂર બની જાય છે
    4 months ago