તમારી દીકરીના લગ્ન કરાવ્યા છે, બીજી મહિલાઓને કેમ સાધ્વી બનાવો છો?

આ સવાલ મદ્રાસ હાઈકોર્ટે આધ્યાત્મિક ગુરુ Sadhguru Jaggi Vasudev ને પૂછ્યો છે. આખો મામલો જાણીને તમે પણ ચોકી જશો.

તમારી દીકરીના લગ્ન કરાવ્યા છે, બીજી મહિલાઓને કેમ સાધ્વી બનાવો છો?
image credit - Google images, Isha Foundation

મદ્રાસ હાઈકોર્ટે(Madras High Court) આધ્યાત્મિક ઉપદેશ આપનારા સદ્ગુરુ જગ્ગી વાસુદેવ(Sadhguru Jaggi Vasudev)ને લઈને આખરી પ્રતિક્રિયાઓ આપી છે. એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું કે, તમે તમારી પુત્રીના લગ્ન કરાવી દીધાં છે અને તે સાંસારિક સુખ-સુવિધાઓથી ભરપૂર જીવન જીવી રહી છે. તો પછી તમે શા માટે અન્ય મહિલાઓને માથું મુંડાવવા અને સાધુની જેમ જીવવા માટે પ્રેરિત કરો છો?

જસ્ટિસ એસએમ સુબ્રમણ્યમ અને જસ્ટિસ વી. શિવાગણનમે એક નિવૃત્ત પ્રોફેસર દ્વારા દાખલ કરેલી અરજી પર આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. પ્રોફેસરે આક્ષેપ કર્યો હતો કે મારી ઉચ્ચ શિક્ષિત દીકરીઓનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું છે અને તેઓ કાયમ માટે ઈશા યોગ કેન્દ્રમાં રહે છે.

પ્રોફેસર એસ. કામરાજે કોર્ટમાં માંગ કરી હતી કે તેમની પુત્રીઓને ખાનગી રીતે કોર્ટમાં લાવવામાં આવે. કામરાજ તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુરમાં ભણાવે છે. તેમની માંગણી પર તેમની 42 અને 39 વર્ષની બંને દીકરીઓ કોર્ટમાં આવી હતી. સોમવારે સુનાવણી દરમિયાન તેમની દીકરીઓએ કહ્યું કે તેઓ પોતાની મરજીથી ઈશા ફાઉન્ડેશન(Isha Foundation)માં રહે છે. અમને કોઈપણ પ્રકારની કસ્ટડીમાં રાખવામાં આવ્યા નથી. આ કેસ છેલ્લા એક દાયકાથી કોર્ટમાં ચાલી રહ્યો છે. આ પહેલા પણ એક વખત કેસની સુનાવણી દરમિયાન પ્રોફેસરની દીકરીઓએ કહ્યું હતું કે અમે અમારી ઈચ્છા મુજબ ઈશા યોગ કેન્દ્રમાં રહીએ છીએ.

પ્રોફેસરનો આરોપ - દીકરીઓનું બ્રેઈનવોશ કરાયું, જીવન નર્ક બની ગયું
આ બંને દીકરીઓના પિતાનો દાવો છે કે તેમની દીકરીઓને ઈશા યોગ કેન્દ્રમાં રાખવામાં આવી ત્યારથી તેમનું જીવન નર્ક બની ગયું છે. જો કે, ન્યાયાધીશોએ પોલીસને આ મામલે વધુ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય તેમને ઈશા ફાઉન્ડેશન સાથે જોડાયેલા તમામ કેસોની યાદી તૈયાર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. 

આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ શિવગ્નનમે કહ્યું, 'અમે જાણવા માંગીએ છીએ કે જે વ્યક્તિએ તેની પુત્રીના લગ્ન કરાવ્યા અને તેને સાંસારિક સુખ-સુવિધાઓથી ભરપૂર જીવન જીવવા દે છે, તે શા માટે અન્યની દીકરીઓને માથું મુંડાવવા અને સાધુ જેવું જીવન જીવવા માટે પ્રેરિત કરે છે?

ઈશા ફાઉન્ડેશને કહ્યું- બંને તેમની ઈચ્છાથી અહીં છે
ઈશા ફાઉન્ડેશને કોર્ટની આ આકરી ટિપ્પણીઓના જવાબમાં કહ્યું કે આ બંને દીકરીઓ સ્વેચ્છાએ ઈશા ફાઉન્ડેશનમાં રહે છે. તેમના પર કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી.
ઈશા ફાઉન્ડેશને કહ્યું, 'અમે માનીએ છીએ કે પુખ્ત વયના લોકોને તેમની વિવેકબુદ્ધિથી કોઈપણ રસ્તો પસંદ કરવાનો અધિકાર છે. અમે કોઈના પર લગ્ન કે સન્યાસ થોપતા નથી. આ તેમની અંગત પસંદગી છે. ઈશા યોગ કેન્દ્રમાં હજારો લોકો રહે છે, જેઓ સંત નથી. આ સિવાય કેટલાક એવા લોકો છે જેઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે અથવા તો સંત છે. ઈશા ફાઉન્ડેશને કહ્યું કે હાલમાં અમારી સામે માત્ર એક પોલીસ કેસ છે. આ સિવાય કોર્ટે ખુદ એક પર સ્ટે મુક્યો છે.

આ પણ વાંચોઃ બ્રાહ્મણોની સાંસ્કૃતિક ગુલામીમાંથી બહુજનોને કેવી રીતે બચાવી શકાય?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.